SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨ ] શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧ ભાવાર્થ :- આહાર કરતી વખતે મુનિ ખાધ પદાર્થોના સંબંધમાં સારું કરેલું છે, સારું પકાવેલું છે, સારું સુધાર્યું છે, કારેલાં આદિની કડવાશ સારી રીતે દૂર કરી છે, સૂપ કે લાડવા વગેરેમાં ઘી સારા પ્રમાણમાં છે, સારું પ્રાસુક થઈ ગયું છે અથવા આ ઘણું સારું છે; આ પ્રકારની પ્રશંસાયુક્ત પાપની અનુમોદક ભાષા બોલે નહીં. વિવેચન :વહિવેબ સિત્તા :- મુનિધર્મને અનુરૂપ વેશ અને આચરણમાં રહીને આહારની ગવેષણા કરવી. Mડૂ૩ન્દ્ર = ળ વ :- દાતા બહુ ઊંચે ઉભા રહીને અથવા નીચે ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરતાં દાતાને કષ્ટ થાય, દેવાની વસ્તુને ફેંકવી પડે, અથવા દેતી વખતે વસ્તુ પાત્રમાં ન પડતાં નીચે વેરાઈ જાય. પાસને દૂર - દાતાથી બહુ દૂર ઊભા રહેવાથી ઉપર કહેલા દોષોની સંભાવના રહે છે. અતિ નજીક ઊભા રહેવાથી દાતાના હાથ, માથા વગેરેનો સ્પર્શ થઈ જાય, દાતાને કે જોનારને સારું ન લાગે, કોઈ પ્રકારનો સંદેહ પણ થઈ શકે, માટે મુનિએ ભિક્ષા ગ્રહણ કરતી વખતે યોગ્ય સ્થળે ઊભા રહેવાનો વિવેક રાખવો જોઈએ. BHસુઃ -પ્રાસુક એટલે અચિત વસ્તુ. ગ્રહણ કરે તે વસ્તુ અચિત્ત હોવી જોઈએ. કયારેક પ્રાસુક શબ્દનો પ્રયોગ એષણાના દોષોથી રહિત, કલ્પનીય વસ્તુ માટે પણ થાય છે. પરદુષિ-પર એટલે ગૃહસ્થ.ગૃહસ્થો માટે તૈયાર કરેલા આહારાદિ પદાર્થ સાધુ ગ્રહણ કરી શકે છે પરંતુ સાધુ માટે તૈયાર કરેલા હોય, તે આહારાદિ પદાર્થ સાધુ ગ્રહણ કરતા નથી. અખપાવે ખવાયરિ - આ બંને પદોમાં અલ્પ શબ્દ અભાવ વાચક છે, તેથી બંને પદોનો ક્રમશઃ અર્થ બે ઇન્દ્રિય આદિત્રસ પ્રાણીઓથી રહિત સ્થાનમાં અને વનસ્પતિનાં બીજ, ધાન્યાદિથી રહિત સ્થાનમાં બેસીને સાધુ આહાર કરે. ડિwourષ સંલુડે - ઉપરથી ઢંકાયેલા તથા દીવાલ આદિથી સંવૃત્ત સ્થાનમાં સાધુ આહાર કરે, કારણ કે ઉપરથી ખુલ્લા સ્થાનમાં સંપાતિમ (ઊડીને–પડતાં) જીવોની વિરાધના થવાનો સંભવ રહે છે, ખુલ્લી જગ્યામાં આહાર કરતાં પક્ષીનાં મળમૂત્ર આહારમાં પડવાની સંભાવના રહે છે, તે ઉપરાંત અન્ય અનેક અનર્થોની સંભાવના રહે છે. ચોતરફથી ખુલ્લા સ્થાનમાં કૂતરા, બિલાડાં વગેરે કોઈ પણ પશુ આવી જાય તો, તેને કાઢવામાં વિરાધનાના દોષ લાગે. બાળકો, કૌતુક પ્રકૃતિના જુવાનો અને અનાર્ય લોકો તે આહારાદિને જોઈને સાધુની ઠેકડી ઉડાડે, મજાક કરે, નિંદા કે તિરસ્કાર કરે છે. સાધુની ગોચરીમાં મનોજ્ઞ–અમનોજ્ઞ આહાર અને પાણી આવતાં હોય તથા સાધુઓની પાત્રામાં ખાવાની રીત આદિ જોઈને તે શુદ્ર લોકોને આશ્ચર્ય, કુતુહલ કે દ્વેષ અથવા ઘણા પણ થઈ શકે છે. આવાં અનેક કારણોથી શાસ્ત્રમાં 'પડછUગ્નિ સંકે' સ્થાનમાં આહાર કરવાનો આદેશ છે.
SR No.008778
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorAmitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages520
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy