________________
[ ૧૦૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શિષ્ય પ્રતિલેખન કર્યા પછી ગુરુ સમક્ષ ઉપસ્થિત થઈ પૂછે કે હવે હું શું કરું? કોઈ વૃદ્ધ, તપસ્વી કે બીમાર સાધુને વૈયાવચ્ચની આવશ્યકતા હોય તો વૈયાવચ્ચ કરું, અન્યથા સ્વાધ્યાય કરું ગુરુ સર્વ પરિસ્થિતિનો વિચાર કરીને શિષ્યને વૈયાવચ્ચ અથવા સ્વાધ્યાયની આજ્ઞા આપે છે. જો સાધુને વૈયાવચ્ચની આજ્ઞા આપે, તો અગ્લાન ભાવે એટલે પ્રસન્નતાપૂર્વક સેવા કરે અને સ્વાધ્યાયની આજ્ઞા આપે તો સ્વાધ્યાયમાં એકાગ્ર બની જાય.
સૂત્રોક્ત કથનથી સ્પષ્ટ થાય છે કે સ્વાધ્યાય કરતાં ય સહવર્તી સાધુઓની સેવાનું મહત્ત્વ વધુ છે. કારણ કે સૂત્રકારે વૈયાવચ્ચને પ્રથમ સ્થાન આપ્યું છે, જો વૈયાવચ્ચનું કાર્ય ન હોય તો સાધુ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરે. સેવા અને સ્વાધ્યાય બંને આત્યંતર તપ છે. તેથી સાધુ ગુરુની આજ્ઞાનુસાર કોઈપણ કાર્ય પ્રસન્નતાપૂર્વક કરે. થીયું ફાળ ફિયાય – બીજા પ્રહરમાં ધ્યાન કરે. આ સુત્રની ટીકામાં કહ્યું છે કે ધ્યાને વેરાર્થ પષીત્વચા અર્થવિષય પર્વ...ા પ્રથમ પ્રહર સુત્ર પોરસી છે અને બીજો પ્રહર અર્થ પોરસી છે. માટે બીજી પોરસીમાં ધ્યાન કરવું અર્થાત્ પ્રથમ પ્રહરમાં જે સૂત્રપાઠની સ્વાધ્યાય કરી હોય તેના અર્થના ચિંતન રૂપે ધ્યાન કરે. તેમજ અધ્યયનશીલ વિદ્યાર્થી મુનિ બીજી પોરસીમાં સૂત્રાર્થ વાચના ગ્રહણ કરે તથા ગ્રહણ કરેલી વાચનાનો પુનઃ પાઠ કરે. તથા મિલિં :- ત્રીજા પ્રહરમાં ભિક્ષાચરી કરે. સામાન્ય રીતે સાધુ એકવાર ભોજન કરે છે. તેના માટે તે ત્રીજા પ્રહરમાં ગોચરીએ જાય, આહાર-પાણી લાવે અને વાપરે, તે સર્વ કાર્ય ત્રીજા પ્રહરમાં પૂર્ણ કરે. આપવાદિક પરિસ્થિતિમાં દિવસના કોઈપણ ભાગમાં સાધુને આહાર-પાણીની આવશ્યકતા હોય, તો ગમે તે સમયે ગુર્વાજ્ઞાપૂર્વક ગોચરીએ જઈ આહાર-પાણી લાવી શકે છે, જેને જાલં સમારેઆ વાક્યથી ક્ષેત્ર, કાળ અનુસાર ગોચરીએ જવાનું વિધાન પણ શાસ્ત્ર દશવૈકાલિક સૂત્રમાં છે. પુણો વડલ્થીફ સાયંઃ- ચોથા પ્રહરમાં પુનઃ સ્વાધ્યાય કરે. ભિક્ષાચરી આદિ કાર્યથી નિવૃત્ત થયા પછી સાધુ પુનઃ સ્વાધ્યાયમાં જ લીન બની જાય.
અહીં ચોથા પ્રહરમાં સ્વાધ્યાયનું સંક્ષિપ્ત કથન છે પરંતુ ચોથા પ્રહરમાં પ્રતિલેખન, વૈયાવૃત્ય, ગોચરી આદિ અત્યાવશ્યક કાર્યો હોય તો તે કરી લેવા જોઈએ. નિયમો:- અગ્લાન ભાવે. આ શબ્દ વૈયાવચ્ચ સાથે પ્રયુક્ત થાય ત્યારે તેનો અર્થ અગ્લાનભાવે અર્થાત્ પોતાના શારીરિક શ્રમ આદિનો વિચાર કર્યા વિના, અન્યને શાતા ઉપજાવવાની નિષ્કામ ભાવનાથી પ્રસન્નતા પૂર્વક સેવા કરે. વૈયાવચ્ચ કરતાં જરાય ખેદિત ન થાય, કષ્ટાનુભવ ન કરે.
જિનાઓ શબ્દ સ્વાધ્યાય સાથે પ્રયુક્ત થાય ત્યારે તેનો અર્થ અગ્લાન ભાવે અર્થાતુ સ્વાધ્યાયના થતાં લાભને સમજીને, થાક્યા વિના, ઉત્સાહપૂર્વક સ્વાધ્યાયમાં તલ્લીન થઈ જાય. તો ૩ત્તર ગુજ્ઞા – ઉત્તર ગુણોની આરાધના કરે. પંચમહાવ્રતનું પાલન કરવું તે મૂળગુણની આરાધના છે, સમિતિ-ગુપ્તિ આદિ પ્રવૃત્તિઓ પણ મૂળગુણરૂપ છે. તે સિવાય સ્વાધ્યાય, ધ્યાન, તપ, વૈયાવચ્ચ અને વિવિધ ત્યાગ-પ્રત્યાખ્યાન, અભિગ્રહ આદિ અનુષ્ઠાનો ઉત્તરગુણની આરાધના છે. સાધુ દિવસના ચારે પ્રહરમાં આવશ્યક કર્તવ્યોથી અવશેષ સમયમાં શાસ્ત્રની આજ્ઞાનુસાર સ્વાધ્યાય આદિ આચરણ કરીને ઉત્તરગુણોને પુષ્ટ બનાવે છે.
ઉપરોક્ત વર્ણનમાં વિહાર કે નિહારની ક્રિયાનું કથન નથી. ગ્રામનુગ્રામ વિહાર કરવો, તે સંયમી