________________
સમાચારી
૧૦૩
ભાવાર્થ
સૂર્યોદય પછી દિવસના પ્રથમ પ્રહરના ચોથા ભાગમાં ભંડોપકરણોનું પ્રતિલેખન કરે, ત્યાર પછી ગુરુને વંદના કરીને, બે હાથ જોડીને પૂછે કે આ સમયે મારે શું કરવું જોઈએ ? હે ભંતે ! આપની ઇચ્છા પ્રમાણે મને વૈયાવચ્ચ કે સ્વાધ્યાયમાં નિયુક્ત કરો. ॥ ૮–૯ ॥
वेयावच्चे णिउत्तेणं, कायव्वमगिलायओ ।
१०
सज्झाए वा णिउत्तेणं, सव्वदुक्ख विमोक्खणे ॥
શબ્દાર્થ:- વેયાવન્તે = વૈયાવૃત્યમાં બિઝજ્ઞેળ = નિયુક્ત થયેલા સાધુએ અભિવાયો = ગ્લાનિ વિના વાયવ્યું – વૈયાવચ્ચ કરવી જોઈએ સન્નાQ = સ્વાધ્યાયમાં સવ્વતુવશ્વ-વિમોવળે - સમસ્ત દુઃખોથી મુક્ત કરાવનાર સ્વાધ્યાયમાં દત્તચિત્ત થઈ લાગી જાય.
=
ભાવાર્થ :- વૈયાવૃત્ય(સેવા)માં નિયુક્ત થયેલા સાધક ગ્લાનિરહિત અર્થાત્ પ્રસન્નતાપૂર્વક વૈયાવૃત્ય કરે, અથવા સર્વ દુઃખોથી વિમુક્ત કરાવનાર સ્વાધ્યાયમાં નિયુક્ત કરાયેલો સાધક ભાવપૂર્વક પ્રસન્નચિત્તે સ્વાધ્યાય કરે. दिवसस्स चउरो भागे, भिक्खू कुज्जा वियक्खणो । तओ उत्तरगुणे कुज्जा, दिणभागेसु चउसु वि ॥
११
=
શબ્દાર્થ:- વિયવન્ધળો – વિચક્ષણ મિલ્લૂ = સાધુ વિવજ્ઞ = દિવસના પો = ચાર માળે = ભાગ ખ્ખા = કરે તો = ત્યાર પછી વિખભાળેલું પડતુ વિ – દિવસના ચાર ભાગોમાં ઉત્તરભુને = ઉત્તર ગુણોનું પાલન કરે.
ભાવાર્થ :- વિચક્ષણ સાધુ દિવસના ચાર વિભાગ કરીને પછી દિવસના તે ચાર ભાગોમાં(નિમ્નોક્ત) ઉત્તરગુણોની આરાધના કરે.
१२
पढमं पोरिसी सज्झायं, बीयं झाणं झियायइ । तइयाए भिक्खायरियं, पुणो चउत्थीइ सज्झायं ॥
-
શબ્દાર્થ:- પમ = પ્રથમ પોરિસી = પ્રહરમાં સાયં = સ્વાધ્યાય કરે વીય = બીજા પ્રહરમાં જ્ઞાળ = ધ્યાન શિયાવહ્ = કરે તાણ્ = ત્રીજા પ્રહરમાં મિવવારિય = ભિક્ષાચર્યા કરે અને વલ્ભીરૂ - ચોથા પ્રહરમાં પુણો = પુનઃ સપ્તાય = સ્વાધ્યાય કરે.
=
ભાવાર્થ:- મુનિ દિવસના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે, બીજા પ્રહરમાં સૂત્રાર્થ ચિંતવનારૂપ ધ્યાન કરે, ત્રીજા પ્રહરમાં ભિક્ષાચર્યા કરે અને ચોથા પ્રહરમાં ફરીથી સ્વાધ્યાય કરે.
વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં વિનય પ્રતિપત્તિ સાથે સાધુના દિનકૃત્યોનું ક્રમિક નિરૂપણ છે. પુષ્વિામિ વડ ભાર્ :– એક દિવસના ચોથા ભાગને એક પ્રહર કહે છે, તેમાંથી પ્રથમ પ્રહરના પ્રથમ ચતુર્થભાગના પ્રારંભમાં એટલે સૂર્યોદય થતાં સાધુ પોતાના ભંડોપકરણોનું, વસ્ત્રાદિનું સૂક્ષ્મ દૃષ્ટિએ જીવદયાની ભાવનાથી નિરીક્ષણ, પ્રતિલેખન કરે.
पढमं पोरसी सज्झायं::- સામાન્ય રીતે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાયનું વિધાન છે, તેમ છતાં ગુરુકુલવાસી