________________
[ ૧૦૬]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
1 जेट्ठामूले आसाढसावणे, छहिं अंगुलेहिं पडिलेहा ।
अट्ठहिं बीयतियम्मि, तइए दस अट्ठहिं चउत्थे ॥ શબ્દાર્થ - નેફામૂર્ત = જેઠ આહાવો = અષાઢ અને શ્રાવણ માસમાં પોરસીનું પરિમાણ કહ્યું છે છદં= છ અાર્દિ = અંગુલ ભેળવવાથી પડિક્લેરા = પ્રતિલેખનાનો સમય થાય છે નીતિષ્યિ = બીજા ત્રિકમાં(ભાદરવો, આસો, કાર્તિક)ના પોરિસી પરિમાણમાં પ્રકુટિં= આઠ અંગુલ ભેળવવાથી તફા વલ = ત્રીજા ત્રિકમાં(માગસર-પોષ-મહા માસમાં) ૧૦-૧૦ અંગુલ ભેળવવાથી વાળે = ચોથા ત્રિકમાં(ફાગણ-ચૈત્ર-વૈશાખ માસમાં) અg = આઠ અંગુલ ભેળવવાથી પ્રતિલેખનાનો સમય થાય છે. ભાવાર્થ:- જેઠ, અષાઢ અને શ્રાવણ આ પહેલા ત્રણ માસમાં છ અંગુલ; ભાદરવો, આસો, કારતક આ ત્રણ માસમાં આઠ અંગુલ; માગસર, પોષ અને મહા આ ત્રણ માસમાં દસ અંગુલ અને ફાગણ, ચૈત્ર, વૈશાખ આ ચોથા ત્રણ માસમાં પ્રથમ પોરસીના પરિમાણમાં આઠ અંગુલની વૃદ્ધિ કરવાથી પાત્ર પ્રતિલેખનનો સમય થાય છે.(પોણી પૌરુષી કાળ આવે છે). વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં પોરસીનું કાલમાન, ઘટતી તિથિ અને પોણી પોરસીના કાલમાનનું નિરૂપણ છે. પ્રાચીન કાળમાં પડછાયાની લંબાઈને માપીને તેના આધારે પોરસીનો સમય જાણવામાં આવતો હતો.
લિ – પ્રહર. પુરુષની છાયા કે પડછાયા પરથી જે કાલમાન નિશ્ચિત્ત થાય તેને પોરસી અથવા પ્રહર કહે છે. તે દિવસના ચોથા ભાગ પ્રમાણ હોય છે. એક દિવસની ચાર પોરસી અને એક રાત્રિની ચાર પોરસી હોય છે. તેથી આઠ પોરસીનો(પ્રહરનો) એક અહોરાત્ર થાય છે. પોરસીન કાલમાન :- દક્ષિણાયનના પ્રથમ દિવસે ઘૂંટણ પ્રમાણ પગની છાયા, પગના માપથી બે પગ પ્રમાણ થાય છે. તે દિવસે કોઈ પણ વસ્તુની છાયા તે વસ્તુ જેવડી જ હોય છે. ત્યાર પછી તે છાયા પ્રતિદિન વૃદ્ધિ પામે છે. પ્રસ્તુતમાં પોતાના ઘૂંટણ સુધીના પગની અપેક્ષાએ કથન છે, તે પ્રમાણે ક્રમશઃ સાત દિવસે એક અંગુલની, એક પખવાડિયે બે અંગુલની અને એક માસમાં ચાર અંગુલની વૃદ્ધિ થાય છે. આ રીતે વધતાં-વધતાં ઉત્તરાયણના પ્રથમ દિવસે તે ઘૂંટણ પ્રમાણ પગની છાયા બમણી અર્થાત્ ચાર પગ પ્રમાણ થઈ જાય છે. તેમજ કોઈ પણ વસ્તુની છાયા તે વસ્તુથી બમણી થાય છે. ત્યારપછી પુનઃ તેમાં તે જ ક્રમથી હાનિ થાય છે. આ રીતે છાયામાં હાનિ વૃદ્ધિ થાય છે તેના આધારે પોરસીના કાલમાનમાં પણ હાનિ વૃદ્ધિ થાય છે. દક્ષિણાયનમાં દિવસ ક્રમશઃ ઘટતો જાય છે તેથી પોરસીનું કાલમાન પણ ઘટે છે અને ઉત્તરાયણમાં દિવસ ક્રમશઃ વધતો જાય છે તેથી પોરસીનું કાલમાન પણ ક્રમશઃ વધે છે. આસાદે મારે કુપયા...:- અષાઢ માસમાં બે પાદ પ્રમાણ છાયા થાય ત્યારે એક પોરસી થાય છે. કોઈ પુરુષ ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભો રહે, તો તે પુરુષના ઢીંચણ સુધીના પગની છાયા બે પાદ પ્રમાણ થાય ત્યારે પ્રથમ પોરસી પૂર્ણ થાય છે. અહીં ૧૨ અંગુલ = ૧ પાદ છે. તેથી બે પાદ = ૨૪ અંગુલ થાય છે.ઢીંચણ સુધીનો પગ પણ ૨૪ અંગુલ પ્રમાણ હોય છે. આ રીતે આષાઢ માસમાં દક્ષિણાયનના પ્રથમ દિવસે વસ્તુ જેવડી જ તેની છાયા થાય, ત્યારે પ્રથમ પોરસી થાય છે. ત્યાર પછી ક્રમશઃ વધતાં શ્રાવણ માસમાં બે પાદ અને ચાર અંગુલ, ભાદરવા માસમાં બે પાદ આઠ અંગુલ, આસો માસમાં પૂર્ણ ત્રણ પાદ પ્રમાણ છાયા થાય ત્યારે પોરસી થાય છે. આ રીતે ક્રમશઃ ત્રણ મહિને એક પાદની વૃદ્ધિ થતાં પોષ