SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨ ભાવાર્થ :- પરિષ્ઠાપન સમિતિવાન સાધુ મળ, મૂત્ર, કફ, નાકનો મેલ, શરીરનો મેલ, ત્યાજ્ય આહાર, ઉપકરણ, મૃતદેહ તેમજ બીજી કોઈ ત્યાજ્ય વસ્તુનો વિવેકપૂર્વક નિર્જીવ ભૂમિમાં ત્યાગ કરે. अणावायमसंलोए, अणावाए चेव होइ संलोए । आवायमसंलोए, आवाए चेव संलोए ॥ १६ શબ્દાર્થ:- અળાવાયમલતોદ્ = જ્યાં કોઈ આવતું-જતું ન હોય અને જોતું પણ ન હોય ચેવ = અને અળાવાર્ સંતોશ્= જ્યાં કોઈ આવતાં જતાં ન હોય પણ દૂરથી જોતાં હોય આવાયમસંતોણ્ = જ્યાં લોકો આવતાં જતાં હોય પણ જોતાં ન હોય આવાર્ સંતોય્ = જ્યાં કોઈ આવતાં જતાં હોય અને જોતાં પણ હોય. ભાવાર્થ:- (૧) જ્યાં લોકોનું આવાગમન ન હોય અને દૂરથી કોઈ જોતાં પણ ન હોય (૨) લોકોનું આવાગમન ન હોય પણ દૂરથી કોઈ જોતાં હોય (૩) લોકોનું આવાગમન હોય પણ કોઈ જોતાં ન હોય (૪) લોકોનું આવાગમન હોય અને તેઓ જોતાં પણ હોય. આમ સ્થંડિલભૂમિ ચાર પ્રકારની હોય છે. १७ अणावायमसंलोए, परस्सणुवघाइए । समे अझुसिरे यावि, अचिर कालकयम्मि य ॥ वित्थिणे दूरमोगाढे, णासण्णे बिल वज्जिए । तसपाण बीयरहिए, उच्चाराईणि वोसिरे ॥ १८ શબ્દાર્થ :- પર્ક્ષ્ણ = બીજા લોકોને અનુવદ્યાર્ - અનુપઘાત– દુઃખકારી ન હોય, આપત્તિજનક ન હોય સમે = ઊંચી-નીચી ભૂમિ ન હોય(સમતલ ભૂમિ હોય) અન્રુસિત્તે = પોલાણ ન હોય, ઘાસ-પાંદડા વગેરેથી ઢંકાયેલી ન હોય, સ્વચ્છ(સાફ) જમીન હોય યાવિ = અને અવિાલ-યમ્મિ - જે ભૂમિ દાહ(અગ્નિ) વગેરેથી થોડા સમય પૂર્વે અચિત્ત થઈ હોય વિસ્થિળે = વિશાળ ભૂમિ હોય અથવા ઓછામાં ઓછી એક હાથ લાંબી-પહોળી હોય દૂરમોહે = જ્યાં ઓછામાં ઓછી ચાર અંગુલ નીચે જમીન અચિત્ત હોય ૫ આલળે. - જ્યાં ગામ, બગીચો વગેરે નજીક ન હોય બિલવષ્મિણ્ = જ્યાં ઉંદર વગેરેનાં દર ન હોય તલપાપ વીયહિ =જ્યાં બેઇન્દ્રિયાદિત્રસ જીવ તથા બીજ આદિન હોય જ્વારાષિ - મળ-મૂત્ર વગેરેનો વોસિરે = ત્યાગ કરે. = ભાવાર્થ :- જે ભૂમિ (૧) લોકોના આવાગમન રહિત હોય અને કોઈ જોતાં ન હોય (૨) પરોપઘાતથી રહિત હોય અર્થાત્ અન્ય લોકોને દુઃખ જનક ન હોય (૩) સમતળ હોય (૪) પોલી ન હોય (૫) તેમજ થોડા સમય પહેલાં(દાહ વગેરેથી)અચિત્ત બની ગઈ હોય (૬) વિસ્તૃત હોય (૭) ઘણે નીચે(ચાર આંગુલ) સુધી અચિત્ત હોય (૮) ગામ, બગીચા આદિ વસ્તીની નજીક ન હોય (૯) બિલ(દર) રહિત હોય (૧૦) ત્રસ પ્રાણીઓ અને બીજ વગેરેથી રહિત હોય; તેવી ભૂમિમાં મળ-મૂત્ર વગેરેનો ત્યાગ કરવો જોઈએ. ॥ ૧૭–૧૮।। વિવેચન : પ્રસ્તુત ગાથાઓમાં પરિષ્ઠાપના સમિતિનું વિસ્તૃત વિવેચન છે. તેની શુદ્ધિ માટે આ ગાથાઓમાં દશ બોલનું કથન છે. *= (૧) ગળાવાયમસંતોણ્ ઃ– અનાપાત અસંલોક = જ્યાં લોકોનું આવાગમન ન હોય અને દૂરથી કોઈ જોતાં પણ ન હોય તેવી ભૂમિમાં પરઠવું જોઈએ. લોકોના આવાગમનવાળા સ્થાનમાં પરઠવાથી લોકોને
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy