________________
સમાચાર
૧૧૫ ]
શુદ્ધ-અશુદ્ધ પ્રતિલેખના :- સૂત્રકારે પ્રશસ્ત-શુદ્ધ અને અપ્રશસ્ત-અશુદ્ધ પ્રતિલેખનના આઠ વિકલ્પ દર્શાવ્યા છે. (૧) જે પ્રતિલેખના પ્રમાણથી ઓછી નહીં કે પ્રમાણથી વધુ નહીં તેમજ શાસ્ત્રોક્ત વિધિથી અવિપરીત હોય (૨) ઓછી નહિ, પ્રમાણથી વધારે નહિ પરંતુ વિપરીત હોય (૩) જે પ્રમાણમાં ઓછી નહીં પણ પ્રમાણમાં વધુ હોય અને અવિપરીત હોય (૪) જે ઓછી ન હોય પણ વધુ હોય અને વિપરીત હોય (૫) જે ઓછી હોય, અધિક ન હોય, અવિપરીત હોય (૬) જે ઓછી હોય, અધિક ન હોય પરંતુ અવિપરીત હોય (૭) જે ઓછી હોય, અધિક હોય પરંતુ અવિપરીત હોય (૮) જે ઓછી હોય, અધિક હોય અને વિપરીત પણ હોય. આ આઠ વિકલ્પોમાં પ્રથમ વિકલ્પ શુદ્ધ છે, શેષ ૭ વિકલ્પો અશુદ્ધ છે. પ્રતિલેખન કરતાં આરાધક-વિરાધક – જે ક્રિયા થઈ રહી હોય તેમાં જ ઉપયોગ રાખવો તે જિનેશ્વરની આજ્ઞાની આરાધના છે. પ્રતિલેખન કરનાર મુનિ પ્રતિલેખન કરતાં-કરતાં પરસ્પર વાર્તાલાપ, વાંચના, પૃચ્છના આદિ કરે, અન્યને પચ્ચકખાણ આપે, ઉપલક્ષણથી અન્ય કોઈપણ પ્રવૃત્તિ કરે, તો તેનો ઉપયોગ પ્રતિલેખન વિધિમાં રહેતો નથી અને જીવદયાના હેતુમાં વિક્ષેપ થાય છે. તેથી તે મુનિ જિનેશ્વરની આજ્ઞાના વિરાધક થાય અને જીવદયાની ક્રિયામાં પ્રમાદ ભાવ હોવાથી છકાય જીવોના પણ વિરાધક થાય છે. ઉપયોગ- પૂર્વક પ્રતિલેખન કરનાર આશાના આરાધક થાય અને તે મુનિનો ઉપયોગ જીવદયામાં પૂર્ણપણે હોવાથી તે છકાય જીવોના પણ આરાધક થાય છે. આહાર ગ્રહણ-ત્યાગના કારણો - 20 तइयाए पोरिसीए, भत्तं पाणं गवेसए ।
छह अण्णयरागम्मि, कारणम्मि समुट्ठिए ॥ શબ્દાર્થ - Vછાયરામિ = કોઈ એક વાર = કારણ સમુશ્કેિપ = ઉત્પન્ન થવાથી બત્ત પ = આહાર-પાણીની વેલણ = ગવેષણા કરે. ભાવાર્થ:- સાધુ આ(પછીની ગાથામાં કહેલા) છ કારણોમાંથી કોઈ એક કારણ ઉપસ્થિત થાય, ત્યારે ત્રીજા પ્રહરમાં આહાર-પાણીની ગવેષણા કરે.
वेयण वेयावच्चे, ईरियट्ठाए य संजमट्ठाए ।
तह पाणवत्तियाए, छट्ठ पुण धम्मचिंताए ॥ શબ્દાર્થ :- ખ = ક્ષુધા વેદનાની શાંતિ માટે વાવષ્ય = સેવા કરવાને માટે વિકાપ = ઈર્યાસમિતિના પાલન માટે સંગમકા = સંયમ પાળવા માટે પાર્વત્તિયાણ = દશ પ્રાણોની રક્ષા માટે અર્થાત્ જીવન નિર્વાહ માટે છઠ્ઠું = છઠું અ વતાર = શાસ્ત્રના પઠન-પાઠન આદિ ધર્મ ચિંતનને માટે સાધુ આહાર-પાણીની ગવેષણા કરે. ભાવાર્થ:- (૧) ક્ષુધા(ભૂખ) વેદનાની શાંતિ માટે (૨) વૈયાવૃત્ય માટે (૩) ઈર્યાસમિતિના પાલન માટે (૪) સંયમ પાલન માટે (૫) પ્રાણોની રક્ષા માટે, જીવન નિર્વાહ માટે અને (૬) ધર્મ-ચિંતન માટે આહારપાણીની (સાધુ)ગવેષણા કરે. 8 णिग्गंथो धिइमंतो, णिग्गंथी वि ण करिज्ज छहिं चेव ।
ठाणेहिं उ इमेहिं, अणइक्कमणाइ से होइ ॥