________________
[ ૭૪ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શબ્દાર્થ -પોઆ પં= પાંચ મિશ= સમિતિઓ સનીલેખ = સંક્ષેપથી વિદિ = કહી છેપત્તો હવેત્યાર પછી તોત્રણપુરીગોગુપ્તિઓનું ગળુપુત્રો અનુક્રમથી વોછામિ વર્ણન કરીશ. ભાવાર્થ:- આ પાંચ સમિતિઓ સંક્ષેપમાં કહી છે. હવે પછી ત્રણ ગુપ્તિઓનું અનુક્રમે વર્ણન કરીશ. મનગુતિઃ२० सच्चा तहेव मोसा य, सच्चामोसा तहेव य ।
चउत्थी असच्चमोसा य, मणगुत्ती चउव्विहा ॥ શબ્દાર્થ – સા = સત્ય ય = અને મોલ = મૃષા, અસત્ય તદેવ = તથા સવાલ = સત્ય મૃષા, મિશ્ર તદેવ ય = અને વહેલ્થી = ચોથી સમોસા = અસત્ય અમૃષા, વ્યવહાર મળી = મનોગુપ્તિ વધ્વદા = ચાર પ્રકારની કહી છે. ભાવાર્થ :- મનોતિના ચાર પ્રકાર છે– સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર. આ ચારે ય પ્રકારના મનોવ્યાપારને યથાશક્ય રોકવો, તે ચાર પ્રકારની ગુપ્તિ છે. २१ सरंभ समारंभे, आरंभे य तहेव य ।
मण पवत्तमाण तु, णियत्तेज्ज जय जई ॥ શબ્દાર્થ -રમ = માનસિક હિંસાનો સંકલ્પ સમારંભ સંકલ્પિત હિંસા માટે મનમાં જ શસ્ત્ર-સાધન ગ્રહણ કરવા તદેવ ચ = અને બારમે = મનથી હિંસાની પ્રવૃત્તિને કાર્યાન્વિત કરવી પવરમણ = પ્રવૃત્તિ કરતાં, પ્રવૃત્ત થતાં મા = મનને ગ = સાધુ નયે = યત્નાપૂર્વક ચિત્તેજ = હટાવી લે. ભાવાર્થ - મન ગુપ્તિની સાધના માટે મુનિઓએ સંરંભ, સમારંભ અને આરંભ, આ ત્રણમાં પ્રવૃત્ત થતાં મનનો યતનાપૂર્વક નિરોધ(નિગ્રહ) કરવો. વિવેચન : -
પ્રસ્તુત ગાથાઓમાં મનગુપ્તિનું સ્વરૂપ, તેના ભેદ અને તેની સાધનાની પદ્ધતિ પ્રદર્શિત કરી છે. મનગુપ્તિ- મનના શુભ અને અશુભ વિચારોને રોકવા અને તેને શુભમાં પરિણમિત કરવા તેમજ સર્વ સંકલ્પ વિકલ્પોને રોકવા, નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ માટે અભ્યાસ કરવો તે મનગુપ્તિ છે. સન્થ તદેવ મોસા..:- સૂત્રકારે મનના ચાર ભેદના આધારે મનગુપ્તિના ચાર ભેદ કર્યા છે. મનના ચાર ભેદ આ પ્રમાણે છે– સત્યમન, અસત્યમન, મિશ્રમન અને વ્યવહાર મન. આ ચારે પ્રકારના મનની વિચારણાનો વિવેકપૂર્વક નિરોધ કરવો, તે મનપ્તિ છે. (૧) સત્યમનનો નિરોધ કરવો, તે સત્યમનગુપ્તિ છે. (૨) અસત્યમનનો નિરોધ કરવો, તે અસત્યમનગુપ્તિ છે. (૩) મિશ્રમનનો નિરોધ કરવો, તે મિશ્રમનગતિ છે. (૪) વ્યવહાર મનનો વિરોધ કરવો, તે વ્યવહાર મનગુતિ છે. સંરંભ સમારંભે... - મનગુપ્તિની સાધના કરવા માટે મન દ્વારા થતી ત્રણ પ્રકારની પાપકારી વિચારણાનો નિરોધ કરવા પુરુષાર્થ કરવો જોઈએ- (૧) સરંભ– હિંસાકારી કાર્યનો મનમાં સંકલ્પ કરવો (૨) સમારંભ– સંકલ્પિત હિંસા માટે આવશ્યક શસ્ત્રાદિનું મનથી જ ગ્રહણ કરવું (૩) આરંભમનથી જ હિંસાનો પ્રારંભ કરી દેવો. યથા– પ્રસન્નચંદ્રરાજર્ષિ. આ ત્રણે પ્રકારની પાપકારી વિચારણા