________________
૨ ૪
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
શબ્દાર્થ :- સાદૂ - વિનીત સાધુ, સાસં - ગુરુ મહારાજની શિક્ષાને, વાળ - કલ્યાણકારી, મUા = માને છે, ને = મને, પત્તો = પુત્ર, મય = ભાઈ, બાત્તિ = સ્વજન માનીને શિક્ષા આપે છે, ૩. પરંતુ, પાવાદૃ - અવળો વિચાર કરનાર, અવિનીત શિષ્યને શિક્ષા દેવાથી, અપાપ - પોતાને, સ્વયંને માટે, લક્ષિત્તિ - દાસ જેવો વ્યવહાર.
ભાવાર્થ :- ગુરુ અને પુત્ર, ભાઈ અને સ્વજનની જેમ આત્મીય સમજી શિક્ષણ આપે છે, એમ વિનીત શિષ્ય ગુરુના અનુશાસનને સુંદર અને કલ્યાણકારી ગણે છે, પરંતુ પાપદષ્ટિવાળો શિષ્ય હિતાનુશાસનથી શાસિત થવા પર પણ પોતાને દાસની જેમ હીન સમજે છે. દાસની જેમ મને ગુરુ આદેશ આપે છે, એમ માનીને દુઃખી થાય છે. આચાર્ય પ્રતિ વિનય :४० ण कोवए आयरियं, अप्पाणं पि ण कोवए ।
बुद्धोवघाई ण सिया, ण सिया तोत्तगवेसए ॥४०॥ શબ્દાર્થ :- આરિવું. આચાર્ય મહારાજને, વોવ - ક્રોધિત ન કરે, ગુસ્સે ન કરે, મખ્યામાં = પોતાને, f = પણ, વૃદ્ધોવા = આચાર્યને દુઃખ આપનારો, ઇ સિયા =ન થાય, તો વેસE = દોષો જોનારો, દોષ જોવાની આદતવાળો, છિદ્રાન્વેષી, ઇ સિયા ન થાય.
ભાવાર્થ :- વિનીત શિષ્ય આચાર્યને ગુસ્સે ન કરે અને તેમના કઠોર અનુશાસન આદિથી પોતે પણ તેના ઉપર ક્રોધિત ન થાય. વળી તે આચાર્યનો ઉપઘાત કરનાર અર્થાત્ દુઃખ આપનાર ન થાય અને ગુરુનો દોષદર્શી ન થાય. ४१ आयरियं कुवियं णच्चा, पत्तिएण पसायए ।
विज्झवेज्ज पंजलिउडो, वएज्ज ण पुणो त्ति य ॥४१॥ શબ્દાર્થ - પત્તળ = પ્રીતિ વચનોથી, પ્રેમ ભરેલા શબ્દોથી, પસવા - તેઓને પ્રસન્ન કરે, વિષુવેન્દ્ર - નમ્રતા ભરેલા શબ્દોથી, નિવેદન કરે, વંતિકડો હાથ જોડીને, વન્ન = કહે કે, પુણો = ફરીથી, ત્તિ = એમ, ખ = નહીં કરું.
ભાવાર્થ :- પોતાના કોઈ પણ અયોગ્ય વ્યવહારથી આચાર્યને અપ્રસન્ન થયેલા જાણીને વિનીત શિષ્ય પ્રતીતિકારક અર્થાતુ પ્રસન્નતા ઉપજાવે તેવાં વચનોથી તેમને પ્રસન્ન કરે અને હાથ જોડીને તેમને શાંત કરતાં કહે કે, હું ફરીથી કદી પણ આ પ્રમાણે કરીશ નહીં.'
धम्मज्जियं च ववहारं, बुद्धेहिआयरियं सया । तमायरंतो ववहारं, गरहं णाभिगच्छइ ॥४२॥