________________
નૈતિક જીવનનો ત્રિવેણી સંગમ થયો છે. વૈરાગ્યબોધક પ્રકરણોનું એક પ્રેરણાસ્થાન છે. એ જ કારણે ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર નિયુકિત, ભાષ્ય, ચૂર્ણિ અને અનેક આચાર્યોએ વૃત્તિઓ સંસ્કૃત ભાષામાં લખેલ છે. ગુજરાતી ભાષામાં બૃહદ્દીકાઓ રચાયેલ છે. તેમાં આચાર્ય શ્રી પૂ. ઘાસીલાલજી મહારાજ સાહેબનું નામ મૂર્ધન્ય છે. હિંદી ભાષામાં પણ અનેક વિસ્તૃત વિવેચનો પ્રકાશિત થયેલાં છે. આમ સમય સમય પર મૂર્ધન્ય મનીષીગણો, વિદ્વત્ઝનોની કલમ આ આગમનો પાવક સંસ્પર્શ પામીને ધન્ય બની છે. ઉત્તરાધ્યયન સૂત્ર । એક એવું આગમ છે, જે ગંભીર અધ્યેતાઓ માટે પણ ઉપયોગી છે અને સામાન્ય સાધકો માટે પણ સાધનાની આમાં પર્યાપ્ત સામગ્રી છે.
સૌરાષ્ટ્ર કેસરી પૂ. દાદા ગુરુદેવશ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી ઉજવવા તેમના 'આમ્ર' ઉદ્યાનમાં મહેકતાં મુક્તા ફળો સાધક મુક્તાવલિ તેમને શું અર્પી શકે ? તો ગુરુદેવશ્રી પોતે જ આગમના સાક્ષાત્ પ્રતિમૂર્તિ હતા. તેથી પ્રાણપરિવારના સાધ્વીવૃંદને સંકલ્પ જાગ્યો. આગમ સાહિત્યને આધુનિક તેમજ માતૃભાષા (ગુજરાતી) માં પ્રકાશિત કરવાનો તેમા પૂ. ઉષાબાઈ મ. નો દઢ સૂર પુરાણો અને પૂ. તપસ્વી ગુરુદેવની કૃપાશિષની અમીધારા વરસી અને યુવાચાર્યશ્રી મધુકરમુનિજી દ્વારા સંપાદિત હિંદી ભાષામાં વિવેચન સહિત આગમ બત્રીસીથી પ્રેરણા મળી. આ સંકલ્પને મૂર્તરૂપ આપવા માટે અલ્પ સમયમાં અનેક આગમોનું નૂતન સંસ્કરણ મુમુક્ષુ વાચકોના કરકમલમાં પહોંચશે જેનાથી જિજ્ઞાસુઓને આગમ રહસ્ય ઉકેલવું સરળ બનશે. તે જ પરમ પાવની રહસ્યાવલિને જોડતી કડીમાં શ્રી ઉત્તરાધ્યયનસૂત્રનું સરળ ગુજરાતી ભાષામાં આ નૂતન સંસ્કરણ છે.
સાહિત્યાકાશમાં ઉડ્ડયન કરવાનો પ્રથમ અવસર સન્ ૧૯૯૧માં પીએચ. ડી.ના અભ્યાસ કરવાનો આવ્યો અને સદ્ભાગ્યે દાદાગુરુદેવના જન્મ જયંતિના દિને જ સન્ ૧૯૯૪માં પીએચ. ડી. ની પદવી પ્રાપ્ત કરવાનો સુયોગ મળ્યો અને બીજા આ પરમ પાવની પુણ્યબળ અવસરની અલ્પ સામર્થ્ય હોવા છતાં ગુરુકૃપાનું બળ અને દાદીગુરુણી શ્રી પૂ. મુક્તલીલમ ગુરુણીશ્રી તેમજ તેમના શિષ્યારત્ના પૂ. ગુરુણીમૈયા સુમતિબાઈ મ.ના અમીઆશિષે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના શબ્દાર્થ, ભાવાર્થ, વિવેચનરૂપ લેખન કાર્યનો સુઅવસર આવ્યો. ગુરુ સાનિધ્ય અને ગુરુસેવામાં અવિરતપળે ઉપસ્થિત હોવા છતાં તેમની પ્રબળ કૃપામય પ્રેરણાના બળે 'શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર' નું આલેખન
59