________________
અધ્યયન-૧: વિનયક્ષત
.
[ ૨૩]
સાધુને આવું યોગ્ય સ્થાન ન મળે તો પોતાના કપડાથી પડદો કરીને આહાર કરે. તે પડદો એક બાજુ, બે બાજુ કે ત્રણ, ચાર, પાંચ (ઉપર પણ) તરફ કરી શકાય છે. શાસ્ત્રની ભાષામાં તે પડદાને ચિલમિલી કહેવામાં આવે છે. સમર્થ – બે અર્થ છે– (૧) સાથે અને (૨) સમતાપૂર્વક. સાધુઓએ પોતાના સાધર્મિક (સાથે રહેનાર) સાધુઓને નિમંત્રણ કરીને, તેમની સાથે આહાર કરવો જોઈએ. સમૂહમાં કે એકલા એકલા સાધુ આહારના સમયે સમભાવપૂર્વક આહાર કરે. અનુશાસન અભિગમ :३७ रमए पंडिए सासं, हयं भदं व वाहए ।
बालं सम्मइ सासंतो, गलियस्सं व वाहए ॥३७॥ શબ્દાર્થ :- ૧ - જેવી રીતે, મ - ભદ્ર, સારી પ્રકૃતિવાળા, દયં - ઘોડાનો, વાહ૫ - સવાર (તેનાથી ખુશ રહે છે), ડિપ - તેમજ વિનીત, પંડિત શિષ્યને, સાd - શિક્ષા આપનાર ગુરુ પણ, ૨ના પ્રસન્ન થાય છે, વ - જેમ, નિયાં - દુષ્ટ અશ્વનો, વફા - સવાર દુઃખી થાય છે, વાસ - અજ્ઞાની શિષ્યને અવિનીત શિષ્યને, સાતો - શિક્ષા દેનારા ગુરુ, સન્મ - દુઃખી થાય છે, ખેદ પામે
ભાવાર્થ :- જેમ ઉત્તમ ઘોડાને ચલાવતો અશ્વશિક્ષક કે સારથી પ્રસન્ન થાય છે, તેમ વિનીત શિષ્યને શિક્ષણ દેતાં આચાર્ય પ્રસન્ન થાય છે અને જેમ વણકેળવાયેલા ઘોડાને ચલાવનાર સારથી ખેદ પામે છે, તેમ અવિનીત શિષ્યને શિખામણ (બોધ) આપતાં ગુરુ પણ દુઃખી થાય છે. 7 खड्डुया मे चवेडा मे, अक्कोसा य वहा य मे ।
कल्लाणमणुसासंतो, पावदिट्ठि त्ति मण्णइ ॥३८॥ શબ્દાર્થ - eત્તામાં - કલ્યાણકારી, અબુલાતો - શિક્ષા આપનારા ગુરુ પ્રત્યે, પાવાઃપાપ દષ્ટિ ધરાવનાર અવિનીત શિષ્ય,ત્તિ આ પ્રકારે, મા - માને કે સમજે, હુવા મને ટોકયા જ કરે છે, વેડા ને મને તમાચા માર્યા જ કરે છે, સવજો - આક્રોશ વચન ગાળો વગેરે દે છે, ૫ - અને, વહા - પ્રહાર કરે છે, મારે છે.
ભાવાર્થ :- પાપદષ્ટિવાળો અર્થાતુ અવળો વિચાર કરનાર અવિનીત શિષ્ય, ગુરુના કલ્યાણકારી અનુશાસનને, ઠોકર મારવી, તમાચો મારવો, ગાળો દેવી કે પ્રહાર કરવા સમાન અનિષ્ટ, દુઃખદાયક માને છે. B९ पुत्तो मे भाय णाइ त्ति, साहू कल्लाण मण्णइ ।
पावदिट्ठि उ अप्पाणं, सासं दासित्ति मण्णइ ॥३९॥