________________
યુદ્ધાંગના પણ યાન, આવરણ, પ્રહરણ, કુશલત્વ, નીતિ દક્ષત્વ, વ્યવસાય, શરીર, આરોગ્ય એ નવ પ્રકાર કહ્યા છે. ભાવાંગના શ્રુતાંગ અને નોડ્યુતાંગ એ બે પ્રકાર છે. એ ચાર પ્રકારના જ ચતુરંગીય રૂપમાં વિશ્રુત છે. માનવભવની દુર્લભતા વિવિધ ઉદાહરણો દ્વારા દર્શાવી છે. માનવભવ પ્રાપ્ત થયા પછી પણ ધર્મનું શ્રવણ કઠિન છે અને તેના ઉપર શ્રદ્ધા કરવી તે તો વધારે કઠિન છે. શ્રદ્ધા ઉપર ચિંતન કરતાં જમાલિ વગેરે સાત નિદ્વવોનો પરિચય આપવામાં આવેલ છે.
ચતુર્થ અધ્યયનનું નામ અસંસ્કૃત છે. પ્રમાદ અને અપ્રમાદ બંને પર નિક્ષેપ દષ્ટિએ વિચાર કર્યો છે. જે ઉત્તરકરણથી કૃત અર્થાત્ નિવર્તિત છે. તે સંકસ્કૃત છે, શેષ અસંસ્કત છે. કરણનો પણ નામ વગેરે છ નિક્ષેપોથી વિચાર થયેલ છે. દ્રવ્યકરણના સંજ્ઞાકરણ, નોસંજ્ઞાકરણ એ બે પ્રકાર છે. સંજ્ઞાકરણના કટકરણ, અર્થકરણ અને વેલુકરણ એ ત્રણ પ્રકાર છે. નોસંજ્ઞાકરણના પ્રયોગકરણ અને વિસસાકરણ એ બે પ્રકાર છે. વિસસાકરણના સાદિ અને અનાદિ એ બે ભેદ છે. અનાદિના ધર્મ, અધર્મ, આકાશ એ ત્રણ ભેદ છે. સાદિકના ચતુસ્પર્શ, અષ્ટસ્પર્શ એ બે પ્રકાર છે. આમ દરેકના ભેદ-પ્રભેદ કરી તેનું વિસ્તારથી વર્ણન કરેલ છે. આ નિર્યુક્તિમાં યત્ર તત્ર અનેક શિક્ષાપ્રદ કથાનક પણ આવ્યાં છે. જેમ કે ગંધાર, શ્રાવક, તોસલીપુત્ર, સ્થૂલભદ્ર, સ્કંધપુત્ર, ઋષિપારાશર, કાલક, કરકંડુ વગેરે પ્રત્યેક બુદ્ધ, હરિકેશ, મૃગાપુત્ર વગેરે નિદ્વવોનાં જીવન વૃત્તાંતનું વર્ણન પણ છે. ભદ્રબાહુના ચાર શિષ્યોના રાજગૃહના વૈભારગિરિ પર્વતની ગુફામાં શીત પરીષહથી અને મુનિ સુવર્ણભદ્રનો મચ્છરોના ધોર ઉપસર્ગથી કાલગત થયાનો ઉલ્લેખ પણ છે. એમાં અનેક ઉક્તિઓ સૂક્તિઓના રૂપમાં છે. ઉદાહરણના રૂપમાં જોઈએ – राइ सरिसवमित्ताणि परछिद्दाणि पाससि । अप्पणो बिल्लमित्ताणि पासंतोडवि न पाससि ।। "તું રાઈના સમાન બીજાના દોષોને તો જુએ છે. પણ બિલ્વ (બિલા) જેવડા પોતાના મોટા દોષોને જોવા છતાં જોતો નથી." "Tો હું જો વુઝ" સુખી મનુષ્ય પ્રાયઃ જલ્દી જાગી શકતા નથી.
54