________________
કેશી-ગૌતમીય
[ ૪૯ ]
४७
लया य इइ का वुत्ता, केसी गोयममब्बवी ।
केसिमेवं बुवंतं तु, गोयमो इणमब्बवी ॥ ભાવાર્થ:- કેશીકુમાર શ્રમણે ગૌતમ સ્વામીને પૂછ્યું કે આપ લતા કોને કહો છો? આ પ્રમાણે પૂછતા કેશીકુમાર શ્રમણને ગૌતમ સ્વામીએ આ પ્રમાણે કહ્યું.
भवतण्हा लया वुत्ता, भीमा भीमफलोदया।
तमुद्धित्तु जहाणाय, विहरामि महामुणी ॥ શબ્દાર્થ:- ભવત = સાંસરિક તૃષ્ણા, ભવતૃષ્ણા તથા = લતા કુત્તા = કહી છે મામા = ભયંકર છે બીમાનોદય = ભયંકર ફળ દેનારી છે ગણાય = શાસ્ત્રોક્ત વિધિ અનુસાર gિ = ઉચ્છેદ કરીને ઉખેડીને વિદાય = વિચરણ કરું છું. ભાવાર્થ:- (ગૌતમ સ્વામી કહે છે) સાંસારિક લાલસાને લતા કહી છે. તે ભયંકર છે અને ભયંકર ફળ દેનારી છે. હે મહામુનિ ! શાસ્ત્રોકત વિધિ અનુસાર તેને ઉખેડીને હું વિચરણ કરું છું. MO साहू गोयम ! पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥ ભાવાર્થ - (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે, આપે મારો આ સંશય દૂર કર્યો છે. હે ગૌતમ! મને બીજો સંશય પણ છે, તે વિષયમાં પણ મને કહો. વિવેચન :
પ્રસ્તુત ગાથાઓમાં પાંચમા પ્રશ્નોત્તરરૂપે ભવતૃષ્ણારૂપ લતા, તેનું વિષફળ અને તે લતાને નિર્મૂળ કરવાની પદ્ધતિનું પ્રતિપાદન છે.
કેશીકુમાર શ્રમણનો પ્રશ્ન છે કે મનુષ્યના અંતરમાં ઉત્પન્ન થયેલી, વિષ સમાન ઝેરી ફળ દેનારી લતાને આપે કઈ રીતે નિર્મૂળ કરી છે? તે લતા કઈ છે? મવતા તથા કુત્તા:- હૃદયમાં ઉત્પન્ન થયેલી ભવતુષ્ણા તે લતા છે. સાંસારિક પદાર્થોની કામના, લાલસાને તૃષ્ણા કહે છે. સૂત્રકારે તૃષ્ણાને લતાની ઉપમા આપી છે. તે લતા ઉપર આવેશ, આવેગ, લોભ વગેરે વિષફળો આવે છે. જેના અંતરમાં તૃષ્ણારૂપી લતા હોય, તે વ્યક્તિ તેના વિષફળના પરિણામે શાંતિ સમાધિ પામી શકતી નથી. તૃષ્ણાથી પીડિત વ્યક્તિ તૃષ્ણાની પૂર્તિ માટે દુષ્કાર્યમાં પણ પ્રવૃત્ત થાય છે. તેથી તે લતા ભયંકર ફળ દેનારી થાય છે. તgિ નહાવું -તે વિષફળ દેનારી ભવતૃષ્ણા રૂપી લતાને જે કોઈ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઉખેડી નાખે છે તે તેના વિષફળથી બચી શકે છે. સંતોષ તે ભવતુષ્ણાનું છેદન કરવા માટેનું અમોઘ શસ્ત્ર છે. (૬) કષાયાગ્નિ અને શ્રુતરૂપ જલ - - संपज्जलिया घोरा, अग्गी चिट्ठइ गोयमा ।
जे डहति सरीरत्था, कह विज्झाविया तुमे ॥