________________
સમાચારી
૧૦૧
=
ભાવાર્થ :- (૧) ઉપાશ્રયમાંથી બહાર જતાં આવસ્ત્રહી શબ્દનું ઉચ્ચારણ કરવું. (૨) ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં નિસ્સીહી શબ્દનું ઉચ્ચારણ કરવું, (૩) પોતાનું કાર્ય કરવા માટે ગુરુને પૂછવું. (૪) પોતાના કાર્ય માટે જતાં અન્ય મુનિ કોઈ કાર્ય કહી દે તો તેના માટે ગુરુને પુનઃ પૂછવું. (૫) સહવર્તી શ્રમણોને આહારાદિ પદાર્થો માટે આમંત્રિત કરવા. (૬) પોતાનું કામ બીજા પાસેથી કરાવવામાં તેમની ઇચ્છા પ્રમાણે નમ્ર નિવેદન કરવું. (૭) દોષની નિવૃત્તિ માટે આત્મનિંદા કરવી, તેનું મિચ્છામિ દુક્કડં, કહેવું. (૮) ગુરુજનોના આદેશ, ઉપદેશ રૂપ વચનોને તદ્દત્તિ, ‘સત્યવચન’ કહી સ્વીકારવા; (૯) ગુરુજનોના સત્કાર સન્માન માટે આસનેથી ઊભા થવું; બાલ, ગ્લાનાદિ શ્રમણોની સેવા માટે તત્પર રહેવું (૧૦) આચાર્યાદિ દ્વારા નિર્દિષ્ટ શ્રમણ કે ઉપાધ્યાયના સાંનિધ્યમાં રહેવું. આ પ્રમાણે દવિધ સમાચારી જિનેશ્વરોએ પ્રરૂપિત કરી છે.
વિવેચનઃ
|| 6–5–h ||
પ્રસ્તુત ગાથાઓમાં દશ સમાચારીના પ્રયોગનું સ્પષ્ટીકરણ છે.
(૧) આવશ્યકી :– કોઈપણ આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી બહાર જવું પડે ત્યારે ગુરુજનોને તેનું સૂચન કરવું જરૂરી છે. ‘હું અમુક કાર્ય માટે બહાર જાઉં છું, તે સૂચિત કરવા ‘આવસહિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું, તેને આવશ્યકી સમાચારી કહે છે.
(૨) નૈષધિકી :– કાર્ય પૂર્ણ કરી ઉપાશ્રયમાં પાછા ફરતી વખતે ગુરુને સૂચન કરવું કે આપની આજ્ઞાનુસાર કાર્ય પૂર્ણ કરીને હું પાછો આવી ગયો છું. તે સૂચિત કરવા ‘નિસ્સીહિ—નિસ્સીહિ’ શબ્દનું ઉચ્ચારણ કરવું, તેને નૈષેધિકી સમાચારી કહે છે.
આ બંને સમાચારીઓ, સાધકોને આવશ્યક કાર્ય વિના ઉપાશ્રયની બહાર જવું નહીં, તેવું સૂચન કરી પોતાની જવાબદારી સમજાવે છે.
(૩) આપૃચ્છના :– (૧) કોઈપણ કાર્ય કે પ્રવૃત્તિ કરતાં પહેલાં ગુરુદેવને પૂછવું કે આપની આજ્ઞા હોય તો હું આ કાર્ય કરું ? (૨) હું આ કાર્ય કરું કે નહિં ? આ રીતે પૂછવું, તે પૃચ્છના સમાચારી છે.
=
(૪) પ્રતિપૃચ્છના ગુરુને પૂછીને પોતાના કાર્ય અર્થે બહાર જતાં અન્ય સાધુ કોઈ કાર્ય સોંપે, તો તે સંબંધમાં ગુરુને પુનઃ પૂછવું આવશ્યક છે. જેમ કે આપની આજ્ઞા હોય તો હું અમુક સાધુનું અમુક કાર્ય, મારા કાર્ય સાથે કરું ? આ પ્રકારે પૂછવું, તે પ્રતિપૃચ્છના સમાચારી છે.
આ બંને સમાચારીથી સાધકનો વિનયગુણ પુષ્ટ થાય છે અને સ્વછંદનો નિરોધ થાય છે. (૫) છંદના ઃ– પોતાને પ્રાપ્ત થયેલા આહાર આદિ માટે બીજા સાધુઓને નિમંત્રણ કરવું કે ‘હું આ આહાર લાવ્યો છું, તેમાંથી જો આપ અલ્પ પણ ગ્રહણ કરશો તો હું ધન્ય બની જઈશ.’ આ રીતે અન્યને નિમંત્રણ આપવું તે છંદના સમાચારી છે.
છંદના સમાચારીના આચરણથી સાધકની સ્વાર્થવૃત્તિ છૂટી જાય અને સહવર્તી સાધુઓ પ્રતિ ઉદારતાનો ભાવ કેળવાય છે.
(૬) ઈચ્છાકાર ઃ– જો આપની ઈચ્છા હોય અથવા આપ ઈચ્છો તો હું અમુક કાર્ય કરું ? આ પ્રમાણે પૂછવું, 'ઈચ્છાકાર' છે. સાધુ કોઈ કાર્ય પોતાનાથી મોટા કે નાના સાધુ પાસે કરાવવા ઈચ્છે તો પરાણે