________________
અધ્યયન-૧:વિનયક્ષત
.
[ ૧૧]
શિક્ષાઓનો સ્વીકાર કરે.
ભાવાર્થ :- વિનીત શિષ્ય ગુરુના પૂછયા વિના કંઈ પણ બોલે નહિ, ગુરુ કાંઈ પુછે ત્યારે અસત્ય ન બોલે અને કયારેક ક્રોધ આવી જાય તો ક્રોધને નિષ્ફળ બનાવે અર્થાત ક્રોધને ત્યાં ને ત્યાં જ શાંત કરે, અસફળ કરે. આચાર્યની ગમતી અને અણગમતી દરેક શિક્ષાઓનો સ્વીકાર કરે. (તેના પ્રત્યે રાગ-દ્વેષ કરે નહીં.) વિવેચન :કોઇ અન્ન ગ્લિા :- શિષ્યની ભૂલ કે તેનો અપરાધ થવાથી કદાચ ગુરુ શિષ્યને કઠોર વચનથી શિક્ષા આપે, તો તે સમયે શિષ્ય ક્રોધ કરવો નહીં. કદાચ ક્રોધ ઉત્પન્ન થઈ જાય તો મનને વિકલ્પોથી બચાવીને ક્રોધને ક્ષમાથી નિષ્ફળ કરી દેવો જોઈએ.
કુલપુત્રઃ
કોઈ કુળપુત્રના ભાઈને તેના વેરીએ મારી નાખ્યો. પુત્રના દુઃખથી આર્તધ્યાન યુક્ત માતા એ આવેશમાં આવીને પોતાના બીજા પુત્રને કહ્યું- હે પુત્ર ! ભાઈના ઘાતકને મારીને બદલો લે.' માતાની આજ્ઞાનો સ્વીકાર કરી તે ભ્રાતૃઘાતકની શોધમાં નીકળ્યો. ફરતાં ફરતાં ઘણા સમય પછી તેણે ભાઈના હત્યારાને જીવતો પકડીને માતા સમક્ષ હાજર કર્યો. શત્રુએ તેની માતાનું શરણ સ્વીકારી લીધું. કુળપુત્રે પૂછયું 'અરે બંધુ ઘાતક! તને કેવી રીતે મારું? શત્રુએ નમ્ર બનીને કહ્યું, 'શરણમાં આવેલા પ્રાણીને જેમ મારી શકાય તેમ મને મારો.' એ સમયે તેની માતાએ કહ્યું– પુત્ર ! શરણાગતને ન મારી શકાય. માતાનાં આ પ્રકારનાં વચન સાંભળીને કુળપુત્રે કહ્યું- ઠીક છે, આ અવધ્ય છે, પરંતુ તે માતા! આ રોષ જે મારામાં ઉત્પન્ન થયો છે, તેને હું કઈ રીતે સફળ કરું? માતાએ કહ્યું- બેટા! ઉત્પન્ન થયેલા રોષને સફળ કરવો જ જોઈએ એવો કોઈ નિયમ નથી. ક્રોધને શાંત કરવામાં જ તારી મહત્તા છે. માતાના આવા વચનો સાંભળતા જ તેણે વૈરીને છોડી દીધો. આવી રીતે પ્રત્યેક મુનિનું કર્તવ્ય છે કે તે કુળપુત્રની જેમ પોતાનામાં ઉત્પન્ન થયેલા દરેક નાના કે મોટા ક્રોધને શાંત કરે, નિષ્ફળ કરે. આત્મદમનની શ્રેષ્ઠતા :का अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुद्दमो ।
अप्पा दंतो सुही होइ, अस्सि लोए परत्थ य ॥१५॥ શબ્દાર્થ :- સ - આત્માનું, મન અને ઈન્દ્રિયોનું, વેવ-જ, રમૈથળો- દમન કરવું જોઈએ, રહg - કેમ કે, ખરેખર, દુનો દમન કરવું ઘણું કઠણ છે, વંતો - દમન કરનારો, - આ, તોપ - લોકમાં, પત્થ = પરલોકમાં, સુહ - સુખી, દો = થાય છે. ભાવાર્થ :- પોતાના આત્માનું જ દમન કરવું જોઈએ કારણ કે આત્મા જ દુર્દમ્ય છે. આત્માનું દમન