________________
૧ ૨
|
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-૧
કરનાર અર્થાત્ કષાયાત્માનું દમન કરનાર જ આ લોક અને પરલોકમાં સુખી થાય છે. १० वरं मे अप्पा दंतो, संजमेण तवेण य ।
| મા જ ન્મતો વધ િવદિય ઉદ્દા શબ્દાર્થ :- અ૬ = મને, મારા માટે, પહિં બીજાથી, વદ = વધ, વંધહિ = બંધનો દ્વારા,
તો = દમન કરાવવું, દમિત થવું, મ = ઠીક નથી, તવેળ = તપ, સંનમેળ = સંયમથી, ને મારે પોતે જ, મને, આત્માનું, સંતો - દમન કરવું, વરં શ્રેષ્ઠ છે. ભાવાર્થ :- શિષ્ય વિનયના સંદર્ભમાં વિચાર કરે કે તપ અને સંયમ દ્વારા મારા આત્માનું દમન કરું, એ જ મારા માટે શ્રેષ્ઠ છે. બીજા દ્વારા વધ, બંધન, તાડન, તર્જન અને પ્રહાર વડે મારું દમન થાય, એ બરાબર નથી. વિવેચન :અM રેવ મેળો :- આત્મા શબ્દ અહીં ઈન્દ્રિયો અને મનના અર્થમાં નિરૂપિત થયો છે અર્થાતુ ઈન્દ્રિયોનું દમન કરવું મનોજ્ઞ–અમનોજ્ઞ (ઈષ્ટ–અનિષ્ટ) વિષયોમાં રાગ અને દ્વેષને વશીભૂત થઈ, દુષ્ટ હાથી જેવી ઉન્માર્ગગામી ઈન્દ્રિયો અને મનનું વિવેકરૂપી અંકુશ દ્વારા ઉપશમન કરવું, દમન કરવું જોઈએ, નિગ્રહ કરવો જોઈએ, કષાયરૂપ આત્માનો પણ નિગ્રહ કરવો. અM વંતો તુહીં દોડ઼ – આત્માનું દમન કરનાર મહર્ષિગણ આ લોકમાં સર્વત્ર પૂજાય છે, તે સુખી રહે છે અને પરલોકમાં પણ સુગતિ કે મોક્ષગતિ મેળવી સુખી બને છે. સેચનક હાથીનું દષ્ટાંત - એક વનમાં અનેક હાથણીઓની સાથે એક મદોન્મત્ત ગજરાજ નિવાસ કરતો હતો. તે હાથણીઓ જેટલાં નવાં બચ્ચાંને જન્મ આપતી, તે બધાંને તે મારી નાંખતો. યૂથપતિ ગજરાજ દ્વારા બચ્ચાંને મારી નંખતા જોઈને ભયથી એક હાથણી તાપસીના આશ્રમમાં ચાલી ગઈ અને તે આશ્રમમાંજ ગજશિશુને જન્મ આપ્યો. તે ગજશિશુપણ ઋષિકુમારોની સાથે આશ્રમના ઉધાનમાં જળાશયમાંથી પોતાની સૂંઢમાં પાણી ભરીને વૃક્ષોને પાણી સીંચવાનું કામ કરવા લાગ્યો. આ પ્રમાણે પાણીનું સિંચન કરવાને કારણે તે હાથીના બાળકનું નામ ઋષિપુત્રોએ સેચનક' રાખ્યું. યુવાન વયે સશક્ત બનેલા સેચનકે મહાબળવાન અને ગજશિશું ઘાતક એવા યૂથપતિ હાથીને મારી નાખ્યો અને પોતે યૂથપતિ બન્યો. તેણે આવેશમાં આવીને આશ્રમના વૃક્ષોને જડમૂળથી ઉખેડી નાંખ્યાં. આ અંગે તાપસોએ શ્રેણિક મહારાજાને ફરિયાદ કરી અને શ્રેણિક રાજાના સૈનિકો સેચનક હાથીને પકડવા માટે નીકળ્યા. એક દેવે તે જોઈને વિચાર્યું કે શ્રેણિક રાજા આને પકડીને બંધનોથી બાંધીને માર મારશે. તે દવે હાથીના કાનમાં કહ્યું- હે પુત્ર ! શ્રેણિકરાજા તને બંધનમાં બાંધીને માર મારે, તેના કરતાં તું સ્વયં જ તારું દમન કર ! દેવનાં આ પ્રકારનાં વચન સાંભળીને તે સેચનક પોતાની જાતે જ શ્રેણિકરાજાની ગજશાળામાં જઈને ઊભો રહી ગયો. શ્રેણિકરાજા સેચનકને ગજશાળામાં જોઈને ખુશ થઈ ગયા અને તેને આભૂષણોથી ભૂષિત કરીને માનભર્યું સ્થાન આપ્યું. આવી જ રીતે મોક્ષાર્થી વિનીત સાધકે તપ સંયમ દ્વારા વિષય કષાયોનું શમન-દમન કરવું શ્રેયસ્કર