________________
પ્રવચનમાતા
86
સમિતિમાં સમ્યક્ પ્રવૃત્તિનું નિરૂપણ છે અને ગુપ્તિમાં સર્વ અશુભ પ્રવૃત્તિઓથી નિવૃત્તિનું નિરૂપણ છે. સમિતિમાં સંયમ પ્રવૃત્તિઓનું વિધાન છે અને ગુપ્તિમાં મન, વચન, કાયાની સર્વ અશુભ(આરંભયુક્ત) પ્રવૃત્તિઓનો નિરોધ કરવા રૂપ નિષેધ છે. શુભ અને અશુભ બંને પ્રકારના યોગોનો સંપૂર્ણ નિરોધ તો તેરમા ગુણસ્થાનના અંત સમયે થાય છે. પરંતુ સાધક તે લક્ષે જે જે પુરુષાર્થ કરે અને ક્રમશઃ યૌગિક પ્રવૃત્તિને ઘટાડતાં-ઘટાડતાં યોગોની સ્થિરતાને પ્રાપ્ત કરે તે સર્વ ગુપ્તિની સાધના છે.
જ્યાં સુધી આયુષ્ય કર્મની સ્થિતિ હોય ત્યાં સુધી જીવન વ્યવહાર માટે યૌગિક પ્રવૃત્તિ અનિવાર્ય બની જાય છે. સાધક અનિવાર્ય યૌગિક પ્રવૃત્તિઓ અત્યંત યતનાપૂર્વક, ગુપ્તિના લક્ષે કરે તો તે સમિતિ છે. આ રીતે સમિતિ અને ગુપ્તિ એક સિક્કાની બે બાજુ જેવા છે.
વ્યુત્સર્ગતપ, ગુપ્તિ અને સમિતિમાં તફાવત ઃ– યોગોનો સંપૂર્ણ ત્યાગ, તે વ્યુત્સર્ગ તપ સાધના છે, તેની પરાકાષ્ટા શૈલેશી અવસ્થામાં થાય છે. ગુપ્તિ તેની પૂર્વ કક્ષાની સાધના છે. તેમાં અશુભયોગના ત્યાગની પ્રધાનતા છે અને સમિતિમાં સંયમ સંબંધીના આવશ્યક કાર્યોને સમ્યક્ રીતે કરવાની મુખ્યતા હોય છે.
સંક્ષેપમાં સમિતિ તે વિધિરૂપ છે અને ગુપ્તિ નિષેધરૂપ છે. સમિતિ જીવનમાં આવશ્યક સમ્યક્ આચરણોનું વિધાન કરે છે અને ગુપ્તિ સર્વ અસમ્યક્ યોગો અને આચરણોનો નિષેધ કરે છે. સમિતિ અને ગુપ્તિના સુયોગ્ય સમન્વયથી જ ચારિત્રની આરાધના ગતિમાન થાય છે.
ઉપસંહારઃ
२७
एसा पवयणमाया, जे सम्मं आयरे मुणी ।
=
सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ:- ને - જે મુળી = મુનિ સા = આ પવયળમાયા = આઠ પ્રવચન માતાઓનું સમ્મ સમ્યક્ પ્રકારે આવરે = આચરણ કરે છે તો = તે પહિ = પંડિત સાધુ સવ્વસંસાRT = સંસારનાં સમસ્ત બંધનોથી વિધ્વં = શીઘ્ર વિમુખ્વ ્ = મુક્ત થાય છે ત્તિ જેમિ = એમ હું કહું છું. ભાવાર્થ :- જે પંડિત મુનિ આ સમિતિ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાનું સમ્યક્ પ્રકારે આચરણ કરે છે, તે શીઘ્ર સંસારનાં સમસ્ત બંધનોથી મુક્ત થઈ જાય છે.
વિવેચનઃ
=
પ્રસ્તુત ગાથા આ અધ્યયનના ઉપસંહાર રૂપ છે. તેમાં સમિતિ-ગુપ્તિના પાલનનું અંતિમ પરિણામ પ્રદર્શિત કર્યું છે.
દ્વાદશાંગરૂપ જિન પ્રવચનનું લક્ષ્ય કર્મમલથી મુક્ત થઈ, સિદ્ધ દશા પ્રાપ્ત કરવાનું છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તે લક્ષ્ય સિદ્ધ કરવામાં સહાયક બને છે. આ અધ્યયનમાં કથિત સમિતિ, ગુપ્તિના સ્વરૂપને હૃદયંગમ કરી સમ્યક્ પ્રકારે પાલન કરનાર સાધક જન્મ-મરણ રૂપ સંસારથી મુક્ત થઈ જાય છે.
॥ ચોવીસમું અધ્યયન સંપૂર્ણ ॥