________________
[
૬૮
]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
તપુરા = ઈર્ષા સમિતિને મુખ્ય(પ્રધાન) માનીને સાધુ ૩વસરે = ઉપયોગપૂર્વક રિવં રિપ = ઈર્ષા સમિતિથી ચાલે. ભાવાર્થ- સાધુ પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે અનાસક્ત થઈને, પાંચ પ્રકારના સ્વાધ્યાયને છોડીને, માત્ર ગમન ક્રિયામાં જ તન્મય થઈને, તેને જ મહત્ત્વ આપી ઉપયોગપૂર્વક ચાલે. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં ચાર પ્રકારની પરિદ્ધિ દ્વારા ઈર્ષા સમિતિનું નિરૂપણ છે– (૧) આલંબનસાધુનું લક્ષ્ય આત્મભાવમાં સ્થિત થવાનું જ હોય છે. તે કાયિક પ્રવૃત્તિ કરે તોપણ જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉદ્દેશથી જ કરે. જ્ઞાન, દર્શન કે ચારિત્રના પ્રયોજન વિના ગમનાગમન આદિ પ્રવૃત્તિ ન કરે. (૨) કાલ– સાધુ સૂર્યોદયથી સૂર્યાસ્ત પર્યત અર્થાત્ દિવસ હોય ત્યાં સુધી જ ગમનાગમન કરે છે. રાત્રે ગમનાગમન કરવાથી જીવોની દયા પાળી શકાતી નથી. શારીરિક કારણે રાત્રે ગમનાગમન કરવું પડે તો રજોહરણ દ્વારા ભૂમિનું પ્રમાર્જન કરીને ચાલે. (૩) માર્ગ– મુનિ ઉન્માર્ગે ન ચાલે, કારણ કે ઉન્માર્ગે ચાલવાથી આત્મવિરાધના વગેરે દોષોનો સંભવ છે. તેથી સંયમ જીવનની મર્યાદાઓ જળવાઈ રહે તેવા નિર્દોષ અને નિર્વધ માર્ગે જ ગમન કરે. (૪) યતના- જીવોની દયા પાળવા માટે યતનાપૂર્વક ગમન કરે. યતનાના ચાર પ્રકાર છે– દ્રવ્યથી છકાય જીવોને જોઈને ચાલવું. ક્ષેત્રથી- યુગમાત્ર(ઘુસરપ્રમાણ) એટલે સાડા ત્રણ હાથ ભૂમિ જોઈને ચાલવું. કાલથી– દિવસે જોઈને અને રાત્રે પોંજીને ચાલવું. ભાવથી ઉપયોગપૂર્વક એકાગ્રચિત્તે ચાલવું. પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં કે શબ્દ, રૂપ આદિ ઇન્દ્રિય વિષયોમાં ચિત્ત ન રાખવું. નમિત્ત હેર :- ક્ષેત્રથી યુગ માત્ર ભૂમિનું અવલોકન કરતાં ચાલે. યુગનો અર્થ છે ગાડાનો આગળનો ભાગ, બળદને જોતરવાનું ધોંસરુ. તે આગળથી સંકીર્ણ અને પાછળથી વિસ્તૃત હોય છે. તે પ્રમાણે સાધુની દષ્ટિ ક્ષેત્ર હોવું જોઈએ. યુગ–ધોંસરુ લગભગ સાડા ત્રણ હાથ લાંબુ હોય છે. મુનિ પણ સાડા ત્રણ હાથ ભૂમિ જોઈને ચાલે. વિશેષતઃ ચાર હાથ સુધી આગળ જોઈને ચાલે તો પણ તે યુગ માત્ર જ કહેવાય. ફવિત્યે વિવાTI :- મુનિ ગમનાગમન કરતાં પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોમાં આકર્ષિત થાય નહીં, તેમજ વાચના, પૃચ્છના, પરિપટ્ટણા, ધર્મકથા અને અનુપ્રેક્ષા, તે પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરે નહીં. આ રીતે પ+૫ = દશ બોલનો ત્યાગ કરે. જોકે સ્વાધ્યાય તે ઉત્તમ ક્રિયા છે, તેમ છતાં ગમનાગમન સમયે જો સ્વાધ્યાયમાં ઉપયોગ જોડે તો ચાલવાની ક્રિયામાં ઉપયોગ બરોબર ન રહે. તેથી ગમનાગમન સમયે સ્વાધ્યાયનો ત્યાગ કરવો આવશ્યક છે. ૩વરે વુિં gિ - ઉપયોગપૂર્વક ચાલે. ચાલવું તે કાયાની પ્રવૃત્તિ છે. ચાલવાના સમયે મુનિ ઉપયોગ રાખીને ચાલે. કોઈ પણ યૌગિક પ્રવૃત્તિ જો ઉપયોગપૂર્વક થાય, તો જ તે ક્રિયા સાધનાનું અંગ બની શકે છે. આ રીતે સંયમ જીવનની પ્રત્યેક ક્રિયામાં ઉપયોગ–સાવધાનીની અત્યંત મહત્તા છે.
સંક્ષેપમાં સાધુ શા માટે ગમન કરે? ક્યારે ગમન કરે? કયા ક્ષેત્રમાં ગમન કરે? અને કેવી રીતે ગમન કરે ? આ ચારે ય પ્રશ્નોનું સુંદર સમાધાન આ ગાથાઓમાં થયું છે. ભાષા સમિતિ:० कोहे माणे य मायाए, लोभे य उवउत्तया ।
हासे भए मोहरिए, विगहासु तहेव य ॥