________________
સમાચાર
[ ૧૨૩ ]
पारियकाउस्सग्गो, वंदित्ताण तओ गुरुं ।
तवं संपडिवज्जित्ता, करिज्जा सिद्धाण संथवं ॥ શબ્દાર્થ - પરિય વડો = કાયોત્સર્ગ પૂર્ણ કરી ગુઢ = ગુરુ મહારાજ પાસે તવં = તપ સહિવત્તા = અંગીકાર કરે(પ્રત્યાખ્યાન કરે) પછી સિદ્ધ = સિદ્ધ ભગવાનની સંથવું = સ્તુતિ વરિષ્ણા = કરે અર્થાતુ ખોલ્યુ' નો પાઠ બોલે. ભાવાર્થ :- કાયોત્સર્ગ પૂર્ણ કરી બે વાર ઈચ્છામિ ખમાસમણોના પાઠ દ્વારા ગુરુને વંદના કરે. ત્યાર પછી યથોચિત તપનો સ્વીકાર(પ્રત્યાખ્યાન) કરીને સિદ્ધ ભગવંતોની સ્તુતિ કરે. વિવેચન :
- પ્રસ્તુત ગાથાઓમાં સાધુની રાત્રિક ચર્યાનું વર્ણન છે. સામાન્ય રીતે સૂર્યાસ્ત પછી દેવસિક પ્રતિક્રમણ; ત્યારપછી સ્વાધ્યાયકાલ અનુસાર પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન, ત્રીજા પ્રહરમાં નિદ્રા અને ચોથા પ્રહરમાં ફરી સ્વાધ્યાય રૂ૫ રાત્રિ ચર્યા છે. રાત્રિના ચોથા પ્રહરના ચોથો ભાગ અર્થાત સૂર્યોદય પહેલા બે ઘડી-૪૮ મિનિટના સમયમાં રાત્રિક પ્રતિક્રમણનું વિધાન છે. તેમાં દેવસિક પ્રતિક્રમણની જેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ સંબંધી ચિંતન માટે કાયોત્સર્ગથી પ્રારંભ કરીને સ્તવ સ્તુતિ મંગલ સુધીની વિધિનું કથન છે. દેવસિક પ્રતિક્રમણની વિધિમાં સંક્ષિપ્તતાના કારણે રહી જવા પામેલી વિધિ પણ અહીં સ્પષ્ટ થઈ જાય છે અર્થાત્ કાયોત્સર્ગ પછી લોગસ્સના પાઠનું ઉચ્ચારણ, ત્યાર પછી ઉત્કૃષ્ટ વંદનના પાઠથી ગુરુ વંદન અને ત્યાર પછી પ્રત્યાખ્યાનનું કથન છે. આ રીતે જ આવશ્યક પૂર્ણ થતાં સિદ્ધ સ્તુતિ રૂપે કામોત્થણના પાઠથી સિદ્ધ ભગવાનની સ્તુતિ કરવાનું વિધાન છે. જિં તવં વિજ્ઞાન - રાત્રિક પ્રતિક્રમણના પાંચમા આવશ્યકના કાયોત્સર્ગમાં મુનિ ચિંતન કરે કે “આજે હું કયો તપ સ્વીકાર કરીશ?” ચારિત્ર પાલનથી આવતાં કર્મોનો નિરોધ એટલે સંવર થાય છે પરંતુ પૂર્વકૃત કર્મોનો નાશ કરવા માટે તપનો વિશિષ્ટ પુરુષાર્થ અનિવાર્ય બને છે. તેથી સાધક પોતાની શક્તિને ગોપવ્યા વિના ક્ષેત્ર-કાલની પરિસ્થિતિ અનુસાર તપ કરતાં જ રહે છે, તે માટેની ચિંતવના મુનિ આ કાયોત્સર્ગમાં કરે. ભગવાન મહાવીરના શાસનમાં નવકારશીથી છમાસી સુધીના તપનું વિધાન છે. કોઈપણ બાહ્ય તપની આરાધના ચાલુ હોય તો સ્વાધ્યાય, ધ્યાન વગેરે આવ્યંતર તપમાં વિશેષ અનુકૂળ તા રહે છે. કાયોત્સર્ગમાં તપ વિષયક જે ચિંતન અને નિર્ણય કર્યો હોય, તે પ્રમાણે કાયોત્સર્ગ પછી ગુરુમુખે મુનિ તપનો સ્વીકાર કરે. અવોઇતો અનg:- રાત્રિના પ્રથમ પ્રહરમાં સામાન્ય રીતે લોકો પોત-પોતાની પ્રવૃત્તિમાં હોય છે, ત્યારે મુનિ પોતાની અનુકૂળતા પ્રમાણે ઉચ્ચારણપૂર્વક, ઊંચા સ્વરે સ્વાધ્યાય કરી શકે છે પરંતુ રાત્રિના ચોથા પ્રહરમાં લોકો પ્રાયઃ નિદ્રાધીન હોય છે. તે સમયે ઊંચા સ્વરે સ્વાધ્યાય કરવાથી આજુ-બાજુ રહેનારા ગૃહસ્થો(અસંયતિઓ)ને નિદ્રામાં અલના થાય, તેઓ જાગી જાય અને આરંભ-સમારંભ આદિ પાપકારી પ્રવૃત્તિ કરે, તો તે સર્વ પાપકારી પ્રવૃત્તિમાં સાધુ નિમિત્તરૂપ બને છે. તેથી મુનિ રાત્રિના ચોથા પ્રહરમાં તે વાતને લક્ષમાં રાખીને મંદ સ્વરે સ્વાધ્યાય કરે.
આ રીતે આ અધ્યયનમાં પાંચમી સમિતિમાં તથા સ્વાધ્યાયના વિધાનમાં સાધુ દ્વારા ગૃહસ્થોને કોઈપણ પ્રકારે બાધા ઉત્પન્ન ન થાય, તે પ્રકારની સાવધાની રાખવાની સૂચના કરવામાં આવી છે.