________________
[ ૧૦ ]
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
સહિત પધાર્યા. એક નવવિવાહિત યુવક પોતાના મિત્રો સાથે તેમની પાસે આવીને કહ્યું કે હે ભગવન્! મને સંસારમાંથી તારો, ઉગારો; પણ એના સાથીઓ કહેવા લાગ્યા કે એ સંસારથી વિરક્ત બન્યો નથી પણ આપની મજાક મશ્કરી) કરી રહ્યો છે. - ચંડરુદ્રાચાર્ય ક્રોધાવેશમાં આવીને કહ્યું– ચાલ, આવ! હું તને દીક્ષા આપું. એમ કહી તેનું મસ્તક પકડીને ઝડપથી લોચ કરી નાખ્યો.
આમ, આચાર્ય દ્વારા પેલા યુવકને મુંડિત કરાતો જોઈને તેના સાથીઓ ડરથી નાસી ગયા. નવદીક્ષિત શિષ્ય કહ્યું કે, હે ગુરુદેવ ! હવે અહીં રહેવું એ ઉચિત (યોગ્ય) નથી. બીજા સ્થાને વિહાર કરી જઈએ. અન્યથા અહીંના પરિચિત લોકો આપણને હેરાન કરશે. શિષ્યના આગ્રહથી આચાર્ય તેના ખભા ઉપર બેસી ચાલતા થયા.
રસ્તાના અંધકારમાં રસ્તો સ્પષ્ટ નહિ દેખાવાથી શિષ્યના પગ ઊંચા નીચા પડવા લાગ્યા. આથી, ચંડરુદ્રાચાર્ય ક્રોધિત થયા અને શિષ્યને ઠપકો આપવા લાગ્યા, પરંતુ શિષ્ય સમભાવપૂર્વક ગુરુનાં કઠોર વચનો પણ સહન કરી લીધાં. એકાએક શિષ્યનો પગ એક ખાડામાં પડવાથી ગુરુએ શિષ્યના મુંડિત મસ્તક પર લાકડી ફટકારી, લાકડીના પ્રહારના કારણે તેના માથામાંથી લોહીની ધાર વહેવા લાગી. આમ છતાં શિષ્ય શાંતિથી તે બધું સહન કર્યું અને કોમળ વચનોથી ગુરુને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. આવી ઉત્કૃષ્ટ ક્ષમાના ફળસ્વરૂપે ઉચ્ચતમ પરિણામોથી તે ક્ષેપક શ્રેણી પર આરૂઢ થયો અને તેના ઘાતિકર્મોનો નાશ થયો. તેને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાનના પ્રકાશમાં હવે તેના પગ સીધા પડવા લાગ્યા. તેથી ગુરુજીએ કટાક્ષમાં કહ્યું કે "માર જ સાર છે" આટલું મારવાથી હવે તું સીધો ચાલવા લાગ્યો, હવે તને રસ્તો કેવો દેખાવા લાગ્યો?
તેણે કહ્યું – ગુરુદેવ આપની કૃપાથી પ્રકાશ થઈ ગયો. આ સાંભળી ચંડરુદ્રાચાર્યની પરિણામધારા પરિવર્તન પામી તેણે કેવળજ્ઞાની શિષ્યની આશાતના અને આટલું કઠોર વર્તન કરવા બદલ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમાયાચના કરી. તેના પર પ્રસન્ન થઈ તેની નમ્રતા, ક્ષમા, સમતા અને સહિષ્ણુતાની પ્રશંસા કરવા લાગ્યા.
આમ, જે શિષ્ય વિનીત બની ગુરુનાં કઠોર વચનોને સહન કરે છે, તે અતિક્રોધી ગુરુને પ્રસન્ન કરી શકે છે. વિનીતનો વાણીવિવેક :१४ णापुट्ठो वागरे किंचि, पुट्ठो वा णालियं वए ।
कोहं असच्चं कुव्विज्जा, धारिज्जा पियमप्पियं ॥१४॥ શબ્દાર્થ :- અપુદ્દો પૂછયા વિના, વિવિ-કઈ પણ, ળ વારે-નહીં બોલે, વા-અને, પુરુદ્દો - પૂછવાથી, નિયં- અસત્ય, ન વ - ન બોલે, #ોટું = ક્રોધ, (કયારેક ક્રોધ ઉત્પન્ન થઈ જાય),
સવં. (તો તેને) અસત્ય અર્થાત્ નિષ્ફળ, સુવિઝા - કરે, મધ્ય ગુરુનાં અપ્રિય વચનોને પણ, કટુ વચન, પિય = પ્રિય, હિત કરનારા, ધારિx = સમજીને ધારણ કરે, પ્રિય અપ્રિય સર્વ