________________
૧૨૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
સત્યાવીસમું અધ્યયન
ખલુંકીય
ગર્ગ મુનિનો પરિચય:
थेरे गणहरे गग्गे, मुणी आसी विसारए ।
आइण्णे गणिभावम्मि, समाहिं पडिसंधए । શબ્દાર્થ - થેરે = સ્થવિર દ = ગણધારક, શિષ્ય પરિવારને ધારણ કરનારા વિસર = વિશારદ, બધા શાસ્ત્રોમાં કુશળ આફvખે = આચાર્યના ગુણોથી યુક્ત સમાઉં = સ્વપરની સમાધિને પડિયા = જાળવી રાખનારા અને = ગર્ગ ગોત્રીય, સ્થવિર ગર્ગ મુનિ મુળ = મુનિ = હતા. ભાવાર્થ-ગર્ગકુળમાં જન્મેલા ગર્ગ મુનિ, શિષ્ય સમુદાય રૂપ ગણને ધારણ કરનારા, શાસ્ત્ર વિશારદ સ્થવિર હતા. તે ગુરુ અને આચાર્યના ગુણોથી સંપન્ન હતા તથા સ્વપરની સમાધિ ભાવોને જાળવી રાખનારા હતા. વિવેચન:ગર્ગ સ્થવિર:- ગર્ગ મુનિ વિદ્વાન અને સમર્થ આચાર્યના ગુણોથી સંપન્ન સ્થવિર હતા. તે સ્વયં સમાધિમાં સ્થિત હતા અને પોતાના શિષ્યોને સમાધિ ભાવોમાં જોડવામાં પ્રયત્નશીલ હતા. થેરે:- સ્થવિર. જે સ્વયં ધર્મભાવમાં સ્થિર હોય અને અન્યને સ્થિરતા કરાવે તેવા અનુભવી સંતને સ્થવિર કહે છે, સ્થવિરના ત્રણ પ્રકાર છે– (૧) દીક્ષા સ્થવિર– વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા સંત (૨) શ્રુત સ્થવિર ઠાણાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્રના જ્ઞાતા સંત (૩) વય સ્થવિર– ૬૦ વર્ષની ઊંમરવાળ ૧ વયોવૃદ્ધ સંત. કાળદરે - શિષ્ય પરિવારરૂપ ગણને ધારણ કરનાર. સ્થવિર ગર્ગમુનિ ૫૦૦ શિષ્યોના ગણને ધારણ કરીને વિચરણ કરતા હતા. તેથી તેઓને અહીં ગણધર કહ્યા છે. સમાદિક- સમાધિ, સંયમમાં આનંદની અનુભૂતિ. સ્થવિર ગર્ગમુનિ સંયમ સમાધિમાં સ્થિત હતા અને અન્યને પણ સંયમ સમાધિમાં સ્થિત કરવામાં સમર્થ હતા. વિનીત બળદ અને શિષ્ય:
वहणे वहमाणस्स, कतार अइवत्तइ ।
जोए वहमाणस्स, ससारो अइवत्तइ ॥ શબ્દાર્થ - વાળ = ગાડીમાં વહીળસ = જોડેલા શાંત, નમ્ર બળદ વાર = અટવીને, જંગલને અવર = પાર કરે છે તે પ્રમાણે) ગોપ = યોગ-સંયમ માર્ગમાં વમનસ્ય = પ્રવૃત્ત થયેલા નમ્ર-વિનીત શિષ્ય સારો = સંસારથી અવૉફ = પાર થાય છે.