________________
[ ૨૮]
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
શિષ્ય), મલપંપુડ્ઝ - મળમૂત્રથી ભરેલાં આ, રે - અપવિત્ર શરીરને, રફg - છોડીને આ જન્મમાં, સાસણ શાશ્વત, સિદ્ધ-સિદ્ધ, હવા થઈ જાય છે, વા . અથવા, અખર કર્મ શેષ રહી જાય તો, મદિર - મહાન ઋદ્ધિવાળો, રેવે - દેવ થાય છે, તિ વેમ એ પ્રમાણે ભગવાને કહ્યું છે.
ભાવાર્થ :- દેવો, ગાંધર્વો અને મનુષ્યોથી પૂજિત તે વિનયી શિષ્ય મલપંકથી નિર્મિત આ દેહનો ત્યાગ કરી તે જ જન્મમાં શાશ્વત સિદ્ધ (મુક્ત) થાય છે અથવા અલ્પ કર્મરજવાળો (હળુકર્મી), મહાન ઋદ્ધિસંપન્ન દેવ થાય છે. શ્રી સુધર્માસ્વામી પોતાના શિષ્ય જેબૂસ્વામીને કહ્યું – 'હે આયુષ્યવાન જેબૂ! ભગવાન મહાવીર સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે.'
વિવેચન :
વિનયી શિષ્યને પ્રાપ્ત થતી ઉપલબ્ધિઓ:- (૧) લોકવ્યાપી કીર્તિ (૨) ધર્માચરણો, ગુણો, સદનુષ્ઠાનો માટે આધારભૂત બનવું (૩) પૂજ્યવરોની પ્રસન્નતા (૪) પૂજ્યવરોની પ્રસન્નતાથી પ્રચુર શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ (૫) શાસ્ત્રીયજ્ઞાનની સમ્માનનીયતા () સર્વ સંશય નિવૃત્તિ (૭) ગુરુજનોનાં મનમાં સ્થાન પામવું (૮) કર્મસંપદાથી અર્થાતુ કાર્યક્ષમતાથી સંપન્ન થવું (૯) તપ, સમાચારી અને સમાધિની સંપન્નતા (૧૦) પંચમહાવ્રતના પાલનથી પ્રાપ્ત થતી મહાતિમત્તા (૧૧) દેવ, ગંધર્વ અને માનવ દ્વારા પૂજનીયતા (૧૨) દેહત્યાગ પછી સર્વથા મુક્તિ અથવા થોડાં કર્મો રહી જવાથી મહદ્ધિક દેવ થવું. fજવાનું સરળ - અનુષ્ઠાનોના આધારભૂત-શરણભૂત અથવા આચાર્ય અને ગુરુજનોના આધારભૂત-અવલંબનભૂત સહયોગી.
યિસુયં – અર્થ પરમાર્થ યુક્ત શ્રુતજ્ઞાન અથવા મોક્ષાર્થ સાધક જ્ઞાન. ymeત્યે :- (૧) પૂજ્યશાસ્ત્ર. જેનું શાસ્ત્રીય જ્ઞાન લોકોમાં સમ્માનનીય હોય છે. (૨) પુનાસ્તા - જે પોતાના શાસ્તા અર્થાત્ ગુરુને પૂજનીય બનાવે છે અથવા તે સ્વયં પૂજનીય આચાર્ય કે ગુરુરૂપે અનુશાસ્તા બની જાય છે. (૩) પુષ્યરત – સ્વયં પૂજ્ય તેમજ શસ્ત અર્થાત્ પ્રશંસનીય બની જાય છે. મોટું વિકુ – ગુરુજનોના વિનયથી શાસ્ત્રીય જ્ઞાનમાં વિશારદ કે નિપુણ એવો શિષ્ય તેમનાં મનમાં પ્રીતિપાત્ર બની રહે છે, સ્થાન પામી જાય છે.
મૂપિયા (કર્મસંપદા) – દશવિધ સમાચારીરૂપ ક્રિયાથી સંપન્ન અર્થાત્ કાર્ય કરવામાં કુશળ. તિલપુન - અક્ષીણમહાનસ આદિ લબ્ધિઓથી સંપન્ન થવું અને સાધુની ક્રિયાના અનુષ્ઠાનની મહત્તાથી ઉત્પન પુલાક (જૈનમુનિ કે જિનશાસનની રક્ષાર્થે વપરાતી શક્તિ) આદિ લબ્ધિરૂપસંપત્તિઓથી સંપન્ન થવું. મનપંપુષ્યયઃ- (૧) આત્મશુદ્ધિનું વિઘાતક હોવાથી પાપ કર્મ એક પ્રકારનો મલ છે અને તે પંક (કાદવ) છે. આ શરીરની પ્રાપ્તિનું કારણ કર્મમલ હોવાથી તે ભાવતઃ મલપંકપૂર્વક છે. (૨) આ શરીરની