________________
પ્રવચનમાતા
૭૫ ]
થવા ન દેવી અને કયારેક કોઈ નિમિત્તથી મન આવા પાપકારી વિચારોમાં પ્રવૃત્ત થઈ જાય, તો તેને બિયત્તેઝ જય = યતનાપૂર્વક અર્થાત્ જ્ઞાન અને વિવેકપૂર્વક પાછું વાળવું, તે જ મનગુપ્તિની સાધના છે. વચનગુપ્તિ :5 સવા તહેવ મોસા ય, સંક્વામોસા તદેવ યા
चउत्थी असच्चमोसा य, वयगुत्ती चउव्विहा ॥ ભાવાર્થ:- વચનગુપ્તિના ચાર પ્રકાર– સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા છે. આ ચારે ય પ્રકારના વચન પ્રયોગને રોકવા, તે ચાર પ્રકારની વચનગુપ્તિ છે.
સરંક સામે, આમે ય તદેવ .
वयं पवत्तमाणं तु, णियत्तेज्ज जयं जई ॥ ભાવાર્થ:- વચન ગુપ્તિની સાધના માટે યતનાવાનું મુનિએ સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થતાં પૂર્વોક્ત ચારે ય પ્રકારના વચનોનો વિવેકપૂર્વક નિરોધ કરવો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં વચનગુપ્તિનું સ્વરૂપ, તેના ભેદ અને તેની સાધના પદ્ધતિનું પ્રતિપાદન છે. વચનગતિ–પાપકારી વચનપ્રયોગને રોકવા અને નિરવ વચનો બોલવા તેમજ શુભાશુભ બંને પ્રકારના વચનનો વિરોધ કરી મૌન ધારણ કરવું, તે વચનગુપ્તિ છે. સવા તહેવ મોસા .. – મનગુપ્તિની જેમ વચનના ચાર ભેદના આધારે વચનગુપ્તિના પણ ચાર પ્રકાર છે. ભાષાના ચાર પ્રકાર આ પ્રમાણે છે– સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર. તે ચારે પ્રકારની ભાષાનો વિવેકપૂર્વક નિગ્રહ કરવો, તેવા વચનોનો પ્રયોગ કરતા આત્માને રોકવો, તે વચન ગુપ્તિ છે. સરંભ સમાર.... -વચનગુપ્તિની સાધના માટે વચન દ્વારા થતી ત્રણ પ્રકારની પાપકારી વિચારણાનો નિરોધ કરવો જોઈએ- (૧) સરંભ- હિંસાકારી સંકલ્પને વચન દ્વારા પ્રગટ કરવો. (૨) સમારંભહિંસાકારી શસ્ત્રોને ગ્રહણ કરવા, કરાવવા માટે વચન પ્રયોગ કરવો કે આદેશ આપવો. (૩) આર– હિંસાકારી આદેશ કરવો કે કોઈને પ્રેરણા આપવી. યથા– યુદ્ધ કરો. આ જ રીતે બીજાનો નાશ કરવા, મંત્ર જાપના સંકલ્પને બોલીને પ્રગટ કરવો; જાપની તૈયારી માટે આદેશ-વચન બોલવા અને જાપ કરવા, કરાવવા રૂપ વચન પ્રયોગ; આ ત્રણે પ્રવૃત્તિ ક્રમશઃ વચનથી સંરંભ, સમારંભ અને આરંભ રૂપ થાય છે.
આ રીતે વચન સંબંધી સંરંભ, સમારંભ અને આરંભના સ્વરૂપને જાણીને, તેવા વચન પ્રયોગ કરવા નહીં અને તેવા વચન પ્રયોગ થઈ જાય, તો યતનાપૂર્વક તેનાથી નિવૃત્ત થઈ જવું, જ્ઞાન અને વિવેકપૂર્વક તેવા વચન પ્રયોગથી આત્માને પાછો વાળવો. તેવા વચનપ્રયોગના કારણભૂત આવેગને શાંત કરવો, તે વચન ગુપ્તિની સાધના છે. સંક્ષેપમાં આ ત્રણે ય પ્રકારનાં વચનો ન બોલવા અને મૌન રાખવું, તે વચનગુપ્તિ છે. કાયમુતિ:
ठाणे णिसीयणे चेव, तहेव य तुयट्टणे । उल्लंघणे पल्लंघणे, इंदियाण य जुजणे ॥
२४