________________
[ ૧૧૪ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ-ડતે આડો = પ્રતિલેખનામાં ઉપયોગ રાખનારા સાધુ છઠ્ઠ સંરરાઓ = છ કાય જીવોના સંરક્ષક અને આરાધક હો બને છે. ભાવાર્થ:- પ્રતિલેખનામાં અપ્રમત્ત(ઉપયોગવંત) મુનિ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય, તે છકાય જીવોનું રક્ષણ કરવાથી આરાધક થાય છે. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પ્રતિલેખન વિધિ અને તેના દોષોનું વિવિધ રીતે નિરૂપણ છે. પ્રતિલેખન :- જોવું, નિરીક્ષણ કરવું. વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિ સાધુ જીવનના આવશ્યક ઉપકરણોનું જીવદયાના લક્ષે સારી રીતે નિરીક્ષણ કરવું તેને પ્રતિલેખન કહે છે. બોલચાલની ભાષામાં “પડિલેહણ” શબ્દનો પ્રયોગ થાય છે. પ્રસ્તુત અધ્યયનમાં ભંડોપકરણ, પાત્ર, મકાન અને ધૈડિલભૂમિના પ્રતિલેખનનો નિર્દેશ છે. તે ઉપરાંત સ્વાધ્યાય-અસ્વાધ્યાય કાલ જાણવા માટે આકાશનું નિરીક્ષણ કરવું, તેના માટે સૂત્રકારે “કાલપ્રતિલેખન’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
પ્રતિલેખના જૈન શ્રમણાચારની અનિવાર્ય અને મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. તે ક્રિયાની પૂર્ણતયા શુદ્ધિ માટે અહીં તેની વિધિ અને દોષોનું સ્પષ્ટીકરણ કર્યું છે. પ્રસ્તુત પ્રસંગમાં મુખ્યતયા વસ્ત્ર પ્રતિલેખનની વિધિ દર્શાવી છે. પ્રતિલેખનન આસન - પ્રાયઃ ઉકડા આસને બેસીને પ્રતિલેખન કરાય છે. સૂત્રમાં આસન માટે વેદિકા દોષનું કથન છે. ટીકાકારે તે વેદિકા દોષના પાંચ પ્રકાર કહ્યા છે. મૂળપાઠમાં તેને એક જ દોષ કહ્યો છે. બંને હાથ ઘૂંટણ પર રાખીને, કે ઘૂંટણની નીચે રાખીને બેસવું વગેરે પાંચે ય પ્રકારના આસન સદોષ છે. તેથી પ્રતિલેખન કરવા તે પાંચે ય આસને બેસવું નહીં. તે સર્વનું તાત્પર્ય એ છે કે ઉકડા આસને બેસીને બંને હાથ ઘૂંટણથી કંઈક ઊંચા રાખીને પ્રતિલેખન કરવું જોઈએ. પ્રતિલેખન વિધિ – ઉપયોગપૂર્વક અપ્રમત્તભાવે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિલેખન કરવું જોઈએ. છ પૂરિના નવ ફોડ:- જે વસ્ત્રનું પ્રતિલેખન કરવાનું હોય તેનું વ્યવસ્થિત નિરીક્ષણ થઈ શકે તે માટે તે વસ્ત્રના ત્રણ વિભાગ કરવામાં આવે છે. તેને પરિમા વિભાગ કહે છે. તે પ્રત્યેક પુરિમા વિભાગના ત્રણ-ત્રણ દષ્ટિઅંડ અર્થાત્ પ્રતિલેખન કરવા તે-તે વિભાગના ઉપર, મધ્ય અને નીચેના ભાગમાં તેમ ત્રણ વાર દષ્ટિ ફેરવવા માટે દષ્ટિથી જે ત્રણ વિભાગ થાય તેને ખોડા કહે છે. એક-એક પુરિમા-વિભાગના ત્રણ-ત્રણ ખોડા- દષ્ટિ ખંડ થતાં નવ ખોડા થાય છે. વસ્ત્રની પહોળાઈ અધિક હોય તો તેને અડધુવાળીને પ્રતિલેખન કરતા તેના બે વિભાગ થાય. આ રીતે એક વિભાગના ત્રણ પુરિમા અને નવ ખોડા, બીજા વિભાગના ત્રણ પુરિમા અને નવ ખોડા થાય તેથી વસ્ત્રની એક બાજુના કુલ છ પુરિમા અને અઢાર ખોડા થાય, તે જ રીતે વસ્ત્રને ઉથલાવીને પાછળની બાજુમાં ૩+= છ પુરિમા અને ૯+૯ = ૧૮ ખોડા થાય, આ રીતે એક વસ્ત્રના બાર પુરિમા અને છત્રીસ ખોડા થાય છે.
ઉપરોક્ત વિધિ અનુસાર વસ્ત્રના વિભાગ કરીને પ્રતિલેખન કરવું. આ પ્રતિલેખનની મુખ્ય વિધિ પછેડીની અપેક્ષાએ છે. તેનાથી નાનું વસ્ત્ર હોય તો તેની લંબાઈ, પહોળાઈ અનુસાર પુરિમા અને ખોડાની સંખ્યા અલ્પ સમજવી જોઈએ. તે ઉપરાંત ગાથા-૨૪ અને ૨૫ માં કથિત બાર બોલ સહિત અને ગાથા ૨૬ અને ૨૭માં કથિત તેર દોષોને ટાળીને પ્રતિલેખન કરવું જોઈએ.