________________
વિવિધ પાઠાંતરોની સાથે જે શુદ્ધ આગમ સંસ્કરણ મહાવીર વિદ્યાલય, મુંબઈથી પ્રકાશિત કરાવ્યું છે. તેમાં ઉત્તરાધ્યયન પણ છે. ધર્મોપદેષ્ટા ફૂલચંદજી મહારાજે મૂળ સુત્તાગમમાં મુનિ કલૈયાલાલજી "કમલે" "મૂલસૂત્તાન'માં મહાસતી શીલકુંવરજીએ 'સ્વાધ્યાય સુધા'માં અને આના ઉપરાંત બીજાં પણ પંદર વીસ સ્થાનોથી મૂળપાઠ પ્રકાશિત થયા છે. આધુનિક યુગમાં શતાધિક શ્રમણ-શ્રમણીઓ ઉત્તરાધ્યયનને કંઠસ્થ કરે છે. તથા પ્રતિદિન તેનો સ્વાધ્યાય પણ કરે છે. તેનાથી ઉત્તરાધ્યયનની મહત્તા સ્વયં સિદ્ધ છે. ઉત્તરાધ્યયનમાં હિંદીમાં પદ્યાનુવાદ પણ અનેક સ્થળોથી પ્રકાશિત થયા છે. તેમાં શ્રમણ સૂર્ય મરુધરકેસરી શ્રી મિશ્રીમલજી મ. તથા આચાર્ય હસ્તિમલજી મ.ના પદ્યાનુવાદ મનનીય છે. આગમ પ્રકાશન સમિતિ, ખ્યાવરથી વિવેચન યુક્ત બત્રીસ આગમો પ્રકાશિત થયેલ છે. તેમાં ઉત્તરાધ્યયનસૂત્રનું વિવેચન સાથેનું સુંદર સંપાદન શ્રમણ સંઘીય વિદ્વાન મુનિશ્રી રાજેન્દ્રમુનિએ કર્યું છે. જેના પ્રધાન સંપાદક યુવાચાર્ય શ્રી મધુકર મુનિજી છે. આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિએ બત્રીસ શાસ્ત્રોનું હિન્દીમાં સારાંશ પ્રકાશિત કરાવ્યું છે. જે સામાન્ય અને પ્રૌઢ બને સ્વાધ્યાયિઓને ઉપયોગી છે. તેનું ગુજરાતી ભાષાંતર પણ વાણી ભૂષણ શ્રી ગિરીશમુનિજી પ્રકાશિત કરાવી રહ્યા છે.
આ રીતે આગમ સાહિત્યને જીવંત અને ચિરકાલીન રાખવા સમયે સમયે આગમ પ્રેમી સાધકોએ વિધવિધ પ્રયત્નો કર્યા છે. પ્રત્યેક પ્રકાશનોની પોતપોતાની આગવી વિશેષતા છે. અમારા સંપાદનને સુંદરતમ બનાવવામાં આમાંના અનેક સંસ્કરણોનો પૂરેપૂરો સહયોગ મળ્યો છે.
પ્રસ્તુત સંસ્કરણ :
અનેક સ્રોતોના સંગમ સમી અને જીવંતતાની આગવી લાક્ષણિકતા માટે સુવિખ્યાત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાઓ દષ્ટિગોચર થાય છે. વૈદિક સંસ્કૃતિમાં જે સ્થાન 'ગીતા'નું છે, બૌદ્ધ સંસ્કૃતિમાં જે સ્થાન ધમ્મપદનું છે, ઈસ્લામમાં જે સ્થાન 'કુરાન'નું છે, પારસીઓમાં જે સ્થાન "અવેસ્તા' નું છે. ઈસાઈઓમાં જે સ્થાન બાઈબલનું છે, તેવું જ સ્થાન જૈન સંસ્કૃતિમાં ઉત્તરાધ્યયનસૂત્ર' નું છે. ભગવાન મહાવીરની વાણીનો અણમોલ ખજાનો એટલે ઉત્તરાધ્યયનસૂત્ર. એ જીવનસૂત્ર છે એમાં સર્વ સૂત્રોનો નિચોડ છે. એમાં આધ્યાત્મિક, દાર્શનિક તેમજ
58