________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર–૧
ઉદાહરણ :– ગણિના ગુણોથી યુક્ત કોઈ વૃદ્ધ મુનિ વિહારની ઈચ્છા હોવા છતાં પણ (જંઘાબળ) પગની શક્તિ નહિ રહેવાથી એક નગરમાં સ્થિરવાસી થઈ ગયા. ત્યાંના શ્રાવકગણ પણ પોતાના અહોભાગ્ય સમજીને તેમની સેવા કરતા હતા, પરંતુ આચાર્યને દીર્ઘજીવી જોઈ ભારેકર્મી શિષ્ય વિચારવા લાગ્યા "આપણે આ સ્થિરવાસી ગુરુની ક્યાં સુધી સેવા કરીશું ? આથી કોઈ એવો ઉપાય કરીએ કે આચાર્ય પોતે અનશન– સંથારો કરી લે." ત્યાંના શ્રાવકગણ તો હમેશ સ્નિગ્ધ, મનોજ્ઞ, મધુર, આહારનો આગ્રહ કરતા, પરંતુ શિષ્યો ભિક્ષામાં સાવ નીરસ (રૂા) આહાર લાવતા અને કહેતા "ભંતે ! અહીંના શ્રાવકો યોગ્ય આહાર આપતા નથી, તેઓ વિવેકહીન છે, અમે શું કરીએ ?” બીજી બાજુ શ્રાવક લોકો સરસ આહારનો આગ્રહ કરે તો તેઓ તેમને કહેતા કે આચાર્ય શરીર નિર્વાહમાં અત્યંત મમત્વરહિત બની ગયા છે. હવે તેઓ
સરસ, સ્નિગ્ધ આહાર લેવા ઈચ્છતા નથી. તેઓ જલ્દી સંલેખના કરવાનું વિચારે છે. આ સાંભળીને શ્રદ્ધાવાન શ્રાવકોએ આવીને સવિનય પ્રાર્થના કરી, "ભગવન્ ! આપ ભુવનભાસ્કર, તેજસ્વી, પરોપકારી આચાર્ય છો. આપ અમારે માટે ભારરૂપ નથી. અમે યથાશક્તિ આપની સેવા માટે તત્પર છીએ. આપની સેવા કરી અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. આપના શિષ્યો પણ સેવાના ઈચ્છુક છે. તે આપની સેવામાં પ્રસન્ન છે, તો અકાલમાં આપ સંલેખના કેમ ધારણ કરી રહ્યા છો ?" ઈંગિતજ્ઞ આચાર્ય સમજી ગયા કે શિષ્યોની બુદ્ધિ વિકૃત થઈ ગઈ છે. તેથી હવે આ અપ્રીતિહેતુક (અણગમો ઉપજાવતું) જીવન જીવવાનું શું પ્રયોજન ? ધર્માર્થી પુરુષે અપ્રીતિનું કારણ બનવું ઉચિત નથી. તેમણે તુરત જ શ્રાવકોને કહ્યું, "હું સ્થિરવાસ રહીને આ વિનીત સાધુઓ અને આપ શ્રાવકગણને કયાં સુધી કષ્ટ આપું ? આથી સૌથી શ્રેષ્ઠ એ જ સુંદર માર્ગ છે કે હું સંલેખના ધારણ કરી લઉં !' એમ કહીને તેઓએ શ્રાવકોને સમજાવીને ભક્ત પ્રત્યાખ્યાન અનશન કરી લીધું. આ છે આચાર્ય પ્રત્યે શિષ્યોની કુચેષ્ટા,
આ બુદ્ધોપઘાતી શિષ્યનું દૃષ્ટાંત છે. જેણે આચાર્યને અનશન વ્રત ધારણ કરાવ્યું.
तोत्तगवेसए :– જેનાથી વ્યચિત, પીડિત કે દુ:ખી કરવામાં આવે અથવા દુ:ખી થવામાં આવે, એવા દોષોને તોત્ર કહેવાય છે. આવા બીજાના દોષો જોનારને. તોત્રગદ્વેષક કહેવામાં આવ્યો છે. સાધુએ આવા પરદોષદર્શી કે છિદ્રાન્વેષી ન થવું જોઈએ.
પત્તિળ પસાયર્ – વિશ્વાસ ઊપજાવતાં વચનોથી અથવા શાંતિપૂર્વક હાર્દિક ભક્તિ ભરેલા સન્માન સૂચક શબ્દોથી ગુરુને પ્રસન્ન કરે.
વિનીતને લૌકિક અને લોકોત્તર લાભ :
४५
णच्चा णमइ मेहावी, लोए कित्ती से जायए । हवइ किच्चाणं सरणं, भूयाणं जगई जहा ॥४५॥
શબ્દાર્થ :- ળબ્બા - વિનયના સ્વરૂપને જાણીને, મેળવી - બુદ્ધિમાન શિષ્ય, ગમ$ - વિનમ્ર થઈ
જાય છે, હોર્ = લોકોમાં, સે - તેની, વિત્તત્ત્ત = કીર્તિ, નાવણ્ = ફેલાઈ જાય છે, ના = જેવી રીતે,
=
जगई પૃથ્વી, કૂવાળું – બધાં પ્રાણીઓ માટે, જિન્ના” “ બધાં શુભ અનુષ્ઠાનો, સદ્ગુણોનો, સરપં