________________
નથી
વિષયના સમર્થન માટે ભાષ્ય ગાથાઓ પણ આપવામાં આવેલ છે અને પાઠાન્તર પણ આપેલ છે. પ્રથમ અધ્યયનની વ્યાખ્યામાં નયનું સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. નયની સંખ્યા ઉપર ચિંતન કરતા લખ્યું છે– પૂર્વવિદોએ સકલનયસંગ્રાહી સાતસો નયોનું વિધાન કર્યું છે. તે સમયે "સપ્તશત શતાર નયચક્ર" ગ્રંથ વિદ્યમાન હતો. તસંગ્રાહી વિધિ આદિનું નિરૂપણ કરવાવાળા ૧૨ પ્રકારના "નયોનું દ્વાદશારનયચક્ર" પણ વિદ્યમાન હતું અને તે વર્તમાનમાં પણ ઉપલબ્ધ છે.
બીજા અધ્યયનમાં વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદે ઈશ્વરની જે કલ્પના કરી અને વેદોને અપૌરુષેય કહ્યા, તે કલ્પનાને મિથ્યા કહીને તાર્કિક દૃષ્ટિએ તેનું સમાધાન કર્યું. અચેલ પરીષહ ઉપર વિવેચન કરતાં લખ્યું– વસ્ત્ર ધર્મસાધનામાં એકાંતરૂપે બાધક
પે બાધક તત્ત્વ કષાય છે. કષાયયુક્ત ધારણ કરેલાં વસ્ત્ર, પાત્રાદિ સંયમમાં બાધક છે. જે ધાર્મિક સાધના માટે વસ્ત્રોને ધારણ કરે છે, તે સાધક છે.
પ્રસ્તુત ટીકામાં વિશેષાવશ્યક ભાષ્ય, ઉત્તરાધ્યયન ચૂર્ણિ આવશ્યક ચૂર્ણિ, સપ્તશતારનયચક્ર, નિશીથ, બૃહદારણ્યક, ઉત્તરાધ્યયનભાષ્ય, સ્ત્રી નિર્વાણસૂત્ર વગેરે ગ્રંથોનો નિર્દેશ છે. જિનભદ્ર, ભર્તુહરિ, વાચકસિદ્ધસેન, વાચક અશ્વસેન વાત્સ્યાયન, શિવશર્મન, હારિલવાચક, ગંધહસ્તિ, જિનેન્દ્રબુદ્ધિ વગેરે ઘણી વ્યક્તિઓનાં નામ પણ આવેલ છે. વાદીવૈતાલ શાંતિસૂરિનો સમય વિક્રમની ૧૧ મી સદી છે. સુખબોધાવૃત્તિ – ઉત્તરાધ્યયન ઉપર બીજી ટીકા આચાર્ય નેમિચંદ્રની સુખબોધાવૃત્તિ છે. નેમિચંદ્રનું બીજું નામ દેવેન્દ્રમણિ પણ હતું. તેઓએ ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ આ વૃત્તિની રચના કરી. વિક્રમ સંવત ૧૧૨૯ માં વૃત્તિ અણહિલપાટણમાં પૂર્ણ થઈ. ત્યાર પછી ઉત્તરાધ્યયન ઉપર અન્ય અનેક વિદ્વાન મુનિ તથા વિભિન્ન અનેક સંતો તેમજ આચાર્યોએ વૃત્તિઓ લખી છે. લોકભાષાઓમાં અનુવાદ અને વ્યાખ્યાઓ - સંસ્કૃત પ્રાકૃત ભાષાઓની ટીકાઓ પછી બાલાવબોધની રચનાઓનો પ્રારંભ થયો. બાલાવબોધના રચયિતાઓમાં પાર્થચંદ્રગણી અને આચાર્ય મુનિ ધર્મસિંહજીનું નામ આદર સાથે લેવાય છે.
બાલાવબોધ પછી આગમોનો અનુવાદ અંગ્રેજી, ગુજરાતી અને હિંદી આ ત્રણ ભાષાઓમાં મુખ્યરૂપે થયેલ છે. જર્મન વિદ્વાન ડૉ. હર્મન જેકોબીએ ચાર આગમોનો
56