________________
૩૨
બીજું અધ્યયન
પરીષહ
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર–૧
IPE
પરીષહ અને તેના પ્રકાર :
१ सुयं मे आउ ! तेणं भगवया एवमक्खायं - इह खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा, णच्चा, जिच्चा, अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो जो विणिहणेज्जा ।
=
E/IZ
=
શબ્દાર્થ આડસ = હે આયુષ્યમાન્, પુણ્યવાન (સન્માન સાથેનું એક સંબોધન છે), મે – મેં, સુત્ર - સાંભળ્યું છે, તેળ - તે, ભાવયા - ભગવાને, દ્યું - આ રીતે, અવાય – કહ્યું છે, હ્દ વસ્તુ - અહીં જિનશાસનમાં, જાલવેળ = કાશ્યપ ગોત્રીય, સમયેળ = શ્રમણ, માવયા = ભગવાન, મહાવીરેળ મહાવીર સ્વામીએ, વાવીસું = બાવીશ, પરીક્ષT = પરીષહ, પવેડ્યા = કહ્યા છે, જે – જેને, સોજ્વા
સાંભળીને, પન્ના - તેનાં સ્વરૂપને જાણીને, સમજીને, બિન્ધા - પરિચિત થઈને, અભ્યસ્ત કરીને, અભિમૂલ્ય = જીતીને, સહન કરીને, મિવધૂ = સાધુ, ભિવ હાયરિયાણ= ભિક્ષાચર્યામાં, સંયમ આચારમાં, પરિબ્ધવંતો = રહેતાં, આચરણ કરતાં, પુડ્ડો – એ પરીષહો ઉપસ્થિત થવાથી, જો વિપિત્તળેગ્ગા સંયમથી વિચલિત ન થાય, સંયમના આચરણને ન બગાડે.
=
ભાવાર્થ :– હે આયુષ્યમાન્ ! મેં સાંભળ્યું છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું છે—
આ જિનશાસનમાં બાવીસ પરીષહ કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીર દ્વારા કહેવામાં આવ્યા છે. તેને સાંભળી, જાણી, અભ્યાસ દ્વારા પરિચિત કરી, તેનો પરાભવ કરી અર્થાત્ પરીષહને જીતીને સંયમ પાલન કરતાં સાધક પરીષહ આવવાથી દુઃખી થતા નથી, વિચલિત થતા નથી.
२ कयरे ते खलु बावीसं परीसहा समणेणं भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सोच्चा, जच्चा, जिच्चा, अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो णो विणिहणेज्जा ?
શબ્દાર્થ :- જ્યરે – કયા છે ?
ભાવાર્થ :- શિષ્ય પૂછે છે– હે ભગવાન ! તે બાવીસ પરીષહો ક્યા છે ? જેને કાશ્યપ ગોત્રીય શ્રમણ ભગવાન મહાવીરે કહ્યા છે ? તેને સાંભળીને, જાણીને, અભ્યાસથી પરિચિત કરી, તેનો પરાભવ કરીને