________________
[ ૪૬ ]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૨
શત્રુ છે. તેને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જીતીને હું અપ્રતિબદ્ધ થઈને વિચરું છું.
। साहु गोयम पण्णा ते, छिण्णो मे संसओ इमो ।
____ अण्णो वि संसओ मज्झं, तं मे कहसु गोयमा ॥ ભાવાર્થ:- (કેશીકુમાર શ્રમણ કહે છે) હે ગૌતમ ! આપની પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. આપે મારો આ સંશય દૂર કર્યો છે પરંતુ હે ગૌતમ ! મને બીજો સંશય પણ છે, તે વિષયમાં પણ આપ મને કહો. વિવેચનઃ
પ્રસ્તુત ગાથાઓમાં આત્મ શત્રુઓનું અને તેના પર વિજય પ્રાપ્ત કરવાની પદ્ધતિનું નિરૂપણ છે.
કેશીકુમાર શ્રમણે ત્રીજો પ્રશ્ન કર્યો કે ચારે તરફથી હજારો શત્રુઓ આપની ઉપર આક્રમણ કરે છે, તો ખરેખર તે શત્રુઓ કયા છે અને તે શત્રુઓને આપે કેવી રીતે જીતો છો?
ખા ના સT:- ગૌતમસ્વામીએ સમાધાન કર્યું કે પોતાના વશમાં ન હોય, તેવો આત્મા કે મન, ચાર કષાયો, પાંચ ઇન્દ્રિયોની અસદુ પ્રવૃત્તિઓ, તે દશ મુખ્ય શત્રુઓ છે. કષાયના ભેદ-પ્રભેદ, મનના વિવિધ વિકલ્પો, આત્માના વિષય-કષાયરૂપ વૈભાવિક ભાવો વગેરે પેટાભેદ થતાં અને સહસીને શત્રુઓના હજારો ભેદ થાય છે.
મોહનીય કર્મનો ક્ષય ન થાય, ત્યાં સુધી તે હજારો શત્રુઓ સાધકને ઘેરીને ઊભા હોય છે. તે શત્રુઓને વશમાં કરીને, તેને જીતીને તેનાથી પ્રાપ્ત શક્તિરૂપ ગુણો દ્વારા જ સાધુઓને સાધનામાં આગળ વધવાનું હોય છે. તેથી વિવિધ અનુષ્ઠાનો દ્વારા; ક્ષમા, નમ્રતા આદિ આત્મગુણો દ્વારા આત્મ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવો આવશ્યક છે. આ રીતે એક મનને જીતવાથી ચાર કષાય સહિત પાંચ શત્રુઓ જીતાઈ જાય છે અને તે પાંચને જીતવાથી પાંચ ઇન્દ્રિયો સહિત દશ શત્રુઓ જીતાઈ જાય છે.
નો નિણ નિયા :- ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, દયા, તપશ્ચર્યા વગેરે આંતરગુણો દ્વારા સહુ પ્રથમ પોતાના મનને વશ કરી લેવું. મન વશમાં થઈ જવાથી ચાર કષાયો ઉપશાંત થઈ જાય છે. કષાયો ઉપશાંત થતાં જ ઇન્દ્રિયો પોતાની દુષ્પવૃત્તિ છોડી દે છે.
સંક્ષેપમાં એક આત્મા પર એટલે મન પર વિજય પ્રાપ્ત કરતાં તે મન સહિત દસે ય શત્રુઓ પર અને તે પછી સર્વ શત્રુઓ પર ક્રમશઃ સહજ વિજય પ્રાપ્ત થઈ જાય છે. આધ્યાત્મ સાધનામાં બાહ્ય યુદ્ધ કરતાં ઉપરોક્ત આંતરયુદ્ધ કરવું, એ જ શ્રેષ્ઠ અને આવશ્યક કર્તવ્ય બને છે.
ધાણા - યથાન્યાય યથાજ્ઞાત. યથાદર્શિત. શાસ્ત્રોક્ત નીતિ વિધિ અનસાર. મન. કષાય અને ઇન્દ્રિયરૂપ શત્રુઓને જીતવા માટે શાસ્ત્રમાં જે-જે ઉપાયો કહ્યા છે તે ઉપાયોનું આચરણ કરીને આત્મ શત્રુઓને જીતવા તેને યથાન્યાય કહે છે. જેમ કે શ્રુતજ્ઞાન રૂપ લગામ દ્વારા સાહસિક મન રૂપ ઘોડાને, ત્યાર પછી ક્ષમા દ્વારા ક્રોધને, નમ્રતા દ્વારા અભિમાનને, સરળતા દ્વારા માયાને, સંતોષ દ્વારા લોભને જીતવા. પ્રતીસંલીનતા તપ દ્વારા ઇન્દ્રિયોની અસત્ પ્રવૃત્તિને રોકવી. (૪) પાશ-બંધન :૪૦.
दीसंति बहवे लोए, पासबद्धा सरीरिणो । मुक्कपासो लहुब्भूओ, कहं तं विहरसि मुणी ॥