________________
[
]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાધકો માટે કલ્યાણકારિણી હોવાથી જિનેશ્વરોએ તેને શ્રમણોની માતા કહી છે. અષ્ટપ્રવચન માતાનું પાલન કરીને જ તીર્થકરો સર્વજ્ઞ થાય છે અને ત્યાર પછી જ દ્વાદશાંગીનો ઉપદેશ આપે છે. આ રીતે દ્વાદશાંગીનો ઉદ્ભવ અષ્ટ પ્રવચન માતામાંથી જ થાય છે. તેથી તે પ્રવચન માતા કહેવાય છે અને ચતુર્વિધ સંઘ માટે પણ તે માતા સમ આધારભૂત છે. સમિતિ:- તત્ર ૩ નિતિ સભ્ય સર્વવિ૬yવવનાનુલારિતા આભનઃ રૂતિ સમિતિ સવેજ્ઞના પ્રવચન અનુસાર આત્માની સમ્ય(વિવેકપૂર્વકની) પ્રવૃત્તિને સમિતિ કહે છે. તેના પાંચ પ્રકાર છે. (૧) ઈર્ષા સમિતિ- કોઈપણ પ્રાણીને ક્લેશ(દુઃખી ન થાય, તે રીતે સાવધાનીથી વર્તવું, ઊઠવું-બેસવું, ચાલવું. સુવું, જાગવું વગેરે બધી ક્રિયાઓ ઈર્ષા સમિતિની અંતર્ગત છે. જીવહિંસા ન થાય તે રીતે શરીરની ઉક્ત ક્રિયાઓ કરવી તે ઈર્ષા સમિતિ છે. ૨) ભાષા સમિતિ- હિત, મિત, સત્ય અને શંકા વિનાની ભાષા બોલવી, સાવધાનીપૂર્વક ભાષણ-સંભાષણ કરવું. (૩) એષણા સમિતિ-સંયમ યાત્રામાં આવશ્યક ભોજન, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરે નિર્દોષ રીતે ગ્રહણ કરી, સાવધાનીપૂર્વક અનાસક્તભાવે તેનો ઉપભોગ કરવો. (૪) આદાન સમિતિ- વસ્તુમાત્રને યોગ્ય રીતે જોઈને તપાસીને યતનાપૂર્વક લેવી, મૂકવી (૫) ઉત્સર્ગ સમિતિજીવરહિત(અચિત્ત) સ્થાનમાં ઉપયોગપૂર્વક અને નિરીક્ષણ કરીને અનુપયોગી વસ્તુઓનું વિસર્જન કરવું. ગુપ્તિ –ોપન ગુદ્ધિઃ સોનિદ: તર્થવ તિ સમુચ્યતે I આત્મભાવમાં લીન થવું અને પરભાવથી નિવૃત્ત થવું. આત્મ સ્વરૂપમાં રમણતા કરવા માટે યોગનો સમ્યક પ્રકારે નિગ્રહ કરવો તે ગુપ્તિ છે. યોગોનો નિગ્રહ કરવો એટલે અશુભમાં પ્રવૃત્ત થતાં યોગોને અટકાવીને શુભમાં પ્રવૃત્ત કરવા અને તેનાથી આગળ વધીને શુદ્ધ આત્મભાવોના લક્ષે પ્રવર્તાવવા તે ગુપ્તિ છે. મનોગતિઃ - શુભ-અશુભ, સંકલ્પ-વિકલ્પનો ત્યાગ કરવો. આત્મ તત્ત્વનું છદ્રવ્યનું નવ તત્ત્વનું ચિંતન કરવું. વચનગુપ્તિ - વચન બોલવાના પ્રસંગે નિયંત્રણ રાખવું અથવા મૌન ધારણ કરવું. કાયતિ :- કોઈપણ વસ્તુ લેવા-મૂકવામાં, ઊઠવા-બેસવામાં, હાલવા-ચાલવા વગેરે કાર્યમાં વિવેક રાખવો. આ રીતે શારીરિક ક્રિયાઓનું નિયમન કરી સ્થિર થવું પ્રત્યેક ક્રિયામાં જતના રાખવી. સામાયિક આદિ સંવર કરણી, ધર્મધ્યાન, વિવિધ પ્રકારના તપ વગેરે પ્રવૃત્તિ કરવી. શરીરથી થનારી વિરાધનાજનક પ્રવૃત્તિઓ ઘટાડવી. પ્રથમ અક તવો :- આ આઠ સમિતિ છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ શુભ પ્રવૃત્તિરૂપ છે. ગુપ્તિઓ એકાંત નિવૃત્તિરૂપ જ નહિ, પ્રવૃત્તિરૂપ પણ હોય છે. તેથી તેના પ્રવૃત્તિરૂ૫ અંશની પ્રધાનતાથી તેને સમિતિમાં સમાવિષ્ટ કરી છે.
આ આઠ સમિતિઓમાં જિનોક્ત પ્રવચન સમાવિષ્ટ થઈ જાય છે, કારણ કે સમિતિ અને ગુપ્તિ તે બંને ચારિત્રરૂપ છે અને ચારિત્ર જ્ઞાન-દર્શનપૂર્વક જ હોય છે. દ્વાદશાંગી- બાર અંગ સૂત્રોમાં સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્રનો માર્ગ જ પૂર્ણપણે સંકલિત છે, તેથી અષ્ટપ્રવચનમાતામાં સંપૂર્ણ દ્વાદશાંગી અંતર્ભત થઈ જાય છે. સંક્ષેપમાં અષ્ટ પ્રવચનમાતા તે દ્વાદશાંગીનો સાર છે અને બીજી રીતે કહીએ તો દ્વાદશાંગ રૂપ જિન પ્રવચન તે અષ્ટ પ્રવચન માતાનો જ વિસ્તાર છે. ઈર્ષા સમિતિ:
आलंबणेण कालेण, मग्गेण जयणाइ य । चउकारण परिसुद्ध, संजए ईरियं रिए ॥