________________
સમાચાર
[ ૧૧૭ ]
અલના થાય છે. તેથી મુનિ અનાસક્ત ભાવે ક્ષુધા વેદનાને શાંત કરવા માટે આહાર કરે. (૨) વેવિશ્વે– આહાર-પાણી ગ્રહણ કર્યા વિના શરીરની શક્તિ ક્ષીણ થઈ જાય છે. શરીરની શક્તિ ક્ષીણ થઈ જતાં વૈયાવચ્ચ થઈ શકતી નથી. તેથી મુનિ વૈયાવચ્ચ કરવાના ઉદ્દેશથી આહાર ગ્રહણ કરે. (૩) રિયડ્ડાશરીરની શક્તિ ક્ષીણ થતાં આંખે અંધારા આવે, તેવી સ્થિતિમાં ઇર્ષા સમિતિનું શોધન થઈ શકતું નથી. તેથી ઈર્યાસમિતિનું શોધન કરવા માટે મુક્તિ આહાર ગ્રહણ કરે. (૪) સામgu– સંયમ પાલન કરવા માટેનું સાધન શરીર છે, તે સાધનથી જ સાધના થઈ શકે છે. આહારથી શરીરનું પોષણ કરીને તેના દ્વારા સંયમ સાધના કરવાની છે, તે લક્ષે મુનિ આહાર કરે. (૫) પાવત્તિયાણ- દ્રવ્ય પ્રાણને ટકાવી રાખવા આહાર જરૂરી છે. આહારનો ત્યાગ કરવાથી ક્યારેક અપમૃત્યુની પણ સંભાવના રહે છે. તેથી મુનિ પ્રાણને ધારણ કરવા આહાર કરે. (૬) ધ-મવિતા ક્ષુધાતુર વ્યક્તિ ધર્મધ્યાન કરી શકતી નથી. તે આર્તધ્યાનમાં જોડાઈ જાય છે. તેથી ધર્મનું ચિંતન કરવાના લક્ષે મુનિ આહાર કરે. આહાર ત્યાગના છ કારણોઃ- (૧) આયો– જ્વરાદિ કોઈ રોગ-આંતક થાય, ત્યારે અલ્પકાળ માટે મુનિ આહારનો ત્યાગ કરે, પ્રાયઃ ઘણા રોગો આહારની અનિયમિતતા કે અજીર્ણથી થાય છે. આહાર ત્યાગથી રોગ કાબૂમાં આવી જાય છે. (૨) ૩વસો - દેવ કે મનુષ્ય સંબંધી ઉપસર્ગ આવે ત્યારે મુનિ તે ઉપસર્ગ હોય ત્યાં સુધી આહારનો ત્યાગ કરે. આહાર ત્યાગથી અનેક વિદનો દૂર થઈ જાય છે. જેમ કે અર્જુનમાળીના ઉપસર્ગમાં સુદર્શનશેઠ આહારનો ત્યાગ કરી કાયોત્સર્ગમાં સ્થિત થઈ ગયા. (૩) હંમરસુ– આહાર કરવાથી વિષય વિકાર વધતા હોય તો આહારનો ત્યાગ કરીને મુનિ બ્રહ્મચર્યની સુરક્ષા કરે. (૪) પાળિયા-વરસાદ આવતો હોય, ધુમ્મસ વરસતી હોય, વાવાઝોડાનું વાતાવરણ હોય, સૂક્ષ્મ ત્રસજીવો(મચ્છી વગેરે) ચારે ય બાજુ ઉડતા હોય, સચિત્ત રજ બહુ પડતી હોય, તેવા સમયે મુનિ જીવોની દયા પાળવા માટે આહારનો ત્યાગ કરે અર્થાતુ ગોચરી માટે જાય નહીં. (૫) તવહેલું- આત્માના અનાહારક સ્વભાવની અનુભૂતિના લક્ષે નિર્જરા માટે તપ કરવા ઈચ્છે ત્યારે મુનિ આહારનો ત્યાગ કરે. () સજીવો છેકાપ- જ્યારે શરીર સાધનામાં સહાયક બનતું ન હોય, ત્યારે મુનિ સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરીને સંથારો કરવા માટે આહારનો ત્યાગ કરે છે.
મુનિ વફાદારી પૂર્વક પોતાની જાતનું નિરીક્ષણ કરીને આ છે કારણોમાંથી કોઈપણ કારણ ઉપસ્થિત થાય ત્યારે આહાર કરે અને તે જ રીતે વફાદારીપૂર્વક ઉપરોકત છે કારણ ઉપસ્થિત થાય ત્યારે અવશ્ય આહારનો ત્યાગ કરે.
આ રીતે સાધુને આહારના ગ્રહણ કે ત્યાગ બંનેમાં સંયમભાવની પુષ્ટિ, સાધનાનો વિકાસ અને જિનાજ્ઞાની આરાધના કરવાનું જ લક્ષ્ય હોવું જોઈએ. અવરેણં બંsi :- પ્રસ્તુત પ્રસંગમાં 'કવસ' શબ્દ “અલ્પ” અથવા “કિંચિત્' અર્થમાં પ્રયુક્ત થયો છે. મુનિ પોતાની આવશ્યકતા અનુસાર અલ્પ ઉપકરણોને સાથે લઈને તથા અન્ય ઉપધિ સુરક્ષિત રીતે ઉપાશ્રયમાં(સહવર્તી સંતો પાસે) મૂકીને ગોચરી માટે જઈ શકે છે. તેથી અહીં અવશેષ શબ્દ, નિરવશેષ કે સંપૂર્ણ ઉપધિને સાથે લઈને ગોચરી જાય, તે અર્થમાં પ્રયુક્ત થયો નથી. પરમ ગોયનો - ઉત્કૃષ્ટ અર્ધ યોજન પર્યત. પ્રસ્તુત ગાથાઓમાં ગોચરીનો પ્રસંગ છે. મુનિ પોતાના સ્થાનથી ક્યાં સુધી ગોચરી માટે જાય તેની મર્યાદાનું વિધાન આ શબ્દથી કરવામાં આવ્યું છે. ચાર ગાઉનો એક યોજન થાય છે. મુનિ ઉત્કૃષ્ટ અર્ધા યોજન=બે ગાઉ= ૭ કિ.મી. સુધી ગોચરી માટે ગમનાગમન કરી શકે છે.