________________
"ભાવલિ ૩પમ્બુન્ના મારશ્નપરિયા હિંડ્યાગો" હિંસા અને પરિગ્રહનો ત્યાગ જ વસ્તુતઃ ભાવપ્રવજ્યા છે.
ઉત્તરાધ્યયન ભાષ્ય – નિર્યુક્તિની વ્યાખ્યા શેલી ઘણી જ ગૂઢ અને સંક્ષિપ્ત હતી. નિર્યુક્તિનું લક્ષ્ય માત્ર પારિભાષિક શબ્દોની વ્યાખ્યા કરવાનું હતું. નિર્યુક્તિઓનાં વિશાળ અને ગંભીર રહસ્યોને પ્રગટ કરવા માટે ભાષ્યોનું નિર્માણ થયું. ભાષ્ય પણ પ્રાકૃત ભાષામાં જ પધરૂપે લખવામાં આવ્યું. ઉત્તરાધ્યયન ભાષ્ય સ્વતંત્ર ગ્રંથના રૂપે ઉપલબ્ધ થતું નથી. અન્ય ભાષ્યોની ગાથાઓની જેમ આ ભાષ્યની ગાથાઓ પણ નિર્યુક્તિમાં મળી ગયેલ હોય તેવું લાગે છે. પ્રસ્તુત ભાષ્યમાં બોટિકની ઉત્પત્તિ, પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક વગેરે નિગ્રંથોના સ્વરૂપનું વર્ણન કરેલ છે. ઉત્તરાધ્યયન ચૂર્ણિ:- ભાષ્ય પછી ચૂર્ણિ સાહિત્યનું નિર્માણ થયું, નિર્યુક્તિ અને ભાષ્ય પદ્યાત્મક છે તો ચૂર્ણિ ગદ્યાત્મક છે. ચૂર્ણિમાં પ્રાકૃત અને સંસ્કૃત ભાષાનો પ્રયોગ થયો છે. ઉત્તરાધ્યયન ચૂર્ણિ ઉત્તરાધ્યયન નિર્યુક્તિના આધારે લખવામાં આવી છે. ચૂર્ણિકારે વિષયોને સ્પષ્ટ કરવા માટે પ્રાચીન ગ્રંથોનાં ઉદાહરણ પણ આપ્યા છે. તેણે પોતાનો પરિચય દેતાં સ્વયંને વાણિજ્યકુલીન કોટિકગણીય, વજશાખી, ગોપાલગણી મહત્તરના શિષ્ય કહેલ છે.
ઉત્તરાધ્યયનની ટીકાઓ :શિષ્યહિતાવૃત્તિ (પાઈઅ ટીકા) – નિર્યુક્તિ અને ભાષ્ય પ્રાકૃત ભાષામાં હતાં. ચૂર્ણિમાં મુખ્યરૂપે પ્રાકૃતભાષાનો અને ગૌણરૂપે સંસ્કૃત ભાષાનો પ્રયોગ થયો. તેના પછી સંસ્કૃત ભાષામાં ટીકાઓ લખવામાં આવી. ટીકાઓ સંક્ષિપ્ત અને વિસ્તૃત બંને પ્રકારથી પ્રાપ્ત થતી હતી. ઉત્તરાધ્યયનના ટીકાકારોમાં વાદીતાલ શાંતિસૂરિનું નામ સર્વપ્રથમ હતું. મહાકવિ ધનપાલના આગ્રહથી શાંતિસૂરિએ ચૌર્યાસી વાદીઓને પરાજિત કર્યા જેથી રાજા ભોજે તેને 'વાદ:વૈતાલ'ની ઉપાધિ પ્રદાન કરી. તેઓએ મહાકવિ ધનપાલની "તિલકમંજરી'નું સંશોધન કર્યું હતું.
ઉત્તરાધ્યયનની ટીકાનું નામ શિષ્યહિતાવૃત્તિ છે. આ ટીકામાં પ્રાકૃતની કથાઓ અને ઉદ્ધરણોની બહુલતા હોવાને લીધે આનું બીજું નામ પાઈઅ ટીકા પણ છે. આ ટીકા મૂળસૂત્ર અને નિયુક્તિ, આ બન્નેને આધારિત છે. ટીકાની ભાષા સરસ અને મધુર છે.
-
557