________________
[ ૧૦૨ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
કરાવાતું નથી, તેણે ઈચ્છાકાર સમાચારીનો પ્રયોગ કરવો જોઈએ અર્થાત્ એમ કહેવું જોઈએ કે આપની ઈચ્છા હોય તો મારું કાર્ય આપ કરો. તેમજ આપની ઇચ્છા અને અનુકૂળતા હોય તો મને સૂત્રની વાંચના કરાવો વગેરે નમ્ર ભાવે વિનંતી કરવી, તે ઇચ્છાકાર સમાચારી છે. આ સમાચારના પાલનથી સહવર્તી શ્રમણોનો પરસ્પર પ્રેમ અને સંગઠન વધે છે. () મિથ્યાકાર :- સંયમ પાલન કરતાં સાધુથી કોઈ વિપરીત આચરણ થઈ જાય તો તરત જ તે દુષ્કૃત્ય માટે પશ્ચાત્તાપપૂર્વક “મિચ્છામિ દુક્કડ' કરવું, તેને મિથ્યાકાર સમાચારી કહે છે. આ પ્રકારનું આચરણ સાધકોને સૂક્ષ્મદોષો પ્રતિ પણ સાવધાન કરે છે. (૮) તથાકાર :- ગુરુ વગેરે જ્યારે શાસ્ત્ર-વાચના આપે, સમાચારી સંબંધી આદેશ કે ઉપદેશ કરે, પ્રશ્નનો ઉત્તર સમજાવે, કોઈપણ વાત કહે ત્યારે “આપ જે કહો છો તે સત્ય છે,” તે રીતે ગુરુવચનનો
સ્વીકાર કરવો તેમજ તેના માટે આગમિક તત્તિ, શબ્દનું ઉચ્ચારણ કરવું, તે તથાકાર સમાચારી છે. 'હરિ' શબ્દનું ઉચ્ચારણ ગુરુના આદર અને મહિમાનું સૂચક છે. (૯) અભ્યત્થાન :- આચાર્ય, ગુરુ અથવા શ્રમણ વગેરે વિશિષ્ટ માનનીય સાધુઓને આવતા જોઈને પોતાના આસનેથી ઊભા થવું, સામે જઈ સત્કાર કરવો, “આવો પધારો” એમ બોલી સ્વાગત કરવું, તે અભ્યત્થાન સમાચારી છે. આ રીતનો વ્યવહાર શિષ્યની ગુરુ ભક્તિને પ્રગટ કરે છે. (૧) ઉપસમ્મદા :- ગુરુ આજ્ઞાથી અન્ય શ્રમણના સાંનિધ્યમાં રહી વિચરણ કરવું તેમજ શાસ્ત્ર અધ્યયન માટે ઉપાધ્યાય આદિના સાંનિધ્યમાં રહેવું, તે ઉપસંપદા સમાચારી છે. સંક્ષેપમાં ગુરુ આજ્ઞાથી ગચ્છના કોઈપણ શ્રમણ સાથે રહેવું અને વિશેષ પરિસ્થિતિમાં ગુરુ આજ્ઞાથી અન્ય ગચ્છના શ્રમણ સાથે રહેવું, તે પણ ઉપસંપદા છે અર્થાત્ ગુરુની સંપદા(સાંનિધ્ય) સિવાય અન્યની સંપદા(સાંનિધ્ય) સ્વીકારવી તે ઉપસંપદા કહેવાય છે.
આ રીતે દશે ય સમાચારી સાધુ જીવનના સમગ્ર વ્યવહારને તેમજ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને જાળવી રાખે છે. સાધુની દિનચર્યા - 7 पुव्विल्लम्मि चउब्भाए, आइच्चम्मि समुट्ठिए ।
भंडयं पडिलेहित्ता, वंदित्ता य तओ गुरुं ॥ पुच्छिज्ज पंजलिउडो, किं कायव्वं मए इह ।
इच्छं णिओइउं भंते, वेयावच्चे व सज्झाए । શબ્દાર્થ - અશ્વમ = સૂર્યના સમુદિ = ઉદય થયા પછી પુષ્યિન્ત = પ્રથમ પ્રહરના વડમાણ = ચોથા ભાગમાં મંડયું = ભંડોપકરણની પડિદિરા = પ્રતિલેખના કરે તો = ત્યાર પછી પુરું = ગુરુ મહારાજને વંદિત્તા = વંદન કરીને પરિકો = હાથ જોડીને પુછન્ન = પૂછે કે મતે = હે ભગવન્! રૂદ = આ સમયે મા = મારે ફ્રિ = શું વાયબ્ધ = કરવું જોઈએ સાપ = સ્વાધ્યાય વેવિશ્વે = વૈયાવત્ય, આ બેમાંથી કયા કાર્યમાં જોડ઼વું = આપ મને નિયુક્ત કરવા ઇચ્છો છો? કયા કાર્યમાં જોડો છો? $ = આપની ઇચ્છા પ્રમાણે આજ્ઞા કરો.