________________
[ ૧૧૮ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
વિદ્યારે વિદર મુળા – ગોચરી માટે પરિભ્રમણ કરે. પ્રસ્તુત પ્રસંગમાં વિહાર' શબ્દનો અર્થ ગ્રામાનુગ્રામ ગમન કરવા રૂપ નથી. સૂત્રકારે તેની બે ગાઉની મર્યાદા નિશ્ચિત કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે અહીં ગોચરી માટે પરિભ્રમણ કરવાના અર્થમાં 'વિહાર' શબ્દ પ્રયુક્ત થયો છે. ગ્રામાનુગ્રામ ગમન કરવામાં ક્ષેત્રની કોઈ મર્યાદા હોતી નથી. ચોથા પ્રહરની ચર્ચા - 10 चउत्थीए पोरिसीए, णिक्खिवित्ताण भायणं ।
सज्झाय च तओ कुज्जा, सव्वभावविभावण ॥ શબ્દાર્થ - વડલ્થી = ચોથી પોલીe = પોરસી જિલ્લવિત્ત માથાં = પાત્રોને રાખીને, પ્રતિલેખના પૂર્વક પાત્રોને બાંધીને રાખવા == અને ત = ત્યાર પછી સવ્વભાવ-વિભાવ = સર્વ ભાવોને પ્રકાશિત કરનાર સાચું = સ્વાધ્યાય ) = કરે. ભાવાર્થ - ચતુર્થ પોરસીનો પ્રારંભ થાય ત્યારે મુનિ પ્રતિલેખના કરી, પાત્રોને બાંધીને મૂકી દે અને ત્યાર પછી જીવાદિ સર્વ ભાવોને પ્રકાશિત કરનાર સ્વાધ્યાય કરે. 2 पोरिसीए चउब्भाए, वंदित्ताण तओ गुरुं ।
पडिक्कमित्ता कालस्स, सेज्जं तु पडिलेहए ॥ શબ્દાર્થ – પોરલી = ચોથી પોરસીના વડા ચોથા ભાગમાં વાનસ્ય = સ્વાધ્યાય સંબંધી તે કાળમાં હં = ગુરુદેવને વંદિત્તાપ = વંદન કરીને હિwત્તા = પ્રતિક્રમણ—કાઉસગ્ગ કરીને તો = પછી રેન્દ્ર = શય્યા વગેરેની હિટ = પ્રતિલેખના કરે. ભાવાર્થ - ચોથી પોરસીના ચોથા ભાગમાં સ્વાધ્યાય કાલ સંપૂર્ણ થતાં મુનિ ગુરુને વંદના કરી સ્વાધ્યાય કાળનું પ્રતિક્રમણ (કાયોત્સર્ગ) કરી, શય્યાનું પ્રતિલેખન કરે. 20 पासवणुच्चार भूमि च, पडिले हिज्ज जयं जई।।
___काउस्सग्गं तओ कुज्जा, सव्वदुक्ख विमोक्खणं ॥ શબ્દાર્થ - ગ = યતિ, સાધુ પાસવપુથ્વીર-ભૂમિં વ= પ્રશ્રવણ(લઘુનીત)અને ઉચ્ચાર(વડીનીત)ના સ્થાનને નયે = યતનાપૂર્વક ડિદિw = જુએ સવ્વ૬g-વિમોજણ = બધાં દુઃખોથી મુક્ત કરાવનાર વડસર = કાયોત્સર્ગ કરે અર્થાત્ પ્રતિક્રમણની આજ્ઞા લઈ કાયોત્સર્ગ કરે. ભાવાર્થ - યતનામાં પ્રયત્નશીલ મુનિ સ્થડિલભૂમિ એટલે મળ-મૂત્ર પરઠવાના સ્થાનનું પ્રતિલેખન કરે. ત્યાર પછી સર્વ દુઃખોથી મુક્ત કરનાર કાયોત્સર્ગ કરે અર્થાત્ પ્રતિક્રમણ શરૂ કરે. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં મુનિની ચોથા પ્રહરની ચર્યાનું નિરૂપણ છે.
ત્રીજા પ્રહરમાં ગોચરીનું કાર્ય પૂર્ણ થયા પછી ચોથા પ્રહરમાં મુખ્યતયા સ્વાધ્યાય અને પ્રતિલેખનની ક્રિયા કરવાની છે. ત્રીજા પ્રહરમાં ગોચરીનું કાર્ય પૂર્ણ થતાં પાત્રની આવશ્યકતા રહેતી નથી. તેથી મુનિ ચોથા પ્રહરના પ્રારંભમાં સર્વ પ્રથમ પાત્ર પ્રતિલેખન કરી, તેને વ્યવસ્થિત બાંધીને મૂકી