SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૧:વિનયક્ષત . [ ૨૯ ] ઉત્પત્તિ માતાની રજ અને પિતાના વીર્યથી થાય છે. માતાની રજ મલ છે અને પિતાનું વીર્ય પંક છે. આમ આ દેહ દ્રવ્યથી પણ મલપંક (રજ–વીય) છે. આ શરીર અશુચિનો ભંડાર છે. અખરા (કરા ) જેનાં બધ્યમાન કર્મો અલ્પ છે અથવા જેનાં કર્મ ઘણાં જ ઓછાં બાકી હોય તેવો હળુકર્મી જીવ. ત્તિ વેનિઃ ભગવાને એમ કહ્યું છે. ઉત્ત વનિ નો શબ્દાર્થ થાય છે કે 'એ પ્રમાણે (ભગવાને કહ્યું છે એ પ્રમાણે) હું કહું છું અર્થાત્ સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે. પ્રત્યેક અધ્યયન પૂર્ણ થાય ત્યાં સમાપ્તિ સૂચકરિ લેમિ પાઠ જોવા મળે છે. તેના બે રીતે અર્થ થાય છે. (૧) આ પ્રમાણે સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને કહ્યું અથવા (૨) આ પ્રમાણે ભગવાને કહ્યું છે. પ્રસ્તુતમાં સર્વ સ્થાને બીજો અર્થ ગ્રાહ્ય કરેલ ઉપસંહાર:- વિનય એટલે વિશિષ્ટ નીતિ. નીતિ એ ધર્મનો પાયો છે. ગુરુજનના વિનયથી સત્સંગ થાય શાસ્ત્રના રહસ્ય સમજાય છે અને રહસ્ય જાણ્યા પછી વિકાસ પંથે જવાય છે. એ વિકાસથી દેવગતિ કે મોક્ષગતિ મેળવી શકાય છે. વિનયનો અર્થ અહીં અર્પણતા છે. જૈનદર્શનના સિદ્ધાંત મુજબ પરમાત્મા પ્રત્યેની અર્પણતા એ ભક્તિ છે, જ્યારે ગુરુ કે આચાર્ય તરફની અર્પણતા તે ધર્મ કે કર્તવ્ય છે. પ્રીતિ આજ્ઞાપાલન અને વિચક્ષણતા, આ ત્રણે ય ગુણો અર્પણતામાં હોવા જરૂરી છે.અર્પણતાથી જ અહંકારનો નાશ થાય છે. અહંકારના નાશ વિના આત્મશોધન શક્ય નથી. આત્મશોધનના માર્ગ વિના પરમ સુખ કે શાંતિનો રસાસ્વાદ માણી શકાતો નથી. અધ્યયન-૧ સંપૂર્ણ
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy