________________
[ ૩૦]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
બીજું અધ્યયન
પરિચય :
પ્રસ્તુત દ્વિતીય અધ્યયનનું નામ 'પરીષહ છે. સંયમના કઠોર માર્ગ પર ચાલતાં સાધકના જીવનમાં પરીષહોનું આવવું સ્વાભાવિક છે, કેમ કે સાધકનું જીવન પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યક્રચારિત્રની મર્યાદાઓથી બંધાયેલું છે. આ મર્યાદાના પાલનમાં સાધક જીવનની સુરક્ષા છે. મર્યાદાપાલન સમયે સંયમ માર્ગથી ચલિત કરનારાં કો તેમજ સંકટો સાધુની કસોટી છે. જે સાધક આવનારાં કષ્ટો તથા પ્રતિકૂળતાઓને પ્રસન્નતાપૂર્વક, ધીરજ અને સમભાવથી સહન કરી પોતાની મર્યાદાઓની લક્ષ્મણરેખામાં રહે છે, અહિંસાદિ ધર્મોને સુરક્ષિત રાખે છે, તે જ તેનો પરીષહો ઉપરનો વિજય છે.
જેને સર્વ પ્રકારે સહન કરાય, તેવા સંયમજીવનમાં સ્વભાવિક આવતાં કષ્ટોને પરીષહ કહે છે. પરીષહ સંયમના શુદ્ધપાલનની ભાવનાથી અને કર્મ નિર્જરાના લક્ષ્યથી સહન કરવામાં આવે છે.
સંયમજીવનમાં દુઃખ કે કષ્ટ આવે, ત્યારે સંકલેશમય પરિણામો ન થવા દેવા, ભૂખ, તરસ વગેરેની વેદનાઓને સમ્યગુજ્ઞાનપૂર્વક અને શાંતિપૂર્વક સહન કરી, સંયમભાવોમાં સ્થિર રહેવું, તે પરીષહ જયં' છે.
સાધક માટે પરીષહ બાધક નથી પરંતુ કર્મક્ષય કરવામાં સહાયક તેમજ ઉપકારક છે. ધીર, વીર અને દઢ મનોબળવાળા સાધક સંયમ અને તપના કઠોર માર્ગ ઉપર ચાલતાં પરીષહથી ગભરાતા નથી કે ઉદ્વિગ્ન પણ થતા નથી, પોતાના સંયમની મર્યાદામાંથી ચલિત પણ થતા નથી. સાધક પરીષહને શાંતિ, વૈર્ય અને સમભાવથી કે સમ્યગૃજ્ઞાનપૂર્વક સહન કરીને પોતે સ્વીકારેલા માર્ગ ઉપર મક્કમ રહે છે. તે પરીષહોથી બચવાનો પ્રયત્ન કરતા નથી અને પોતે સ્વીકારેલી પ્રતિજ્ઞાની વિરુદ્ધ આચરણ પણ કરતા નથી. પરીષહ આવે, ત્યારે તે વસ્તુસ્થિતિના દષ્ટા બની તેને માત્ર જાણી લે છે અને આત્મજાગૃતિપૂર્વક સંયમની સુરક્ષાનું સતત ધ્યાન રાખે છે.
જે સાધક પરીષહને દુઃખકારી કે કષ્ટદાયક માન્યાવિના જ્ઞાતા દષ્ટા બનીને સ્વેચ્છાએ સમભાવપૂર્વક સ્વીકાર કરે છે, તે જ ખરો 'પરીષહવિજયી છે. વસ્તુતઃ સાધકનું સમ્યગુજ્ઞાન અને સમ્મચિંતન જ આંતરિક અનુકુળતા અને સુખનું કારણ બની તેને પરીષહ વિજયી બનાવે છે.
પરીષહ અને કાયકલેશમાં અંતર છે. (૧) કાયકલેશ એ બાહ્ય તપ છે અર્થાત્ જે કષ્ટ કે તપ કર્મક્ષય કરવા માટે સ્વેચ્છાએ સ્વીકાર કરવામાં આવે તે કાયકલેશતપ છે. જેમ કે ગ્રીષ્મ ઋતુમાં આતાપના લેવી, શીતકાલમાં ઠંડી લાગે તેવા સ્થાનમાં સુવું, અનેક પ્રકારની પડિમાઓને સ્વીકારવી, વિધવિધ આસનથી