________________
કાર્યનું સદ્ભાગ્ય માટે ફાળે નોંધાયું તેને ગુરુ આજ્ઞા માની સહર્ષ સ્વીકાર કર્યો.
આ સંસ્કરણમાં શુદ્ધ અધ્યયન પરિચય, મૂળપાઠ, શબ્દાર્થ, ભાવાનુવાદ અને સાથે વિશેષ સ્થળો ઉપર આગમના ગંભીર રહસ્યોને સ્પષ્ટ કરવા માટે પ્રાચીન વ્યાખ્યા સાહિત્યના આધાર ઉપર સરળ વિવેચન આપવાનો યથામતિ પ્રયાસ કરેલ છે.
હાર્દિક સદ્ભાવ અને આભાર દર્શન :
સંયમ સાધનાના અવિરત પ્રવાહમાં પરમ પૂણ્યોદયે સન્ ૧૯૯૨માં પૂ. તપસમ્રાટ ગુરુદેવશ્રી વગેરે સપ્તર્ષિ સંત તથા ૮૫ સાધ્વીછંદ ૯૨ ની સાલમાં ૯૨ સાધુ સાધ્વીના ઐતિહાસિક ચાતુર્માસમાં પ્રાતઃ કાળમાં પૂ. ગુરુભગવંતના શ્રીમુખેથી શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની વાંચણીના અમૃત શબ્દો સાંભળતા નત મસ્તક બની ગયાં હતાં. આ અમૂલ્ય આગમરત્ન ઉપર પંચ સંવત્સરની સમયાવધિ બાદ ગુરુદેવે વાવેલા બીજોને અંકુરિત કરવાનો અવસર આવ્યો. દીર્ધ સમયની ઇચ્છા હતી કે હું ઉત્તરાધ્યયનસૂત્રનો શબ્દાર્થ, અનુવાદ વિવેચન તેમજ સંપાદન કરું. આ ભાવનાની પૂર્તિ પૂ. ગુરુદેવની પાવન પ્રેરણાથી થઈ. આગમનું સંપાદન, લેખન કરવું ઘણું જ કઠિન કાય છે. વીતરાગવાણીના ગંભીર રહસ્યોને સમજી તેને ભાષામાં શબ્દ દેહ આપવો તેથી પણ વધારે કઠિન છે. તપસ્વી ગુરુદેવની અસીમ કૃપાએ આ મહાકાર્ય કરવા હું સમર્થ થઈ શકી છું.
"સમર્થ નોથમ પHથા" ના સોનેરી વચનના સાક્ષાત્ પ્રતિમૂર્તિ આગમ મનીષી પૂજ્યશ્રી ત્રિલોક મુનિ મ.સા.નો આ શાસ્ત્રના ભગીરથ સંપાદન કાર્યમાં મને પળેપળે સહયોગ પ્રાપ્ત થયો છે. તેથી તેમના અથાગ પુરુષાર્થે તપસ્વી ગુરુદેવના અતિ પ્રિય આગમ ગ્રંથને ઉત્તમ બનાવવાની તથા શીધ્રાતિશીધ્ર પ્રકાશિત કરવાની પ્રશસ્ત ભાવના બદલ કોટિશઃ વંદન સાથે હાર્દિક આભાર.
ધ્યાનયોગિની દાદી ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મહાસતીજીએ પોતાનો અમૂલ્ય સમય અર્પી અપ્રમત્ત પણે પોતાનું મનનીય તેમજ ચિંતનીય સૂક્ષ્માતિસૂક્ષ્મ દષ્ટિકોણથી અવલોકન કરી મારા ઉપર અસીમ ઉપકાર કર્યો છે, તે બદલ તેઓશ્રીના ચરણોમાં નમ્રભાવે શતઃ વંદના.
-
60