________________
અધ્યયન–૨ ઃ પરીષહ
૩૧
શરીરને કષ્ટ આપવું વગેરે. (ર) સંયમ સાધના કરતાં સુધાદિ કષ્ટો ઉપસ્થિત થાય, તો તેને નિર્જરાના લક્ષે સહન કરી લેવા, તે પરીષહજ્ય છે.
આ અધ્યયનમાં બાવીસ પરીષહનું કથન છે. જેમાં પ્રજ્ઞા અને અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ જ્ઞાનાવરણીયકર્મ છે. અલાભનું કારણ અંતરાય કર્મ છે. અરતિ, અચેલ, સ્ત્રી, નિષધા, યાચના, આક્રોશ અને સત્કાર પુરસ્કાર, આ સાત પરીષા ચારિત્ર મોહનીયના ઉદયથી છે. દર્શન પરીષહમાં દર્શન મોહનીયનો હૃદય કારણ છે અને બાકીના ૧૧ પરીષહોની ઉત્પત્તિનું કારણ વેદનીય કર્મ છે. આમ આ અધ્યયનમાં પરીષહોનાં વિવેચનરૂપે સંયમી સાધકની સંયમચર્યાનું સાંગોપાંગ નિરૂપણ છે.
૦૦૦