________________
| અધ્યયન-૧: વિનયશ્રુત
[ ૨૧]
३४
ભાવાર્થ :- જો પહેલાંથી જ ગૃહસ્થના ઘરે અન્ય ભિક્ષુઓ ઊભા હોય તો તેનાથી અતિ દૂર અથવા અતિ નજીક ઊભા ન રહે. તેમજ આપનારા ગૃહસ્થની નજર સામે પણ ઊભા ન રહે. પરંતુ ભિક્ષુઓ અને દાતાની દષ્ટિથી દૂર એકાંતમાં એકલા ઊભા રહે, ભિક્ષુઓને ઓળંગીને પણ ઘરમાં જાય નહીં. न णाइउच्चे व णीए वा, णासण्णे णाइदूरओ ।
फासुयं परकडं पिंडं, पडिगाहेज्ज संजए ॥३४॥ શબ્દાર્થ :- બાફડન્ટે - દાતાથી વધારે ઊંચે સ્થાને ન રહે, જી જી - અતિ નીચા સ્થાને ન રહે, વાલ - વધારે સમીપ ન રહે, ગાફરો - વધારે દૂર ન રહે પરંતુ, સંગ - સાધુ, મુનિ, પરતું - ગૃહસ્થોએ કરેલા, ગૃહસ્થો માટે કરેલા, સુર્ય - અચિત્ત, યોગ્ય,fi૯-આહારને, પડિહેન - ગ્રહણ કરે. ભાવાર્થ :- સંયમી સાધુ, પ્રાસુક (અચેત) અને ગૃહસ્થ માટે બનાવેલો આહાર ગ્રહણ કરે. આહાર ગ્રહણ કરતી વખતે દાતાથી બહુ ઊંચે, બહુ નીચે, અતિ સમીપ, અતિ દૂર ઊભો ન રહે અર્થાત વિવેકપૂર્વક યોગ્ય સ્થળે ઊભા રહીને ભિક્ષા ગ્રહણ કરે. - अप्पपाणेऽप्पबीयम्मि पडिच्छण्णम्मि संवुडे ।
समयं संजए भुंजे जयं अपरिसाडियं ॥३५॥ શબ્દાર્થ :- ૩પપા = હીન્દ્રિયાદિ પ્રાણીઓથી રહિત, પ્રવીભ = શાલી વગેરે બીજ રહિત, પડછourગ્ન - ઉપરથી ઢાંકેલા, સંવુડે - ચારે બાજુથી ઘેરાયેલા સ્થાનમાં, સંગ - સંયમી સાધુ, સમય = બીજા સાધુઓની સાથે, જય = વિવેકપૂર્વક, યતનાપૂર્વક, સાવધાનીથી, અપરિણાકિય = જમીન પર ન વેરાય એમ, મુને = ખાય, આહાર કરે.
ભાવાર્થ :- સંયમી સાધુ પ્રાણી અને બીજ આદિથી રહિત, ઉપરથી ઢાંકેલા અને દીવાલ આદિથી ઘેરાયેલા મકાન કે ઉપાશ્રયમાં પોતાના સહધર્મી સાધુઓની સાથે જમીન પર ન વેરાય એમ વિવેકપૂર્વક અને સાવધાનીપૂર્વક આહાર કરે. ३६ सुकडि त्ति सुपक्कि त्ति, सुच्छिण्णे सुहडे मडे ।
सुणिट्ठिए सुलट्ठि त्ति, सावज्ज वज्जए मुणी ॥३६॥ શબ્દાર્થ :- સુદિ ત્તિ = સારું કરેલું છે, સુપવિત્તિ = સારું પકાવેલું છે, સુચ્છom સારું છેવું છે, સારું સુધારેલું છે, સુદ - કારેલાં આદિની કડવાશ સારી રીતે દૂર કરેલી છે, માટે - ઘી વગેરે સારી રીતે ભર્યું છે, સુપિ = સ્વાદની અપેક્ષાએ સારું બનેલું છે, સારું પ્રાસુક થઈ ગયું છે, સુત્તત્તિ = જોવામાં પણ બહુ જ સુંદર છે, આ ઘણું સારું છે, મુળી = મુનિ, સાવજ = ભાષા, પાપકારી ભાષા, વE = ન બોલે, આવાં વચનનો ત્યાગ કરે.