________________
બકીય
૧૨૭ ]
ભાવાર્થ:- ગાડું ખેંચનાર સારો બળદ જેમ સારી રીતે ગાડું ખેંચી માલિકને જંગલ પાર કરાવે છે, તેવી જ રીતે યોગ-સંયમમાં સંલગ્ન વિનીત મુનિ સંસારને પાર કરે છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં વિનીત બળદની ઉપમા દ્વારા વિનીત શિષ્યની વિનીતતાના લાભનું દર્શન કરાવ્યું છે.
સારા બળદની જેમ સુવિનીત સાધક સંયમ માર્ગમાં સુયોગ્ય રીતે પ્રવૃત્ત થઈને સંસારરૂપ ભયાનક અટવીને પાર કરે છે. તાત્પર્ય એ છે કે સરળતાથી, નિષ્કપટતાથી આચરવામાં આવેલા ક્રિયાનુષ્ઠાનનું ફળ નિર્વાણ હોય છે. પોતાના સગુણો અને સવૃત્તિ સ્વયંને તો લાભદાયક થાય જ છે, તેમજ સાથે રહેનારા અન્ય સાધકોની સાધનામાં પણ સહાયક બને છે. અવિનીત બળદ અને શિષ્યઃ
खलुंके जो उ जोएइ, विहम्माणो किलिस्सइ ।
असमाहिं च वेएइ, तोत्तओ य से भज्जइ ॥ શબ્દાર્થ –નો = જે હતું = ધૃષ્ટ અને દુષ્ટ(આળસુ, અવિનીત)બળદને ગો - ગાડીમાં જોડે છે, તે તેને વિમાનો = મારતા-મારતાં થાકી જાય છે ૩= અને વિ૬િ = ક્લેશ અને ઉદ્વિગ્ન થાય અમદં = અસમાધિનો વેપ= અનુભવ કરે છે તે = તેનો તત્તઓ= ચાબુક માફ = તૂટી જાય છે. ભાવાર્થઃ- જે ગાડીવાળો ગાડામાં ગળીયા બળદને જોડે છે તે બળદને મારતા-મારતાં થાકી જાય છે અને ઉહિન બને છે તથા અસમાધિનો અનુભવ કરે છે. છેવટે મારતા-મારતાં તેનો ચાબુક પણ તૂટી જાય છે. + एग डसइ पुछम्मि, एग विधइ अभिक्खण ।
एगं भंजइ समिलं, एगो उप्पह पट्टिओ ॥ શબ્દાર્થ - કોઈ એક ગળિયા બળદને પુચ્છન્ન પૂછડું દસ મરડે છે = કોઈ એક બળ દને મfઉપ = વારંવાર વિંથ = લોખંડની આરથી વધે છે સમિi = જોતરને, ધૂસરને ભગફ = તોડી નાખે છે અને તેનું કોઈ એક ૩Mદપકિ = આડા માર્ગે દોડે છે, આ રીતે ગળિયો બળદ અને ગાડીવાળો બંને દુઃખી થાય છે. ભાવાર્થ:- ગુસ્સે થયેલો ગાડીવાળો કોઈ બળદની પુંછડું વારંવાર મરડે છે, તો કોઈને વારંવાર લોખંડની આર ખંચાડે છે. તે બળદોમાંથી કોઈ બળદ ધોંસરું તોડી નાખે છે, કોઈ અવળે માર્ગે ચઢી જાય છે.
एगो पडइ पासेणं, णिवेसइ णिविज्जइ ।
उक्कुद्दइ उप्फिडइ, सढे बालगविं वए ॥ શબ્દાર્થ -પો- કોઈ એક ગળિયો બળદ પાસે i = એક બાજુ પડ૬ = પડી જાય છે શિવે = કોઈ બેસી જાય છે ગ ર્ = કોઈ સૂઈ જાય છે ૩૬૦ = કોઈ કૂદવા લાગે છે વાક્ = કોઈ ઉછળવા લાગે છે કે કોઈ દુષ્ટ બળદ વાનર્વક યુવાન ગાયને જોઈ તેની તરફ વ= દોડવા લાગે છે. ભાવાર્થ:- કોઈ બળદ રસ્તાની બાજુમાં પડી જાય છે, કોઈ બેસી જાય છે, કોઈ સૂઈ જાય છે, કોઈ કૂદે છે, કોઈ ઊછળે છે, તો કોઈ દુષ્ટ(બળદ) તરુણ ગાયની પાછળ દોડે છે.