SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સમાચાર [ ૧૧૩ ] २८ ૨. બંને હાથ ઢીંચણથી નીચા એટલે પેટ પાસે રાખીને પ્રતિલેખન કરે તે અઘો વેદિકા, ૩. બંને જાંઘની વચ્ચમાં બંને હાથ રાખીને પ્રતિલેખન કરે તે તિછ વેદિકા, ૪.બંને ઢીંચણને બંને હાથની વચ્ચે રાખીને વસ્ત્રનું પ્રતિલેખન કરે તે દ્વિધા વેદિકા, ૫. એક ઢીંચણને બંને હાથ વચ્ચે રાખીને વસ્ત્રનું પ્રતિલેખન કરે એક વેદકા જાણવી. (૭) પ્રશિથિલ- વસ્ત્રને ઢીલું પકડવું. (૮) પ્રલંબ- વસ્ત્રના ખૂણા નીચે લટક્યા કરે, તે રીતે વસ્ત્રને પકડવું. (૯) લોલા- પ્રતિલેખ્યમાન વસ્ત્રને હાથ કે જમીન સાથે રગદોળવું. (૧૦) એકામર્શાવસ્ત્રને વચ્ચેથી પકડીને એક નજરે જ આખું જોઈ જવું. (૧૧) અનેકરૂપ ધૂનના વસ્ત્રને ત્રણથી વધારે વાર ખંખેરવું, અનેક વસ્ત્રોને એકી સાથે એક જ વારમાં ખંખેરવા (૧૨) પ્રમાણ પ્રમાદ- નવ ખોડા વગેરેના પ્રમાણમાં પ્રમાદ કરવો. (૧૩) ગણનોપગણના- તેના નિર્દિષ્ટ પ્રમાણમાં શંકા થતાં હાથની આંગળીના વેઢા ગણવા. આ ૧૩ દોષોવાળી અપ્રશસ્ત પ્રતિલેખના છે. // ૨૬-૨૭ / अणूणाइरत्तपडिलेहा, अविवच्चासा तहेव य । पढम पय पसत्थ, सेसाणि उ अप्पसत्थाइ ॥ શબ્દાર્થ-ડક્લેરા = પ્રતિલેખનાના વિષયમાં અપૂMારિત્ત = શાસ્ત્રોક્ત વિધિથી ઓછું ન કરવું અને અધિક પણ ન કરવું તદેવ ય= અને અવિવશ્વાસ = વિપરીત ન કરવું પડયું = આ પહેલો પ = ભંગ પસલ્ય = શુદ્ધ છે તેના = બાકીના ભંગો અસત્યારું = અશુદ્ધ છે, અપ્રશસ્ત છે. ભાવાર્થ:- પ્રતિલેખન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવું જોઈએ. તેનાથી ઓછી, અધિક કે વિપરીત વિધિ ન કરવી. ઓછું, અધિક અને વિપરીત તે ત્રણના આઠ વિકલ્પો થાય છે. તેમાં પહેલો વિકલ્પ જ શુદ્ધ છે, બાકીના બીજા અશુદ્ધ છે. २० पडिलेहणं कुणतो, मिहो कहं कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाण, वाएइ सय पडिच्छइ वा ॥ - पुढवी आउक्काए, तेऊ वाऊ वणस्सइतसाणं । पडिलेहणा पमत्तो, छण्हं पि विराहओ होइ ॥ શબ્દાર્થ - કોદM = પ્રતિલેખના અંતો = કરતો જે સાધુ મિલો = પરસ્પર વ = કથા-વાર્તાલાપ પ = કરે છે નણવય ૬ = જનપદ કથા, દેશ કથા વગેરે કરે પવન = બીજાને પચ્ચખ્ખાણ = આપે વાપ = બીજાને વાચના આપે સાથે = સ્વયં પછિ = વાચના લે પરિણા પત્તો = પ્રમત્ત ભાવપૂર્વક પ્રતિલેખના કરનાર સાધુ પુવી = પૃથ્વીકાય આ૩el= અષ્કાય તે = = તેઉકાય વાઝ= વાયુકાય વખાસડુંક વનસ્પતિકાય તાપ = ત્રસકાય છv૬ = છકાય જીવોનો વિવાદ = વિરાધક હોદ્દ = થાય છે. ભાવાર્થ:- પ્રતિલેખન કરતી વખતે પરસ્પર વાતો કરે, જનપદની કથા-વાર્તા કરે, પ્રત્યાખ્યાન કરાવે, બીજાને ભણાવે કે પોતે ભણે, વગેરે પ્રવૃત્તિ કરતા પ્રમત્ત મુનિ પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છએ કાયના જીવોના વિરાધક-હિંસક થાય છે. // ૨૯-૩૦ || हक पुढवी आउक्काए, तेऊ वाऊ वणस्सइतसाणं । । पडिलेहणा आउत्तो, छण्हं पि संरक्खओ होइ ॥
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy