________________
સમાચારી
માસમાં ચાર પાદ પ્રમાણ છાયા થાય છે અને તે જ વસ્તુની બમણી છાયા કહેવાય છે. ત્યાર પછી ક્રમશઃ છાયામાં હાનિ થતાં ચૈત્રમાસમાં ત્રણ પાદ પ્રમાણ અને પુનઃ અષાઢ માસમાં બે પાદ પ્રમાણે છાયા થાય ત્યારે પ્રથમ પોરસી થાય છે. આ રીતે દિવસના કાલમાન અનુસાર પોરસીનું કાલમાન નિશ્ચિત થાય છે.
ઉક્ત સિદ્ધાંતાનુસાર પોતાના વેંતથી છાયાનું માપ કરવું હોય તોપણ કરી શકાય છે. અષાઢ માસમાં પોતાની એક વેંતની છાયા એક વેંત પ્રમાણ થાય, ત્યારે પ્રથમ પોરસીનો કાલ થાય છે. ત્યાર પછી તેમાં દર સાત દિવસે અર્ધ અંગુલની વૃદ્ધિ થાય, એક પખવાડિયે એક અંગુલ અને એક માસમાં બે અંગુલની વૃદ્ધિ થાય, તેથી શ્રાવણ માસમાં એક વેંતની છાયા – એક વેંત અને બે અંગુલ થાય; ભાદરવા માસમાં એક વેંતની છાયા – એક વેંત અને ચાર અંશુલ થાય ત્યારે પ્રથમ પોરસી થાય છે. આ રીતે બારે માસની પોરસીનું કાલમાન વેંતની છાયાના આધારે પણ જાણી શકાય છે. આ સિદ્ધાંતાનુસાર કોઈપણ લાંબી વસ્તુથી છાયાનું માપ કરવું હોય તો કરી શકાય છે. તેમાં તે વસ્તુની લંબાઈના ૨૪મા ભાગ પ્રમાણ માપને અંગુલના સ્થાને સમજીને બારે માસનું ગણિત કરી લેવું જોઈએ.
પોણી પોરસીનું કાલમાન :- ગાથા ૧૬માં પાત્ર પ્રતિલેખનના કાલરૂપ પોણી પોરસીનું કાલમાન નિશ્ચિત કર્યું છે.
સાધુ દિવસના પ્રથમ પ્રહરના પ્રારંભના ચોથા ભાગમાં મુખવસ્ત્રિકા વગેરે ઉપકરણોની પ્રતિલેખના કરે છે. ત્યારપછી સ્વાધ્યાય કરે અને તે પ્રથમ પ્રહરના અંતે એટલે તેના ચોથા ભાગમાં પાત્ર પ્રતિલેખન કરે છે. તેમાં જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં પોરસી છાયાનું જે માપ કહ્યું છે તેમાં છ અંગુલ ઉમેરવાથી તે—તે માસમાં પ્રથમ પ્રહરની પોણી પોરસી થાય છે અર્થાત્ તે પોરસીના ત્રણ ભાગ વ્યતીત થાય અને ચોથો ભાગ શેષ રહે છે, યથા– જેઠ માસમાં પોરસી છાયા બે પાદ ચાર અંગુલ છે. તેમાં છ અંગુલ ઉમેરતાં બે પાદ દશ અંશુલ પ્રમાણ છાયા થાય, ત્યારે પ્રથમ પ્રહરની પોણી પોરસી થાય છે અર્થાત્ પોરસીનો ચોથો ભાગ શેષ રહે છે, ત્યારે પાત્ર પ્રતિલેખનનો સમય થાય છે. તે જ રીતે ભાદરવો, આસો, કારતક તે ત્રણ માસમાં પોરસી છાયામાં આઠ અંશુલ ઉમેરતાં; માગસર, પોષ અને મહા માસમાં દશ અંશુલ ઉમેરતાં અને ફાગણ, ચૈત્ર અને વૈશાખ માસમાં આઠ અંગુલ ઉમેરતાં પ્રથમ પ્રહરની પોણી પોરસી થાય છે. પાત્ર પ્રતિલેખનનો આ સમય ત્રીજા પ્રહરની ગોચરી પરંપરાની અપેક્ષાએ છે. કયારેક કારણવશાત્ પ્રથમ પ્રહરમાં ગોચરી જવાનું હોય તો ત્યારે જ આવશ્યક પાત્રનું પ્રતિલેખન ગોચરી જતાં પહેલાં કરી લેવું જોઈએ. પોરસી અને પોણી પોરસીના શાન માટે છાયાનું પરિમાણ – - [૧૨ અંગૂલ = ૧ પાદ, પ
પીરુષી છાયા પ્રમાણ
પોણીપોરુષી છાયા
પાદ
૨
માસ
અષાઢ પૂર્ણિમા
૨.
શ્રાવણ પૂર્ણિમા
૩.
ભાદ્રપદ પૂર્ણિમા
૪. આસો પૂર્ણિમા ૫. કારતક પૂર્ણિમા
૧.
પાદ
૨
૨
ર
૩
અંગુલ
૪
८
૪
વૃદ્વિ અંગુલ
+ $
+9
+૮
+૮
+6
=
109
=
=
૨
૩
૩
૪
અંગુથ
S
૧૦
૪
८