________________
[ ૮૪]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
9s ને સંસ્થા સમુહતું, પરમખાણમેવ યા
ण ते तुम वियाणासि, अह जाणासि तो भण ॥ શબ્દાર્થ - = જે પરમMળનેવ = પોતાના અને બીજાના આત્માને સમુદ્ધનું ઉદ્ધાર કરવામાં સમન્થા = સમર્થ છે તે = તેને પણ તુમ = તમે જ વિયાણસિ= નથી જાણતા કદ = જો(તમે) આ બધીવાતોને નાણાલિ = જાણો છો તો તો પણ = કહો, બતાવો. ભાવાર્થ - પોતાનો અને બીજાનો ઉદ્ધાર કરવામાં જે સમર્થ હોય છે, તેને પણ તમે જાણતા નથી. જો જાણતા હો તો મને કહો. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં જયઘોષ મુનિના ધર્મોપદેશનું પ્રયોજન અને નિષ્કામ કરુણાનું નિરૂપણ છે.
જૈન મુનિ આહાર-પાણી માટે, પોતાના જીવન નિર્વાહ માટે તેમજ પોતાની અનુકૂળતા પ્રાપ્ત કરવા ધર્મોપદેશ આપતા નથી પરંતુ જગજીવોને સંસારની અસારતાનું દર્શન કરાવી, કર્મબંધનથી મુક્ત કરવા માટે ધર્મોપદેશ આપે છે. વિજયઘોષ બ્રાહ્મણે ભિક્ષાનો નિષેધ કરીને ઘોર અપમાન કર્યું, તેમ છતાં તેને સન્માર્ગનું દર્શન કરાવવા, મિથ્યા માન્યતાથી મુક્ત કરવા માટે કરુણા બુદ્ધિથી જયઘોષમુનિએ પ્રશ્નો પૂછ્યા કે તમારી માન્યતા અનુસાર વેદના પારગામી શ્રેષ્ઠ યાજ્ઞિકોને ભોજન આપવું તે જ લાભદાયક છે પરંતુ તમે વેદ, યજ્ઞ, નક્ષત્ર કે ધર્મમાં કોની મુખ્યતા છે, તેનું રહસ્ય શું છે, તે શું તમે જાણો છો? તે ઉપરાંત સ્વપરનું કલ્યાણ કરવામાં કોણ સમર્થ છે, શું તેનું તમોને જ્ઞાન છે? જો જ્ઞાન હોય તો તે દરેક પ્રશ્નના ઉત્તર આપો.
આ રીતે જયઘોષ મુનિએ પ્રશ્ન અને પ્રતિપ્રશ્નના માધ્યમથી સત્ય તત્ત્વને પ્રગટ કરવાનું પ્રયોજન ઊભુ કર્યું. વિનોઉખાણ – (૧) કર્મબંધનથી મુક્તિ પ્રાપ્ત કરાવવા માટે (૨) અજ્ઞાન અને મિથ્યાત્વથી મુક્ત કરાવવા માટે. મુદ્દે – તેના વિવિધ અર્થો છે– (૧) મુખ (૨) મુખ્ય(પ્રધાન) (૩) ઉપાય. તે પ્રધાન અથવા મુખ્ય અર્થનો સૂચક છે. (૪) મુખ = રહસ્ય. પ્રસ્તુતમાં મુખ શબ્દનો પ્રયોગ રહસ્ય અને પ્રધાન અર્થમાં થયો છે. વિજયઘોષની જિજ્ઞાસાઓનું મુનિ દ્વારા સમાધાન - एक तस्सक्खेव पमोक्खं च, अचयंतो तहिं दिओ।
सपरिसो पंजली होउ, पुच्छइ तं महामुर्णि ॥ શબ્દાર્થ - ત હેવ પનોd = મુનિના આક્ષેપપૂર્વકના પ્રશ્નનો ઉત્તર દેવામાં અત્યંત = અસમર્થકો = દ્વિજ (વિજયઘોષ) તહિં - તે યજ્ઞશાળામાં સરિસો પરિષદ સાથે બીજા બ્રાહ્મણોની સાથે જ હોવું = હાથ જોડીને તે = તે મહામુળ = મહામુનિને પુછ = પૂછવા લાગ્યા. ભાવાર્થ - તેમના આક્ષેપોનો, પ્રશ્નોનો ઉત્તર આપવામાં અસમર્થ બ્રાહ્મણે (વિજયઘોષે) સમગ્ર પરિષદ સહિત બે હાથ જોડીને મહામુનિને પૂછ્યું