________________
| પ્રવચનમાતા
[ ૭૩ ]
ધર્મ પ્રત્યે ધૃણા થવાની સંભાવના રહે છે. (૨) પરસ અgવધા:- અનુપઘાત-જે ભૂમિમાં પરઠવાથી અન્ય કોઈ પણ જીવોને, આસપાસમાં રહેનારા ગૃહસ્થોને, કોઈ પણ પ્રકારે દુઃખ થાય, દુર્ગધ વગેરેથી અણગમો થાય, ક્લેશ થાય, ધર્મની નિંદા થાય, ગૃહસ્થો પરવાનો નિષેધ કરે તો તેનું સ્થાન ઉપઘાતયુક્ત કહેવાય છે. શ્રમણોએ તેવા સ્થાનમાં પરઠવું જોઈએ નહીં પરંતુ સર્વ પ્રકારના ઉપઘાતથી રહિત સ્થાનમાં પરઠવું જોઈએ. (૩) સને - સમતલ ભૂમિ. પરઠવા યોગ્ય ભૂમિ સમતલ હોવી જરૂરી છે. જો તે ભૂમિ ખાડા-ટેકરાવાળી કે ઢાળવાળી હોય, તો તેમાં પરઠેલા પદાર્થો ખાડામાં ભરાઈ જતાં અને ઢાળવાળા સ્થાનમાંથી પરઠેલા પદાર્થનો રેલો ઘણો દૂર સુધી જાવતાં, જીવ હિંસાની સંભાવના રહે છે. (૪) કરિ - પોલાણરહિત. પોલાણવાળી ભૂમિનું પ્રતિલેખન યથાર્થ રીતે થતું નથી. તેથી ત્યાં પરઠવામાં જીવહિંસાની સંભાવના હોય છે. (૫) વિરામિડ- થોડા સમય પહેલાં જ નિર્જીવ થયેલી ભૂમિ. લાહકના સ્વપછાત નિર્વતિ, રિવાજતે દિ પુનઃ સમૂઈચૈવ પૃથ્વીવાયાલયઃ | અગ્નિ આદિથી અલ્પ સમય પૂર્વે જ અચિત્ત થયેલી ભૂમિ પરઠવા યોગ્ય છે. જો તે ભૂમિ ચિરકાલ પહેલાં અચિત્ત થયેલી હોય, તો તે પુનઃ પૃથ્વીકાયાદિ જીવોની ઉત્પત્તિથી સચિત્ત બની જાય, તેવી સંભાવના રહે છે. તેથી સૂત્રકારે
વિરાર...શબ્દ પ્રયોગ કર્યો છે. () વિUિM :- વિસ્તીર્ણ ભૂમિ. પરઠવા યોગ્ય ભુમિ ઓછામાં ઓછી એક હાથ પ્રમાણ પહોળી હોવી જરૂરી છે. અત્યંત સાંકડી ભૂમિમાં પરઠવાથી તેમાં સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ થઈ શકે છે. (૭) નૂરમો દે:- નીચે ચાર અંગુલ પ્રમાણ અચિત્ત થયેલી ભૂમિ. વિસ્તીર્ણ ભૂમિમાં પરઠેલા પદાર્થો ભૂમિમાં જો નીચે ઉતરે તો થોડે સુધી નીચે ઉતરે. નીચેની ચાર અંગુલ પ્રમાણ અચિત્ત ભૂમિ હોય, તો જીવ વિરાધના થતી નથી. (૮) સU:- ગામ, ઉધાન વગેરેથી નજીક ન હોય તેવી ભૂમિ. ગામ, ઉદ્યાન વગેરે જનસમૂહના આવાગમનના સ્થાનમાં પરઠવાથી ધર્મની હિલના થાય છે. તેમજ ક્યારેક જીવવિરાધના પણ થાય છે. (૯) બિનવનિ :- બિલ, દર રહિત ભૂમિ. જ્યાં કીડી, મકોડાના દર હોય, તે ઉપરાંત અન્ય ક્ષુદ્ર જંતુઓને રહેવાના સ્થાન હોય તે સ્થાનમાં પરઠવાથી જીવહિંસા થાય કે આત્મ વિરાધના થાય છે. (૧) તHપણ વીયરદિપ - ત્રસ પ્રાણી અને બીજ રહિત ભૂમિ. તેવી ભૂમિમાં પરઠવાથી જ જીવદયાનું લક્ષ્ય સિદ્ધ થાય છે. અહીં “બીજ’ના ઉપલક્ષણથી સર્વ સ્થાવર જીવોનું ગ્રહણ થઈ જાય છે.
આ રીતે પરઠવા કે ત્યાગ કરવા યોગ્ય પદાર્થોનો ત્યાગ કરવો, તે પણ સાધુ જીવનની એક મહત્ત્વની ક્રિયા છે. અયોગ્ય સ્થાને પરડવાથી જીવવિરાધના, સંયમવિરાધના, ગંદકી, રોગ ઉપદ્રવ, ધર્મની હિલના વગેરે અનેક દોષોની સંભાવના છે. તેથી સૂત્રોક્ત દશ બોલ યુક્ત ભૂમિમાં ઉપયોગપૂર્વક પરઠવાની ક્રિયા કરવી જોઈએ. સુત્રકારે પરઠવાની ક્રિયા માટે પણ આટલી સાવધાની રાખવાનું સુચન કરીને જૈન દર્શનના સામાજિક, વૈજ્ઞાનિક અને ધાર્મિક દૃષ્ટિકોણનો અદ્ભુત સમન્વય કર્યો છે. સમિતિઓનો ઉપસંહાર અને ગુપ્તિઓનો પ્રારંભ - १० एयाओ पंच समिईओ, समासेण वियाहिया ।
एत्तो य तओ गुत्तीओ, वोच्छामि अणुपुव्वसो ॥