________________
૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પચ્ચીસમું અધ્યયન : : : : ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨
પરિચય 8 9 8
આ અધ્યયનનો મુખ્ય વિષય યજ્ઞ સંબંધી હોવાથી તેનું નામ યજ્ઞીય ગઈડ્રન્ન છે. ભગવાન મહાવીરના યુગમાં હિંસાપ્રધાન અને લૌકિક કામનામૂલક અથવા સ્વર્ગાદિ કામનાઓથી પ્રેરિત યજ્ઞોની પરંપરા પ્રચલિત હતી. યજ્ઞના મુખ્ય સંચાલક યાજ્ઞિકો વેદોના પારગામી બ્રાહ્મણો હતા. યજ્ઞાદિ બ્રાહ્મણ સંસ્કૃતિના પ્રતિનિધિ બ્રાહાણ અને શ્રમણ સંસ્કૃતિના પ્રતિનિધિ શ્રમણ કહેવાતા હતા. તે સમયે બ્રાહ્મણ સંસ્કૃતિ કર્મકાંડ ઉપર ભાર આપતી હતી અને શ્રમણ સંસ્કૃતિ સમ્યગુજ્ઞાન, દર્શન, તપ, ત્યાગ, સંયમ વગેરે અનુષ્ઠાનોને મુખ્યતા આપતી હતી. શ્રમણોનાં જ્ઞાન-દર્શન-ચારિત્રના કારણે શ્રમણ સંસ્કૃતિનો પ્રભાવ સાધારણ જનસમાજ ઉપર સીધો પડતો હતો. પ્રસ્તુત અધ્યયનમાં બે ભાઈઓના કથાનકના માધ્યમથી શ્રમણ સંસ્કૃતિથી પ્રભાવિત થયેલી બ્રાહ્મણ સંસ્કૃતિનું અને ત્યારપછી શ્રમણ પરંપરાનું વિસ્તૃત વર્ણન છે. વાણારસી(બનારસ) નગરીમાં જયઘોષ અને વિજયઘોષ નામના સગા બે ભાઈઓ રહેતા હતા. બંને કાશ્યપ ગોત્રીય બ્રાહ્મણ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા. તેઓ પોતાના સિદ્ધાંત-વેદ અને વેદાંતના જાણકાર હતા. એક દિવસ જયઘોષ ગંગા નદીમાં સ્નાન કરવા ગયો. ત્યાં તેમણે એક દશ્ય જોયું– એક દેડકાને સર્ષે પકડ્યો છે, તે તેને ખાઈ રહ્યો છે. સર્પને એક મોર પકડ્યો છે, તે સાપને ખાઈ રહ્યો છે, અડધો ગળી ગયો છે; આ સ્થિતિમાં સાપ દેડકાને અને મયૂર સર્પને છોડતા નથી. ત્યાં એક શિકારીએ મોરને મારવા બાણ ઉપાડ્યું(તાક્યું). તે જ સમયે એક સિંહ પાણી પીવા ત્યાં આવ્યો. તેણે શિકારીને જોયો અને તરાપ મારી. આ દશ્ય જોઈને જયઘોષ ઊંડા વિચારમાં પડી ગયો. આ સંસારમાં તો “મસ્ય ગલાગલ ન્યાય” (મોટો નાનાને ગળે) ચાલી રહ્યો છે. સબળ વ્યક્તિ નિર્બળને મારવા ઇચ્છે છે. પરંતુ કાળ ક્યારે તે પ્રાણીને પોતાનો કોળિયો બનાવી લેશે તેની પ્રાણીને ખબર નથી. પરિણામે જયઘોષને સંસારની અસારતાનો અનુભવ થયો, તેનું હૃદય કંપી ઊઠ્યું. તે જ સમયે તેને એક જૈનમુનિનો સમાગમ થયો. મુનિનો ઉપદેશ સાંભળી જયઘોષને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેણે પાંચ મહાવ્રત ધારણ કરી જૈન દીક્ષા અંગીકાર કરી લીધી. ત્યાર પછી તે તપ સંયમમાં પુરુષાર્થ કરવા લાગ્યા. વિચરતાં-વિચરતાં એક દિવસ તે બનારસ પધાર્યા. તેને માસખમણની તપશ્ચર્યા હતી અને તે સમયે તેનો નાનોભાઈ વિજયઘોષ તે જ નગરીમાં યજ્ઞ કરી રહ્યો હતો. તેને ઉપદેશ આપવા તેઓ પારણાના દિવસે યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યાં તે બંનેની વચ્ચે તાત્ત્વિક પ્રશ્નોત્તર થયા. જયઘોષમુનિએ યજ્ઞાયાગાદિ બાહ્ય ક્રિયાકાંડની ગૌણતા દર્શાવીને ભાવયજ્ઞની સાર્થકતા સમજાવી.