________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૨
કેશીસ્વામીનો પ્રશ્ન છે કે આ સંસારના સર્વ શરીરધારી પ્રાણીઓ સ્નેહબંધનથી બંધાયેલા છે. આપ પણ શરીરધારી હોવા છતાં તે બંધનથી મુક્ત થઈને કઈ રીતે વિચરો છો ? બંધન અને બંધનમુક્તિનો ઉપાય શું છે ?
૪.
पासा भयंकरा ઃ– રાગ-દ્વેષ તેમજ સ્નેહનું બંધન ભયંકર છે. સંસારી પ્રાણીઓ રાગ અને દ્વેષના દ્વંદ્વમાં જ જીવી રહ્યા છે. તેમજ પુત્ર-પરિવાર, સ્વજનાદિના સ્નેહનું બંધન અત્યંત ભયંકર છે.
આધ્યાત્મિક સાધનામાં પ્રવેશ પામેલા સાધકો પણ સ્નેહપાશમાં ફસાઈને પતન પામે છે. આગમમાં તેવા અનેક ઉદાહરણો છે. જેમ કે આર્દ્રકુમારમુનિ, નંદીષેણ મુનિ વગેરે. રાગના સ્થાનરૂપ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આસક્તિનું બંધન રહે છે, તે જ રીતે દ્વેષના સ્થાનરૂપ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે સતત ઘૃણા અને તિરસ્કાર થવાથી તેનું સ્મરણ પણ કર્મબંધ કરાવનાર નીવડે છે. સાધકને પ્રમત્તદશામાં કોઈ પણ નિમિત્તથી ક્ષણે-ક્ષણે રાગ-દ્વેષના ભાવો થયા કરે છે પરંતુ સતત જાગૃતિ રાખતાં રાગ-દ્વેષ આદિ કાષાયિક ભાવોના ઉદયમાં સાવધાન બનીને જ્ઞાતા-દષ્ટા ભાવ કેળવવાનો પુરુષાર્થ કરે તો તે સાધક અપ્રમત્ત- દશાને પ્રાપ્ત કરે છે. તે અવસ્થામાં સાધકને પ્રગટ રૂપે રાગ-દ્વેષ થતા બંધ થઈ જાય છે અને માત્ર ઉદય રૂપ અપ્રગટ કષાય એટલે માત્ર સૂક્ષ્મ કષાય રહે છે. તેનાથી કિંચિત્(નજીવા) કર્મબંધ થાય છે. તે કર્મોથી સંસાર વૃદ્ધિ થતી નથી પરંતુ અલ્પ સમયમાં જ મુક્તિ મેળવી શકાય છે.
હિંદૂ વાયો :– ઉપાયથી અર્થાત્ સત્યભાવના, એકત્વ ભાવના, અનિત્ય ભાવના, અશરણ ભાવના, નિસંગતા વગેરેના અભ્યાસરૂપ ઉપાયથી તે સ્નેહરૂપ બંધન નિર્મૂળ થાય છે. ફરીથી તેનું બંધન ન થાય તેમ તેનો સંપૂર્ણ રીતે નાશ થાય છે.
ભવ તૃષ્ણા રૂપી લતા ઃ
४५
अंतो हिययसंभूया, लया चिट्ठइ गोयमा ।
फलेइ विसभक्खीणि, सा उ उद्धरिया कहं ॥
શબ્દાર્થ :- અંતો દિયયસંમૂયા = હૃદયની અંદર ઉત્પન્ન થયેલી જ્ઞયા - લતા વિદુર = રહેલી છે વિસમીપિ = વિષ ભક્ષણ સમાન પરિણત થનારી પોક્ = ફળ આપે છે સT = તે હું = કેવી રીતે રિયા = ઉખેડીને સમૂળ નષ્ટ કરી છે ?
ભાવાર્થ:- હે ગૌતમ ! હૃદયની અંદર એક લતા ઉત્પન્ન થયેલી છે. જે વિષ ભક્ષણ સમાન ફળ આપે છે, આપે તેને કેવી રીતે સમૂળી નષ્ટ કરી છે ?
૪૬
तं लयं सव्वसो छित्ता, उद्धरित्ता समूलियं । विहरामि जहाणायं, मुक्कोमि विसभक्खणं ॥
શબ્દાર્થ :- સવ્વસો - સર્વથા છિત્તTM - છેદીને સમૂલિય = મૂળ સહિત રિજ્ઞા = ઉખેડીને ફેંકી દીધી છેઃ વિસમવન્તુળ = વિષ સમાન ફળના ભક્ષણથી મુોમિ = હું મુક્ત છું.
ભાવાર્થ :- (ગૌતમ સ્વામી કહે છે) તે લતાને સમૂળી ઉખેડીને ફેંકી દીધી છે અને શાસ્ત્રોક્ત આજ્ઞા અનુસાર હું વિચરણ કરું છું, તેથી હું વિષ ભક્ષણ સમાન પરિણામથી મુક્ત છું.