________________
"આત્મીય વ્યક્તિના આભાર શા ? પ્રતિદિન પ્રાર્થતા સદા સહાયક બનજો....'
આ તકે સદાનંદી વાત્સલ્યમૂર્તિ પૂ. મમ્ ગુરુણીમૈયાને વિશેષ સાદર અને શ્રદ્ધા સાથે અહીં યાદ કરું છું તથા વડીલ ગુરુભગીની પૂ. સ્મિતાબાઈ મ. (ભાવી ડૉ.) સાધ્વીશ્રી સુજિતાજી તથા લધુગુરુભગીની અંજિતાબાઈ મ. તથા સંજિતાબાઈ મ. સમયે સમયે લીધેલો શ્રમ શબ્દાતીત છે. લેખનકાર્ય સુંદર અને સુઘડ બનાવવામાં તેઓ નો ફાળો સ્તુત્ય છે. આમ અમારા સાધ્વીમંડળની મારા પ્રત્યે શુભેચ્છા અને સહકારે આ ગ્રંથ ભાવિક જન સમક્ષ આવી રહ્યો છે.
આ ગ્રંથના પ્રથમભાગના સંપાદન કાર્યમાં મેં અનેક ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. નિર્યુકિત, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિઓના પણ યથાસ્થાન ઉપયોગ કર્યો છે. તે તમામ પુસ્તકો, સંપાદકોનો, પ્રકાશકોનો અને પુસ્તકો આપનાર પુસ્તકાલયોનો પણ વિશેષ આભાર માનું છું. આ પ્રસંગે મારા માર્ગદર્શક શ્રી. ડૉ. એમ. વી. જોશી, ડૉ. સુધાબેન પૌરાણા, શ્રી સુમનબેન, શ્રી બસિયાભાઈ શ્રી રમેશભાઈ વગેરે નામી અનામીની નિષ્કામ શાસન સેવા અને ગુરુભક્તિના પ્રભાવે મારા યોગક્ષેત્રમાં જે સહયોગ મળ્યો છે, તે બદલ તે દરેક પ્રત્યે આભાર વ્યકત કરવો તેને મારું પરમ કર્તવ્ય સમજું છું.
મારી પાસે શાસ્ત્રોનું એટલું અગાધ જ્ઞાન નથી કે એવી સૂક્ષ્મબુદ્ધિ પણ નથી, એટલે આ ગ્રંથના લેખન તેમજ સંપાદન કાર્યમાં ત્રુટિઓ રહી જવા પામી હોય તો વીતરાગ સાક્ષીએ મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ભૂલચૂક સુધારી વાંચવા વિજ્ઞપ્તિ કરું છું. આ લેખનમાં કંઈ પણ શુભ હોય તો તેનું શ્રેય મારા તારક અનંત ઉપકારીપૂ. ગુરુદેવશ્રીના શુભાશિષ અને કૃપાનું ફળ છે. પુનઃ પુનઃ નતમસ્તકે ગુરુચરણમાં એક જ પ્રાર્થના કે સૂત્રનો આદર્શ મારામાં અપ્રમત્તરૂપે સજીવન રહે. પ્રભુ શાસનના ચરણે સર્વસ્વ સમર્પિત રહો એ જ સદાની નમ્ર ભાવના.
61
ગુરુ ચરણાકાંક્ષી
ડૉ. સાધ્વી અમિતા....