________________
સમાચારી
૧૧૯
દે. ત્યાર પછી સ્વાધ્યાયમાં એકાગ્ર બને. ચોથા પ્રહરના ચોથા ભાગમાં જ્યારે અસ્વાધ્યાય કાલ આવે ત્યારે મુનિ સ્વાધ્યાયથી નિવૃત્ત થઈ જાય, તત્સંબંધી કાયોત્સર્ગ કરીને ગુરુની આજ્ઞાપૂર્વક શય્યાસ્થાનનું પ્રતિલેખનપ્રમાર્જન કરે. મુનિ જે સ્થાનમાં રાત્રિ નિવાસ કરવાના હોય તે સ્થાનનું યથાર્થ પ્રતિલેખન-પ્રમાર્જન કર્યું હોય, તો રાત્રે ઇર્યા સમિતિનું પાલન સમ્યક્ પ્રકારે થઈ શકે.
રાત્રે શારીરિક કારણસર બહાર જવું પડે, તો યથાશક્ય જીવદયાનું પાલન થઈ શકે તે માટે મુનિ સૂર્યાસ્ત પહેલાં જ સ્થંડિલભૂમિ એટલે મળ-મૂત્ર પરઠવાના સ્થાનનું પ્રતિલેખન કરે.
આ રીતે સૂર્યાસ્ત સુધીમાં દિનકૃત્ય પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી રાત્રિની કાર્યવાહીનો પ્રારંભ થાય છે. તેના પ્રારંભમાં પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેથી મુનિ પ્રતિક્રમણની આજ્ઞા લઈને પ્રથમ
આવશ્યકનો કાયોત્સર્ગ કરે છે.
सव्वभाव विभावणं : ઃ– આ વિશેષણનો પ્રયોગ ગાથા—૩૭માં સ્વાધ્યાય માટે થયો છે. સર્વ ભાવોને
પ્રકાશિત કરનાર એવો સ્વાધ્યાય કરે. આગમની સ્વાધ્યાય કરનાર વ્યક્તિ જીવાદિ નવ તત્ત્વના જ્ઞાતા બને છે. સ્વાધ્યાય કરનારની દર્શન વિશુદ્ધિ થાય અને ચારિત્રની પરિપક્વતા થતી જાય; ક્રમશઃ મોહનીય કર્મ તથા જ્ઞાનાવરણીય આદિ ઘાતીકર્મોનો ક્ષય થાય અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. કેવળજ્ઞાની ત્રણ લોકના ત્રણે કાળના ભાવોને પ્રકાશિત કરે છે તેથી સ્વાધ્યાય સર્વ ભાવોને પ્રકાશિત કરનાર કહેવાય છે.
સવ્વ તુવશ્વ વિમોવરૂળ :- અહીં પ્રતિક્રમણના કાયોત્સર્ગ માટે સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર વિશેષણનો પ્રયોગ થયો છે. પ્રતિક્રમણથી વ્રતશુદ્ધિ થાય અને વ્રતોની શુદ્ધ આરાધનાથી કર્મ ક્ષય થતાં દુઃખથી મુક્ત થવાય છે.
પ્રસ્તુત ગાથાઓમાં ચતુર્થ પ્રહરમાં પાત્ર સિવાય સર્વ ભંડોપકરણોની પ્રતિલેખના કરવા માટે કોઈ પણ સૂચન નથી. પરંતુ નિશીથસૂત્ર ઉદ્દેશક–૨, ભાષ્ય ગાથા–૧૪૨૬ ની ટીકામાં આ પ્રમાણે કથન छे- चरम पोरसीए पुण ओगाहंतीए चेव भायणाणि पडिलेहेडं निक्खिवंति । ततो सेसोवकरणं, તતો સપ્તાય પદવૃત્તિ । અર્થ– મુનિ ચોથી પોરસીનો પ્રારંભ થતાં જ પાત્ર પ્રતિલેખન કરીને મૂકી દે. ત્યાર પછી શેષ સર્વ ભંડોપકરણોની પ્રતિલેખના કરે અને ત્યાર પછી જ સ્વાધ્યાયનો પ્રારંભ કરે. આ રીતે વ્યાખ્યાકારોએ ચોથા પ્રહરના પ્રારંભમાં જ સર્વ ઉપધિની પ્રતિલેખના કરવાનું સૂચન કર્યું છે પરંતુ ચોથી પોરસીના અંતે સ્થાન(શય્યા) પ્રતિલેખન સાથે ભંડોપકરણની પ્રતિલેખના કરવાનું કથન કોઈપણ વ્યાખ્યાકારોએ કર્યું નથી. આ રીતે આગમકારો અને વ્યાખ્યાકારોના બંનેના આશયને જોતાં સ્પષ્ટ થાય છે કે મુનિ દિવસના પ્રથમ અને અંતિમ પ્રહરમાં કોઈ પણ સમયે પોતાના ભંડોપકરણનું પ્રતિલેખન કરી શકે છે. દૈવસિક પ્રતિક્રમણઃ
૪૦
देवसियं च अइयारं, चिंतिज्ज अणुपुव्वसो । णाणम्मि दंसणम्मि य, चरित्तम्मि तहेव य ॥
શબ્દાર્થ:- બાળમ્મિ = જ્ઞાન વલળમ્મિ = દર્શન ચ, દેવ, તહેવ, ય= અને પત્તિમ્નિ = ચારિત્રમાં લાગેલા દેવસિય = દિવસ સંબંધી અવાર - અતિચારનું અનુપુવ્વતો- અનુક્રમથી ચિંતિખ્ત = ચિંતન કરે. ભાવાર્થ :- મુનિ કાઉસગ્ગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર અંગે દિવસ દરમ્યાન લાગેલા અતિચારોનું અનુક્રમે ચિંતન કરે અર્થાત્ દેવસિક પ્રતિક્રમણ કરે.