________________
[
૭૬ |
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ -ને ઊભા રહેવા માંગણીયો = બેસવામાં રેવ = અને તુટ્ટો = સૂવામાં તાદેવ = તથા ૩જય = ઊંચી ભૂમિ તથા ખાડા વગેરેને ઓળંગવામાં પciા = વારંવાર ઓળંગવામાં તથા સીધા ચાલવામાં ય = અને ફંડિયા = ઇન્દ્રિયોની ગુન = શબ્દાદિ વિષયોની પ્રવૃત્તિ કરવામાં. ભાવાર્થ:- ઊભા રહેવામાં, બેસવામાં, સુવામાં, ખાડા વગેરે ઓળંગવામાં, વારંવાર ખાડા વગેરે ઓળંગવામાં અથવા પાંચ ઇન્દ્રિયોના પ્રવર્તનમાં કાયગુપ્તિ રાખવી. का सरंभ समारंभे, आरंभे य तहेव य ।
कायं पवत्तमाणं तु, णियत्तेज्ज जय जई ॥ ભાવાર્થ:- કાયગુપ્તિની સાધના માટે યતનાવાન મુનિ સરંભમાં, સમારંભમાં અને આરંભમાં પ્રવૃત્ત થતી કાયાનું યતનાપૂર્વક નિવર્તન કરવું, તેને કાયગુપ્તિ કહે છે. વિવેચન -
પ્રસ્તુત ગાથાઓમાં કાયગુપ્તિનું સ્વરૂપ અને કાયગુપ્તિની સાધનાની પદ્ધતિનું દર્શન કરાવ્યું છે. કાયમુહિ- હલનચલન આદિ કાયાથી થતી અયતનાની પ્રત્યેક પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવું તેમજ કાયિક પ્રવૃત્તિનો સર્વથા નિરોધ કરવાનો અભ્યાસ કરવો તે કાયગુપ્તિ છે. સૂત્રકારે મનગુપ્તિ અને વચનગુપ્તિના ચાર ભેદની જેમ કાયગુપ્તિના કોઈ ભેદ કર્યા નથી. સરંક-સીએ – કાયગુપ્તિની સાધના માટે કાયા દ્વારા થતી ત્રણ પ્રકારની પાપકારી પ્રવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ.
(૧) સંરંભ– હિંસાની પ્રવૃત્તિ માટે કાયાથી તત્પર થવું. (૨) સમારંભ– સાધન ઉપાડવા આદિ હિંસાની પૂર્વ ભૂમિકા તૈયાર કરવી. (૩) આરંભ– હિંસાકારી પ્રવૃત્તિ કરવી.
આ ત્રણે પ્રકારની કાયિક પાપપ્રવૃત્તિઓનો યતનાપૂર્વક(વિવેકપૂર્વક) નિગ્રહ કરવો અને સર્વ અયતનાની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો, તે કાયગુપ્તિની સાધના છે. તેમજ કાયાની પ્રવૃત્તિને ઘટાડવી, તે પણ કાયગુપ્તિ છે. સમિતિ અને ગુપ્તિમાં ભેદઃ
एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे ।
गुत्ती णियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो ॥ શબ્દાર્થ -પયાગો = આ ઉપર્યુક્ત પવ= પાંચ સમો = સમિતિઓ વરસ્ય = ચારિત્રની પવર = પ્રવૃત્તિઓને માટે પુરા = કહી છે ય = અને મુત્તી= ગુપ્તિઓ અનુમન્વેસુ = અશુભ કાર્યથી સબૂનો સર્વથા ળિયત્તને = નિવૃત્તિ માટે કહી છે. ભાવાર્થ:- આ પાંચ સમિતિઓ ચારિત્રની પ્રવૃત્તિ માટે છે અને ત્રણ ગુપ્તિઓ અશુભ વિષયોમાંથી સર્વથા નિવૃત્તિ માટે કહી છે. વિવેચન :
પ્રસ્તુત ગાથામાં સમિતિ અને ગુપ્તિના તફાવતનું સ્પષ્ટીકરણ છે.