________________
શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર-૧
કરેલું છે એમ કહે અને કરેલું ન હોય તો 'કર્યું નથી' એમ શાંતિથી કહે.
વિવેચન :
વિનયવાને નિમ્નોક્ત દશ ગુણ કેળવવા જોઈએ જેમ કે (૧) ગુરુજનોની સમક્ષ હંમેશાં પ્રશાંત રહેવું. (૨) વાચાળ ન બનવું (૩) નિરર્થક વાત છોડીને સાર્થક પદો શીખવા (૪) શિક્ષા આપે ત્યારે ક્રોધ ન કરવો (૫) ક્ષમા ધારણ કરવી (૬) ક્ષુદ્રજનો સાથે સંપર્ક, હાસ્ય અને ક્રીડા ન કરવી (૭) દુષ્ટ કાર્ય કરવા નહિ (૮) સ્વાધ્યાય- કાળમાં સ્વાધ્યાય કર્યા પછી ધ્યાન કરવું (૯) મિતભાષી (૧૦) દોષ સેવન કર્યું હોય તો છૂપાવ્યા વગર સ્વીકારી લેવું.
fણસ :- નિશાંત શિષ્ય ગુરુ સમક્ષ અત્યંત શાંત રહે અર્થાતુ મનમાં પણ ક્રોધ ન કરે, બાહ્ય આકૃતિ (આકાર) થી પ્રશાંત રહે અને ચેષ્ટાઓ (આચરણ) અત્યંત શાંત રાખે.
અકુત્તifખ :- અર્થયુક્ત. (૧) હેય ઉપાદેયનું જ્ઞાન કરાવનાર આગમ વચન (૨) મોક્ષાર્થ સાધક ઉપાય અને (૩) સાધુઓ માટે યોગ્ય હોય, તે સાધક માટે સાર્થક પદ છે. સાધુ સાર્થક પદને શીખે છે. નિરકુળ :- નિરર્થક. સાધુ નિરર્થક વાતોનો ત્યાગ કરે છે. જેમ કે (૧) ડિત્ય, વિત્થ આદિ અર્થ વગરના શબ્દોનો પ્રયોગ ન કરે(૨) કામશાસ્ત્ર, સ્ત્રી-પુરુષની વિકથા અને અનર્થ કરે તેવાં વચન પ્રયોગ ન કરે, (૩) લોકોત્તર પ્રયોજન રહિત અથવા ઉદ્દેશ્ય રહિત શાસ્ત્રનું વાંચન આદિ ન કરે. જીરું - ક્રીડા. (૧) રમતગમત (૨) મનોરંજન અથવા આનંદ કિલ્લોલ વગેરે (૩) અંત્યાક્ષરી, સમસ્યા (ઉખાણા), હાથચાલાકીના ખેલ વગેરે, ક્રીડાઓમાં સાધુ સમય વેડફે નહીં. મ વંતિય – ચાંડાલિક કાર્ય ન કરે (૧) ચંડ-ક્રોધ, ભય વગેરેને વશ થઈ આવેશમાં અસત્ય વચનો બોલે નહીં (૨) ચાંડાલ જાતિમાં થતાં ક્રૂર કર્મોનું આચરણ ન કરે અને (૩) ક્રોધ ન કરે. વાં માં જ માનવે :- વધારે બોલબોલ ન કરે. વધારે બોલવામાં દોષ – (૧) બોલવામાં વિવેક ન રહેવાથી અસત્ય બોલાઈ જાય (૨) અધિક બોલવાથી ધ્યાન, સ્વાધ્યાય, અધ્યયન, આદિમાં વિક્ષેપ થાય (૩) વાતક્ષોભ થઈ જાય અર્થાત્ વધારે બોલવાથી કયારેક પેટમાં વાયુની વૃદ્ધિ થઈ જાય. Gaખ ૨ નિત્તા :- સાધુ માટે સ્વાધ્યાય, અધ્યયન, ભોજન અને પ્રતિક્રમણ વગેરે દરેક પ્રવૃત્તિ યોગ્ય સમયે સમૂહમાં કરવાની હોય છે અને ધ્યાન એકાકી કરવાનું હોય છે. ઉત્તરાધ્યયન ચૂર્ણિમાં ઉલ્લેખ છે કે એકલાનું ધ્યાન, બે નું અધ્યયન અને ત્રણ આદિનો વિહાર હિતકારી હોય છે. અવિનીત-વિનીત શિષ્યની વૃત્તિ :१२ मा गलियस्सेव कसं, वयणमिच्छे पुणो पुणो ।
कसं व दठुमाइण्णे, पावगं परिवज्जए ॥१२॥