________________
અધ્યયન-૧: વિનયક્ષત .
૯
|
શબ્દાર્થ :- જાતિયસ - દુષ્ટ અડિયલ–આળસુ ઘોડો, અયોગ્ય-અવિનીત ઘોડો, પુળો પુણોવારંવાર, સં - ચાબુકને ઈચ્છે છે), વ- એ રીતે (શિષ્ય), વાળ - ગુરુઓના આદેશ વચનને, પ્રેરણાને, માં રૂછે - ન ઈચ્છે, અપેક્ષા ન રાખે, વ = જેમ, મારૂ = ઉત્તમ જાતિનો વિનીત ઘોડો, ગુણસંપન્ન, વસં = ચાબુકને, હું = જોઈને જ (સવારી કરનારની ઇચ્છાનુસાર ચાલે), ૩ = તેમજ વિનીત શિષ્ય, પાવ - ભૂલોને, ખોટાં આચરણને, રિવર - છોડી દે. ભાવાર્થ :- જેમ અવિનીત ઘોડો વારંવાર ચાબુકની અપેક્ષા રાખે છે તેમ વિનીત શિષ્ય ગુરુના આદેશ વચનની વારંવાર અપેક્ષા ન રાખે પરંતુ જેમ ગુણ સંપન્ન ઉત્તમ જાતિનો કેળવાયેલો ઘોડો ચાબુકને જોઈને જ અવળા માર્ગને છોડી દે છે, તેમ વિનીત શિષ્ય ગુરુના સંકેત માત્રથી કુઆચરણોને છોડી દે. १३ अणासवा थूलवया कुसीला, मिउंपि चंडं पकरेंति सीसा ।
चित्ताणुया लहु दक्खोववेया, पसायए ते हु दुरासयं पि ॥१३॥ શબ્દાર્થ :- અગાસવા = ગુરુનાં વચનને ન માનનાર, શૂવા = વિચાર્યા વગર બોલનાર, અયોગ્ય ભાષણ કરનાર, સુશીલા - કુત્સિત આચરણવાળો, દુષ્ટ સ્વભાવવાળો, લીલા - શિષ્ય, ભિવંપિ - કોમળ સ્વભાવવાળા ગુરુને પણ, વડ - ક્રોધી, પતિ - બનાવી દે છે, વિપુલ - (ગુરુના) ચિત્ત અનુસાર ચાલનાર, તદુ = શીધ્ર, રવોવવેયા = કાર્યદક્ષતા કે કુશળતા સંપન, તે = તે વિનીત શિષ્ય, - અવશ્ય, પુરાયું - અતિક્રોધી ગુરુને પણ, પાયા - પ્રસન્ન કરે છે. ભાવાર્થ :- ગુરુનાં વચનોને નહિ સાંભળનાર, વગર વિચાર્યું બોલનાર, કુશીલ (અવિનીત) શિષ્ય મૃદુ સ્વભાવી ગુરુને પણ ક્રોધિત કરે છે, જ્યારે ગુરુના મનને અનુકૂળ વર્તન કરનાર તથા નિપુણતાથી કાર્યને પૂર્ણ કરનાર શિષ્ય ક્રોધિત ગુરુને પણ શીઘ્ર પ્રસન્ન કરે છે.
વિવેચન :શિવસ (સિતાશ્વ) - ગળીયો બળદ કે અશ્વ. ઉત્તરાધ્યયન નિર્યુક્તિમાં–ાલિ શબ્દના ત્રણ અર્થ કર્યા છે, જેમ કે ગંડીઉછાળા મારનાર, ગલી –કંઈક ખાધા પછી જ ચાલનાર અને ગરોળી–ગાડી આદિમાં જોતરવાથી મૃતપ્રાયઃ થઈને બેસી જનાર અથવા લાત મારનાર, આ ત્રણે શબ્દો દુષ્ટ ઘોડા કે દુષ્ટ બળદના અર્થમાં પ્રયુક્ત છે. માફum :- આકીર્ણ. વિનીત, પ્રશિક્ષિત, ભદ્રક, ગુણસંપન્ન ઉત્તમ જાતિનો; અશ્વ આકીર્ણ કહેવાય છે. કુરાલયં:- અત્યંત ક્રોધી હોવાને લીધે ઘણી મુશ્કેલી પછી શાંત થનાર ગુરુ, ઘણી મહેનતે શાંત થનારા ગુરુ. વિનીત શિષ્યની વિનમ્રતા ક્રોધિત ગુરુને શીધ્ર શાંત બનાવી દે છે.
અતિકોથી ચંડરુદ્રાચાર્ય :- ઉજ્જયિની નગરીની બહારના ઉધાનમાં એકવાર ચંડરુદ્રાચાર્ય શિષ્યો